જિંદગીના છેલ્લા દિવસો ગણી રહી હતી આ છોકરી, કરવા લાગી એવું અજીબ કામ કે રાતોરાત લોકો બની ગયા દીવાના. અને બચી ગઈ જિંદગી…

મિત્રો સોશિયલ મીડિયા કોઈ પણ હદ સુધી માણસની જિંદગી બદલી શકે છે. તેનું એક એવું જ ઉદાહરણ વેલ્સમાં રહેતી મોડેલ રશેલ હકલ છે. એક સમયે તે હોસ્પિટલમાં બેડ પર સુતા સુતા પોતાની જિંદગીના છેલ્લા દિવસ ગણતી હતી. પરંતુ પોતાની ક્રિએટીવીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો મદદથી એવી જિંદગી મળી કે જેમાં તેને બધું જ મળી ગયું. આજે તે એક સફળ મોડેલ છે અને પોતાની ગંભીર બીમારી સામે લડીને પોતાની જિંદગી પણ જીવી રહી છે. તેના માટે તેણે એક રોચક પ્રયોગ કર્યો હતો. 

ખાવાનું પણ ખાઈ નહોતી શકતી રશેલ : રશેલ એક રહસ્યમય બીમારીની શિકાર થઈ ગઈ હતી. તેના કારણે તે કંઈ ખાઈ પણ નહોતી શકતી. આ બીમારીના કારણે તેના મોં, નાક, ગળા અને આંતરડામાં દર્દનાક ફરફોલા પડી ગયા હતા. જેના કારણે તે ખાવાની કોઈ પણ વસ્તુને ચાવી પણ શકતી ન હતી અને ગળી પણ નહોતી શકતી. નોકરી જતી રહેવાના કારણે તે યોગ્ય રીતે પોતાનો ઈલાજ પણ કરાવી શકતી ન હતી. રશેલ કહે છે કે, ‘હું રોજ સવારે એવું વિચારીને જાગતી હતી કે હવે હું મરવાની છું. ઘણી વાર હું શ્વાસ પણ લઈ શકવાની સ્થિતિમાં ન હતી. મેં મારા જન્મ દિવસ અને ક્રિસમસની રજાની રજાઓ પણ હોસ્પિટલ વિતાવી છે.

ખાવાનો ડર : રશેલને ખાવાથી પણ ડર લાગતો હતો. તેની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેનું શરીર એકદમ સુકાય ગયું હતું. તે આવી હાલતમાં 10 વર્ષ સુધી રહી. કેમ કે તેની પાસે પોતાનો ઈલાજ કરાવવાના પણ પૈસા ન હતા. પછી ખબર પડી કે તેને એક દુર્લભ ઓટોઈમ્યુન બીમારી પેમ્ફીગસ છે. જેને કંટ્રોલમાં રાખવા માટે હવે તે ખુબ જ પ્રમાણમાં સ્ટેરોઈડ અને ઈમ્યુન વધારવા વાળી દવાઓ ખાઈ લે છે. 

આઈડિયા : પોતાની દિવસેને દિવસે બગડતી હાલતની વચ્ચે તેને ઓન્લીફેંસ નામના એક પ્લેટફોર્મ વિશે જાણવા મળ્યું, જેમાં ફેંસ પૈસા આપીને ફોટો-વિડીયો ખરીદે છે. રશેલ કહે છે કે, ‘મેં વિડીયો ગેમ કેરેક્ટર્સના ડ્રેસ બનાવવાનું શરુ કર્યું અને તેને પહેરીને પોતાના જ ફોટો આ પ્લેટફોર્મ પર નાખવા લાગી.

બચી ગયો જીવ : એક રિપોર્ટ અનુસાર 34 વર્ષીય રશેલ કહે છે, મારા ફેંસ જ એ લોકો છે જેમણે મારો જીવ બચાવ્યો છે. તેના કારણે જ આજે હું આટલી સારી જિંદગી જીવી રહી છું. ફેંસ દ્વારા ખરીદવામાં આવેલ ફોટોમાંથી મળેલા પૈસાથી મેં પ્રાઈવેટ ડોક્ટર પાસેથી ટ્રીટમેન્ટ કરાવી, જેણે મારો જીવ બચાવ્યો. ત્યાર બાદ મેં ઘર ખરીદ્યું. મેં દર મહીને આ પ્લેટફોર્મથી 4,000 પાઉન્ડ (4 લાખ રૂપિયાથી વધુ) કમાવ છું.

કાર્ટુન કેરેક્ટર જેવા કપડા : રશેલ કાર્ટુન કેરેક્ટર અને કાલ્પનિક પાત્રો જેવા કપડા પહેરીને ફોટોશૂટ કરાવે છે. તેના અ ફોટો ફેંસને ખુબ જ પસંદ આવે છે. રશેલ કહે છે કે, ‘મારા ફેંસે મારા માટે જે કર્યું છે તેના માટે હું તેની આભારી છું. નહિતર હું દરેક દિવસને મારી જિંદગીનો આખરી દિવસ માનવા લાગ્યો હતો.’

ટોપ-3 ક્રિએટર્સ : રશેલનો ક્રિએટિવ ડ્રેસ એટલો શાનદાર હોય છે કે, પોતાના ફેંસ પસંદગીદાર ટોપ-3 ક્રિએટર્સમાં શામિલ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment