ભારત કરી શકે છે પાકિસ્તાનને પૂરું બરબાદ…. માત્ર એક જ નિર્ણયમાં પાકિસ્તાન રહી જશે ઉભું… જાણો કેવી રીતે..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ભારત કરી શકે છે પાકિસ્તાનને પૂરું બરબાદ…. માત્ર એક જ નિર્ણયમાં પાકિસ્તાન રહી જશે ઉભું… જાણો કેવી રીતે..

આપણે બધા જ જાણીએ છીએ કે પુલવામામાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાણકારી આપી છે કે ભારતે પાકિસ્તાન જતા પોતાના ભાગના પાણીને રોકવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનમાં જતી નદીઓને રોકીને તે પાણીનો જમ્મુ કશ્મીર અને પંજાબમાં ઉપયોગ કરશે.

સિંધુ નદી જળસંધી અનુસાર ભારત મોટાભાગનું  પાણીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ અત્યાર સુધી ભારતમાં એવું થતું ન હતું. તે પાણી પાકિસ્તાનમાં પહોંચાડવામાં આવતું હતું. પરંતુ પુલવામાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને આ બાબતે ભારે નુકશાન થવાની સંભાવના છે.

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ એવો નિર્ણય લીધો છે કે અરવલ્લી, સતલજ અને વ્યાસ નદીનું પાણી ડેમ બનાવીને રોકવામાં આવશે. શાહપુર કાંડી ડેમ બનવાનું કામ પુલવામામાં થયેલ આતંકી હુમલા પહેલા જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કેબીનેટ અન્ય બીજા બે ડેમ બનાવવાનો નિર્ણય કરી રહી છે.

પાકિસ્તાની સરકાર પણ જાણે છે કે પાકિસ્તાન માટે કશ્મીર વિવાદ કરતા સિંધુ સમજોતો વધારે ભારે પડશે. કશ્મીર વિવાદના દુષ્પરિણામ તત્કાલીન જોવા નહિ મળે. પરંતુ સિંધુ સમજોતા પર ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ નિર્ણય કરે અને સિંધુનું પાણી રોકી દે તો પાકિસ્તાને તેના તત્કાલીન પ્રભાવમાંથી પસાર થવું પડશે અને તેના અર્થતંત્ર માટે પણ આ પગલું ભારે પડશે.

ભારત જો સિંધુ સમજોતાને તોડી નાખે તો પાકિસ્તાન સુકાઈ જાય તેવા સંજોગો પણ બની શકે છે. ભારત સરકાર જો આ નિર્ણય લઇ લે તો પાકિસ્તાન માટે મોટી મુસીબત સર્જાય જશે. તો ચાલો જાણીએ કે પાકિસ્તાન માટે સિંધુનું પાણી કેટલું મહત્વનું છે. જેથી તમને વધુ સરળતાથી સમજાય કે કંઈ રીતે પાકિસ્તાન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે ભારતનો સિંધુ નદીના જળને રોકવાનો નિર્ણય.

મિત્રો તમને જણાવી દઈએ કે સિંધુ દુનિયાની સૌથી મોટી નદીઓમાંથી એક નદી છે. સિંધુ નદીની લંબાઈ 3,000 કિલોમીટરથી પણ વધારે છે. એટલે કે સિંધુ નદી ગંગા નદી કરતા પણ મોટી નદી છે. સહાયક નદી ચિનાબ, જેલબ, સતલજ, રાવી અને વ્યાસના સંગમ પાકિસ્તાનમાં થાય છે. પાકિસ્તાનના 2/3 ભાગમાં સિંધુ અને તેની સહાયક નદી છે. આ ઉપરાંત પાકિસ્તનમાં  2.6 કરોડ હેક્ટર ખેતી લાયક જમીનમાં સિંચાઈ આ નદીઓ દ્વારા કરવામાં આવે છે.

જો ભારત પાણી રોકી દે તો પાકિસ્તાનમાં પાણીનું સંકટ સર્જાશે. જેના કારણે ખેતી અને જળ વિદ્યુત ખુબ જ પ્રભાવિત થશે. સિંધુ અને સતલજ નદીનું ઉદ્ગમસ્થાન ચીનમાં છે. જ્યારે બાકીની ચાર સહાયક નદીનું ઉદ્ગમસ્થાન ભારતમાંથી થાય છે. ભારતને એ ફાયદો છે કે નદી ભારતમાંથી પાકિસ્તાનમાં વહે છે એટલે ભારત ઈચ્છે તો તે પાણીને અટકાવી શકે છે.

પાકિસ્તાને આ નદી પર ઘણા બંધ બનાવ્યા છે જેના દ્વારા તે વીજળી ઉત્પન્ન કરે છે તેમજ તેનું પાણી ખેતીમાં સિંચાઈ માટે ઉપયોગમાં લે છે. માટે પાકિસ્તાન માટે આ નદીના મહત્વને ક્યારેય અસ્વીકાર્ય કરવામાં આવતું નથી. કારણ કે જો ભારત સિંધુ નદીનું જળ પાકિસ્તાનમાં જતું અટકાવે તો તેની સીધી અસર પાકિસ્તાનના કૃષિ ઉદ્યોગ અને વીજ પુરવઠા પર પડશે. જેથી તેનું અર્થતંત્ર પણ કથળી ગયેલી સ્થિતિમાં આવી શકે છે. આમ પણ પાકિસ્તાન ઘણું ખરું ખેતી ઉપર જ છે અને જો આ નદીનું પાણી બંધ થાય તો પાકિસ્તાનના અર્થતંત્રની કમર ભાંગી જશે.

તમને જણાવી દઈએ કે ભારત સિંધુ નદી પર ઘણા પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં પાકલ દુલ(1000 મેગાવોટ), રાતલે (850 મેગાવોટ), કિશનગંગા (330 મેગાવોટ), નીયાર (120 મેગાવોટ) અને લોઅર કાલનઈ (48 મેગાવોટ) વગેરે યોજનાઓ.

મિત્રો પાકિસ્તાનને આ દરેક પ્રોજેક્ટથી સમસ્યા છે. તેમનું કહેવું છે કે આ બધા પ્રોજેક્ટ સંધિનું ઉલ્લંઘન છે. પરંતુ ભારત હવે સિંધુ નદીના વાધારેમાં વધારે પાણીનો ઉપયોગ કરવા માંગે છે. અને ચીન પણ આ બાબતે ઓછા વધુ અંશે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. 

મિત્રો તમારો આ બાબત પર શું અભિપ્રાય છે, સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જવું જોઈએ કે નહિ ? તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment