આધુનિક ભારતને નીચું જોવડાવે તેવી સ્થિતિ, ઇચ્છવા છતાં મૃતકને નથી આપી શકતા કાંધ

મિત્રો આજના આધુનિક ભારતમાં એક એવું દ્રશ્ય સામે આવ્યું છે, જે ખરેખર ચોંકાવી નાખે તેવું છે. એ દ્રશ્ય એવું છે કે, સત્તા, સિસ્ટમ અને સમાજ બધાને હચમચાવી નાખે તેવું છે. જે તમને વિચારવા માટે મજબુર કરી દેશે કે આજના આ આધુનિક યુગમાં અને ભારતનું નંબર વન કહેવાતા હરિયાણાના ગામમાં આવી હાલત છે ! હરિયાણાના જે ગામની અમે તમને વાત જણાવવા જઈ રહ્યા છીએ ત્યાં લોકો મૃતક વ્યક્તિને કાંધ પણ નથી આપી શકતા, એટલી વિષમ મજબુરી છે. તો એ મજબુરી પાછળનું કારણ જાણીને પણ તમને ખુબ જ આશ્વર્ય થશે. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

જે વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પાણી ભરેલું છે. પરંતુ તમને જણાવી દઈએ કે, તે નજરો કોઈ તળાવ કે ખેતરોમાં પાણી ભરાયાનો નથી. ન તો કોઈ નદી નાળા નથી. આ નજારો બવાનીખેડા કસ્બાની પાસે ગામ પ્રેમનગરના સ્મશાન ઘાટના રસ્તાનો છે. ત્યાં ઘણા દિવસોથી પાણી ભરેલું છે અને આવી સ્થિતિ દર વર્ષે ત્યાં મહિનાઓ સુધી રહે છે. દરેક લોકો ઈચ્છતા હોય છે કે, તેનું સંતાન વૃદ્ધાવસ્થામાં તેનો સહારો બને અને જ્યારે મૃત્યુ થાય ત્યારે તેના સંતાનો અને ચાહનારાઓ કાંધ આપે. પરંતુ આ ગામની સ્થિતિ એવી ભયાનક છે કે લોકો ચાહવા છતાં પણ મૃતકને કાંધ નથી આપી શકતા…

પોતાના સ્વજનોને કાંધ ન આપી શકવાનું મુખ્ય કારણ છે, સ્મશાન ઘાટ જવા માટેનો કાચો અને પાણીથી ભરેલો રસ્તો. ત્યાં એક 62 વર્ષિય હવાસિંહ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ સવારે જ્યારે હવાસિંહના પાર્થિવ દેહને સ્મશાન ઘાટ લઈ જતા હતા, એ દ્રશ્ય દરેક લોકોને વિચારવા મજબુર કરી નાખે છે.આધુનિક ભારત અને એક નંબર કહેવાતા હરિયાણાના ગામડાની આ હાલત જોઈને તમે સત્તા, સિસ્ટમ અને સમાજ પર સવાલ જરૂર કરશો. સવાલ ત્યાંના લોકો પણ કરે છે. ત્યાંના લોકો સરપંચ, ત્યાંના ધારસભ્યથી અને ડીસી ને પણ પૂછી રહ્યા છે. પરંતુ આ ગામના લોકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદ કોઈ સાંભળતું નથી. 

ત્યાંના લોકોનું માનવામાં આવે તો, ત્યાં મોટાભાગે મૃતકનું શબ પડી જવાની અથવા તો અંતિમ સંસ્કારમાં જતા લોકોના પડી જવાનો અને ઈજા થવાનો ડર રહે છે. ઘણી વાર તો ત્યાના લોકો દ્વારા કાંધ તો દુર, પરંતુ ટ્રેક્ટરમાં મૃતકના પાર્થિવ દેહને લઈ જવામાં આવે છે. તો પણ ટ્રેક્ટર ખૂંચી જવાનો ડર રહે છે. ત્યાં લગભગ પાણી ભરાયેલું જ હોય છે.ત્યાંના પૂર્વ સરપંચ સંદીપ કુમારે જણાવ્યું કે, સ્મશાન ઘાટના રસ્તામાં પાણી ભરાવવાના કારણે લોકો મૃતકના દેહને કાંધ પણ નથી આપી શકતા. લગભગ અનુસુચિત જાતીનું સ્મશાન ઘાટ હોવાના કારણે સરપંચ, ધારાસભ્ય અને ડીસી સુધીના લોકો સમાધાન કરવામાં રૂચી નથી લેતા.તો બીજી બાજુ મૃતક હવાસિંહના ભત્રીજા દર્શનસિંહ અને પિતરાઈ ભાઈ જગપાલે જણાવ્યું હતું કે, કોઈનું મૃત્યુ થયા બાદ શબને સ્મશાન ઘાટ સુધી લઈ જવા માટે ટ્રેક્ટર ભાડે કરવું પડે છે. જ્યાં સુધી ટ્રેક્ટર ન મળે ત્યાં સુધી મૃત દેહને ઘરે જ રાખવો પડે છે. અને તેઓ ઇચ્છવા છતાં પણ મૃત દેહને કાંધ ન આપી શકે. 

Leave a Comment