કોરોનાના કારણે શેર બજારમાં આવી ભારે ગિરાવટ, પણ માલામાલ થવું હોય તો ખરીદી લ્યો આ 3 શેર… એક સમયે કરી દેશે રૂપિયાથી માલામાલ…

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ ફરી કોરોનાની લહેર શરુ થઇ છે. ઠેરઠેર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. જેને કારણે તેની અસર અનેક વસ્તુઓ પર થઇ રહી છે. ખાસ કરીને શેર બજારમાં કોરોનાની અસર વધુ જોવા મળી રહી છે. ઘણા શેરના ભાવ ઘટી રહ્યા છે. જેને કારણે રોકાણકારોને ઘણું નુકશાન થઇ રહ્યું છે. પણ અમુક શેર એવા છે જેને તમે આ કોરોનાના સમયમાં સસ્તા ભાવે ખરીદી શકો છો. જે આગળ જતા તમને સારો એવો નફો આપશે. ચાલો તો આવા શેર વિશે માહિતી મેળવી લઈએ જે તમે સસ્તા દરે ખરીદી કરીને ભવિષ્યમાં ઉચ્ચ ભાવ મેળવી શકો છો. 

એક વાર ફરીથી કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. સૌથી વધારે કોવિડની કહેર ચીનમાં જોવા મળી રહી છે. હચમચાવી આપે એવા ફોટા સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. ઘણા દવાખાનામાં દવાઓ પૂરી થઈ ગયી છે. ઘણા દવાખાનામાં લાઇનમાં લાશો પડેલી છે. ચીન સિવાય બ્રાઝિલ અને અમેરીકામાં પણ કોરોનાના નવા વેરિએંટે દસ્તક આપી દીધી છે.શેર બજારમાં ભારે પછડાટ:- વાસ્તવમાં, પહેલી વાર કોરોનાની શરૂઆત પણ ચીનથી થઈ હતી. માટે જ્યારે આ વખતે ચીનમાંથી ડરાવનારા ફોટા સામે આવી રહ્યા છે તો, ભારત એલર્ટ થઈ ગયું છે. બુધવારના રોજ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં મોટી બેઠક થઈ હતી. તેમજ ગુરુવારે પીએમ મોદી પરિસ્થિતીની તપાસ કરવાના હતા. તેની વચ્ચે ચીનમાં વધતાં કોરોનાની અસર ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે ગુરુવાર ભાવ ઘટતા જઈ રહ્યા છે. તેનું મોટું કારણ એ છે કે, વિદેશી રોકાણકાર એક વાર ફરીથી સેલિંગના મૂડમાં આવી ગયા છે. જોકે, ભારતમાં હજુ કોરોનાના વધારે કેસ આવ્યા નથી. 

જો ભારતીય શેર બજારની વાત કરીએ તો, એક ડિસેમ્બરના રોજ બજારે ઓલ ટાઈમ હાઇ લગાડ્યું હતું. નિફ્ટીએ એક ડિસેમ્બરના રોજ 18800ના સ્તરને પાર કર્યું હતું. જે હવે ઘટીને 18000ની આસપાસ પહોંચી ગયો છે. તેમજ સેન્સેક્સ આ દરમિયાન લગભગ 3000 અંક તૂટીને 60500ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. 

જોકે, બજારમાં પછડાટ વચ્ચે, મોટા ભાગના રિટેલ રોકાણકાર ઘભરાઈને શેર વેચી નાખે છે, જ્યારે અમુક લોકો આવી તકની રાહ જોતાં હોય છે. ભાવ નીચા જાય ત્યારે તેઓ ખરીદી કરે છે. આ પછડાટ વચ્ચે એક્સપર્ટે ઘણા સ્ટોક્સ ખરીદવાની સલાહ આપી છે. Mphasis. Target- Rs.2,500:- બ્રોકરેજ emkay global મુજબ, Mphasis શેરમાં આગળ તેજીની સંભાવના છે. હાલમાં આ શેર 1970 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે, અને આ શેર 2500 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે, સ્ટોકમાં 20 ટકાથી વધુની તેજી આવી શકે છે. કારણ કે કંપનીનો કારોબાર ત્રીજી ત્રિમાસીની સરખામણી ચોથી ત્રિમાસીમાં સારો રહેવાની આશા છે. 

Venus Pipes. Target- Rs.905 :- Nuvamaના રિસર્ચમાં Venus Pipesના શેર ને 905 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જે હાલમાં, 730 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. પાછલા એક વર્ષમાં શેરમાં 100 ટકાથી વધારે રિટર્ન આપવામાં આવ્યું છે. Apollo Hospitals. Target- Rs.5,470. કોરોનાના વધતાં કેસની વચ્ચે Kotak Institutional Equities એપોલો હોસ્પિટલ પર દાવ લગાડવાની સલાહ આપે છે. બ્રોકરેજનું કહેવું છે કે, એપોલો હોસ્પિટલ ફંડામેંટલી મજબૂત છે. કંપનીના નફામાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. હાલમાં એપોલો હોસ્પિટલનો શેર 4,792 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે શેરનો ટાર્ગેટ 5,470 રૂપિયાનો આપવામાં આવ્યો છે. આમ આ શેરોના ભાવ હાલ નીચા થઇ ગયાં છે. જેને તમે ખરીદી શકો છો અને ભવિષ્યમાં નફો મેળવી શકો છો.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment