અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
ભારતના એક ખેતી કરતા પર આવી ગયું અમેરિકાની છોકરીનું દિલ… નોકરી છોડીને આવી ગઈ લગ્ન માટે ભારત.
કહેવાય છે કે પ્રેમ જ્યારે પોતાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે પ્રેમીઓ પોતાના પ્રેમને પ્રાપ્ત કરવા માટે સાત સમૃદ્ર પણ પાર કરી શકે છે. તો મિત્રો આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના હોશંગાબાદમાં જોવા મળ્યો છે. જેમાં એક અમેરિકાની છોકરીએ પોતાનો પ્રેમ મેળવવા માટે ભારત આવી પહોંચી. એટલું જ નહિ તે છોકરીનું દિલ એક ખેડૂત પર આવી ગયું અને તે કંઈ પણ પરવાહ કર્યા વગર અમેરિકાથી ભારત પોતાના પ્રેમી પાસે આવી ગઈ અને તેની સાથે લગ્ન કર્યા.
અત્યાર સુધી તમે એક છોકરીને બીજી જ્ઞાતિના કે બીજા રાજ્યના છોકરા સાથે પ્રેમવિવાહ કરવાના કિસ્સાઓ તો સાંભળ્યા હશે. પરંતુ એક છોકરી અમેરિકાથી ભારત આવે અને એ પણ એક ખેડૂતનો પ્રેમ પ્રાપ્ત કરવા ! વાત થોડી અજીબ લાગે પરંતુ કહેવાય છે ને કે પ્રેમ દેશ, જાત- પાત, પૈસા, ગરીબી, સ્ટેટસ એવું કંઈજ નથી જોતો. આ કિસ્સો સાંભળીને તમને પણ આ વાત પર વિશ્વાસ આવી જશે.
સિવાની માલવાના ગ્રામ્ય બીસૌનીકલાના એક ખેડૂત જેનું નામ દીપક રાજપૂત અને ઉંમર 36 વર્ષ છે અને અમેરિકાની એક છોકરી જેલીકા લીજેથ ટેરાજસ, ઉર્ફે જુલી કે જેની ઉંમર 40 વર્ષ છે. આ બંનેની મુલાકાત ફેસબુક પર થઇ અને હોળીના પાવન અને શુભ દિવસે તે મુલાકાત લગ્નમાં બદલાઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે જેલીકા લીજેથ અમેરિકાના માનવ સંસાધન વિભાગની અધિકારી છે. જ્યારે દીપક એક ભારતીય ખેડૂત છે. દીપકની મિત્રતા પોતાની પ્રેમિકા જેલીકા સાથે ફેસબુક પર થઇ હતી અને છેલ્લા છ મહિનાથી તેઓ વોટ્સએપ પર ચેટીંગ અને એકબીજા સાથે ફોન પર વાત પણ કરી રહ્યા હતા અને આ વાતચીત આગળ જતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.
ત્યાર બાદ બંનેની ઘણીવાર મુલાકાત પણ થઇ હતી અને આખરે હોળીના પવિત્ર દિવસે બંનેએ નર્મદા કિનારા પર સ્થિત ચિત્રગુપ્ત મંદિરમાં વૈદિક રીતી રીવાજો અનુસાર લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ જેલી અને દીપક બંને સાથે હોળી પણ રમ્યા એક બીજાને રંગ લગાવ્યો અને સાત જનમ સુધી એકબીજાનો સાથ નિભાવવાનું બંને એ વચન પણ આપ્યું હતું.
જેલી સાઉથ અમેરિકાના ઓવલી ટોસ બોલાવીયા શહેરની રહેવાસી છે. ત્રણ વર્ષ પહેલા જેલીની ફેસબુક પર દીપક સાથે વાત થઇ જે એક ખેડૂત છે. બીકોમ પાસ કરેલ દીપકનો અંગ્રેજીમાં વાત કરવાનો અંદાજ અને તેના વિચારોથી જેલી પ્રભાવિત થઇ. ત્યાર બાદ બંને વોટ્સએપ પર ચેટીંગ કરવા લાગ્યા અને પછી ફોનમાં વાત કરવા લાગ્યા. ત્યાર બાદ બંનેની મિત્રતાએ પ્રેમનું સ્વરૂપ લઇ લીધું. દીપકે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો અને જેલીએ પણ લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો. દીપકે જણાવ્યું છે કે બંનેના પરિવારજનો તેમના લગ્નથી ખુશ છે.
જેલી છેલ્લા બે મહિનાથી ભારત ભ્રમણ કરી રહી છે. ભારતીય સંસ્કૃતિ અને વિચારોથી તે ખુબ જ પ્રભાવિત થઇ અને જેલી લીજેથનું એવું માનવું છે કે ભારત એક ખુબ જ પ્રેમાળ દેશ છે અને અહીંના લોકો ખુબ જ સારા છે.
દીપકના વકીલ એડવોકેટ દુબેએ જણાવ્યું કે દીપક મારી પાસે આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે “તે સાઉથ અમેરિકાની એક યુવતી સાથે લગ્ન કરવા માંગે છે. ત્યાર બાદ દુબેએ કોર્ટના લીગલ દસ્તાવેજો બનાવી આપ્યા અને ત્યાર બાદ દીપક અને જેલી વૈદિક રીતી રીવાજો અનુસાર લગ્ન કરવા જઈ રહ્યા છે.”
તો મિત્રો આ બંને પ્રેમીએ એવું સાબિત કરી બતાવ્યું છે કે પ્રેમને માટે ક્યારેય કોઈ જગ્યા દુર નથી હોતી. માત્ર તેના પ્રત્યે વિશ્વાસ હોવો જોઈએ અને પાત્રતા હોવી જોઈએ. ભગવાન ખુદ પણ બંનેને મેળવવા માટે મદદ કરતા હોય છે. તો મિત્રો આ લેખ પરથી તમારું પ્રેમ વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google