આટલા સમય પછી ન ખાવું જોઈએ ફ્રીઝમાં રાખેલું ખાવાનું | શરીરમાં કરે છે ધીમા ઝેરનું કામ.

મિત્રો આપણે જાણીએ છીએ કે, દરેક લોકો પોતાનું વધેલું ભોજન ફ્રિઝમાં રાખે છે. તેનાથી ભોજન તાજું રહે છે અને જલ્દી બગડતું નથી. પણ જો ફ્રિઝમાં વધુ સમય માટે ભોજન રાખવામાં આવે તો તેનાથી તમારી તબિયત પર ખરાબ અસર પણ થઈ શકે છે. આથી એ જાણી લેવું જરૂરી છે કે ફ્રિઝમાં રાખેલું ભોજન ક્યાં સુધી સારું રહે છે.

સૌથી પહેલા તો ભોજન ફ્રિઝમાં મૂકતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે કાચી અને બનાવેલી શાકભાજી સાથે ન રાખવી. કેમ કે કાચી શાકભાજી ઉપરના બેક્ટેરિયા બનાવેલા ભોજનને દૂષિત કરે છે. એટલે સારું રહેશે કે બનાવેલું ભોજન ફ્રિઝમાં ઢાકીને મૂકવું અથવા ટિફિનમાં મૂકવું.રાંધેલા ભાતને કેટલા સમય સુધી ફ્રિઝમાં રાખવા સુરક્ષિત છે ? : સામાન્ય રીતે તો કોઈ પણ ભોજન હંમેશા તાજું ખાવું જોઈએ. પરંતુ ધારી લો કે તમે વધારે ભાત બનાવી લીધા અને પુરા થતા નથી તો તેને લીધે ફ્રિઝમાં મુકી દો છો. તો સારું થશે કે, એને બે દિવસની અંદર પુરા કરી દેવા. કારણ કે વધારે સમય સુધી રાખેલા ભાતને ખાવાથી તેમાંથી પૌષ્ટિક તત્વ નષ્ટ થઈ જાય છે અને આ તમારા પાચનતંત્રને ખરાબ કરે છે. ફ્રિજમાં રાખેલા ભાતને બીજી વખત ખાતા પહેલા થોડો સમય અગાઉ બહાર કાઢીને મૂકી દેવા અને પછી તેને સારી રીતે ગરમ કરવા.

ફ્રિઝમાં રોટલી કેટલા દિવસ સૂધી રહેશે સુરક્ષિત : જો તમે રોટલી બનાવીને ફ્રિઝમાં રાખો છો તો એ વાતનું ધ્યાન રાખવું કે, તેને ખુલ્લી ન મુકવી. એટલે કે એને કોઈ વાસણમાં ઢાંકીને રાખવી. સામાન્ય રીતે રોટલી ફ્રિઝમાં એક અઠવાડિયા સુધી પણ રાખી શકાય છે અને તેને સમય-સમય પર કાઢીને ગરમ કરી શકાય છે. પરંતુ આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક થઈ શકે છે. કારણ કે વધારે સમય સુધી રોટલી ફ્રિઝમાં રાખવાથી તેમાં રહેલા પૌષ્ટિક તત્વ નષ્ટ થઈ જાય છે. અને એવું થઈ શકે કે, તમારા પેટના દુઃખાવાનું કારણ પણ બને છે. એટલે સારું રહશે કે રોટલી હંમેશા તાજી ખાવી.દાળ કેટલા સમય સુધી ફ્રિઝમાં રાખી શકાય : દાળ પૌષ્ટિક તત્વોથી ભરેલી હોય છે અને જો તેને તાજી ખાવામાં આવે તો આ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જો કે કેટલાક લોકો તેને બનાવીને ફ્રિજમાં મૂકી દે છે. અને બે-ત્રણ દિવસ સુધી તેને કાઢીને ખાય છે. આવા લોકોને સાવધાન રહેવાની  જરૂર છે. કારણ કે વધારે સમય સુધી રાખેલી દાળ ખાવાથી ગૈસનું કારણ બની શકે છે. એટલે પ્રયત્ન કરવું કે દાળ એક જ દિવસમાં પૂરી કરી લેવી.

સમારેલા ફળો ફ્રિઝમાં રાખવાથી સાવધાન થઈ જવું : ફળ જેટલા શરીરને ફાયદા પહોંચાડે છે એટલા જ સમારેલા ફળ શરીરને નુકશાન પહોંચાડે છે. જો તમે સમારેલા ફળ, જેમ કે પપૈયું ફ્રિઝમાં રાખો છો તો સારું રહેશે કે તેને 6-7 કલાકમાં પૂરું કરી લેવું. કારણ કે ત્યાર પછી તે દૂષિત થવા લાગે છે અને  બિમારીનું કારણ બની શકે છે.આ રીતે જો તમે સમારેલું સફરજન ફ્રિઝમાં મૂકો છો તો સારું રહશે કે, તેને પણ જલ્દીથી જલ્દી પૂરું કરી લેવું. તેનાથી તમને એમાં રહેલા વિટામિન મળી જશે અને તમને ફાયદો થશે.

આમ તમે નિયમિત રીતે ખાવા પીવાથી જોડાયેલી આવી ભૂલ કરો છો, તો તમારે સાવધાન રહેવાની  જરૂરત છે. તેનાથી તમને ફુડ પોઈજીંગનો શિકાર પણ થઈ શકો છો. તમારું પાચનતંત્ર ખરાબ પણ થઈ શકે છે અને તેની સીધી અસર તમારી રોગ પ્રતિકારક ક્ષમતા પર પણ પડી શકે છે. એટલે કે ઇમ્યુન સિસ્ટમ પર પણ પડી શકે છે.

જો તમારી રોગપ્રતિકારક ક્ષમતા ખરાબ થઈ જાય તો શરીર કેટલા પ્રકારની બીમારીઓથી ઘેરાય જાય છે. માટે ફ્રિઝમાં વસ્તુઓને રાખવી નાહી અને બને ત્યાં સુધી તેનું જલ્દી સેવન કરી લેવું જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment