સપનામાં જોવા મળે આ પાંચ વસ્તુઓ… તો સમજી લેવાનું મૃત્યુના છે આ સંકેતો. કઈ 5 વસ્તુઓ?

મિત્રો મૃત્યુ એક એવું સત્ય છે જે આખા બ્રહ્માંડની કોઈ પણ શક્તિ રોકી નથી શકતી. આ દુનિયામાં આ પરમ સત્યને કોઈ પણ માણસ ટાળી નથી શકતું. પરંતુ એ વાત સત્ય છે કે મૃત્યુ આવે તેના પહેલા માણસને કોઈને કોઈ એવા સંકેત અવશ્ય મળે છે. ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે, સંકેત કોઇપણ પ્રકારના હોય શકે છે. પછી ભલે તે સાપનોના માધ્યમથી હોય, કે પછી આસપાસ બનતી ઘટનાઓના માધ્યમથી હોય.

તો મિત્રો આજે અમે તમને મૃત્યુના અમુક સંકેત વિશે જણાવશું. પરંતુ આ સંકેત સપનાઓ પર આધારિત છે. જો સપનામાં અમુક વસ્તુ જોવામાં આવે તો તે આપણા માટે મૃત્યુના સંકેત પણ હોય શકે છે. તો આજે આ લેખમાં અમે તમને એવા 5 સપના વિશે જણાવશું. જે આપણને મૃત્યુ વિશેના સંકેત આપે છે.સૌથી પહેલા છે સપનામાં ઢોલ અથવા નગારા વાગતા દેખાવા : જો સપનામાં નગારા અને ઢોલ વાગતા દેખાય તો એ શુભ માનવામાં નથી આવતું. તેવું સપનું જોવા વાળા વ્યક્તિ અથવા તેના નજીકના લોકોએ માનસિક તણાવનો શિકાર થવું પડે છે. તો બીજી બાજુ સપનામાં કોઈનું મુંડન થતું દેખાય તો તે પણ અશુભ માનવામાં આવે છે. આવું થવાથી કુટુંબમાં કોઈનું મૃત્યુ થવાના સમાચાર મળે છે.

આવી સ્ત્રીઓને સપનામાં જોવી : સપનામાં કોઈ મહિલાને કપડાં વગર જોવી તે અશુભ માનવામાં આવે છે. સપનામાં નિર્વસ્ત્ર સ્ત્રી સાથે સંબંધ બનાવતા જોવું તે પણ મૃત્યુનો એક સંકેત માનવામાં આવે છે.

આ પ્રકારનું મૂર્તિને સપનામાં જોવી : સપનામાં ભગવાનના દર્શન થવા તે શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના જીવનમાં ખુશાલી આવે છે. પરંતુ જો સપનામાં ભગવાનની તૂટેલી મૂર્તિ જોવા મળે તો, તેનો સંબંધ ક્યાંકથી ખરાબ સમાચાર આવી શકે તેનો છે.

સપનામાં વૃક્ષનું પડી જવું : સપનામાં જો કોઈ વૃક્ષ જમીન પર પડતું દેખાય તો ખુબ જ અશુભ માનવામાં આવે છે. તેની સાથે જ ખુદને ઉંચાઈથી નીચે પડતા જોવું પણ આપણા માટે અશુભ સંકેત માનવામાં આવે છે. આવું બનવું તે ખુદની મૃત્યુ થાય તેવો ઈશારો કરે છે.કોઈને સપનામાં દમ તોડતા જોવા : સપનામાં કોઈને દમ તોડતા જોઈ લેવા અથવા સ્મશાનનું સપનું આવવું, તે પણ મૃત્યુની નજીક હોવાનો ઈશારો કરે છે. માનવામાં આવે કે એવા સપના વારંવાર આવે તો સમજી લેવાનું કે કુટુંબમાં કોઈનું મૃત્યુ થવાનો સંકેત મળી રહ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈકકરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment