હોટલમાં પતિને બીજી સ્ત્રી સાથે જોઇને પત્નીએ કર્યું કંઈક આવું….. જાણીને તમે પણ અચંબિત થઇ જશો…
મિત્રો આજે લગભગ બધા લોકોના લગ્નજીવનમાં કોઈને કોઈ સમસ્યાને લઈને નાના મોતા ઝગડાઓ થતા જ હોય છે. તો પરતું પતિપત્નીના ઝગડામાં ક્યારેક મીઠાશ પણ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી જ સત્ય વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં માણસની સાચી કિંમત ક્યારે પડે તેના વિશે સાચી ઘટના વિશે જણાવશું. જે તમારા લગ્નજીવનને પણ સુખી બનાવી નાખશે. માટે આ લેખને ખાસ વાંચો.
સુશાંત અને સ્મિતાના અરેંજ મેરેજ જ હતા. બંને પોતાના જીવનમાં ખુબ જ સુખી અને સફળ હતા. સ્મિતા લગ્ન પહેલા અમદાવાદમાં રહેતી. સ્મિતાએ એન્જિનિયરિંગ કરેલું હતું તેથી અમદાવાદની એક મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરતી હતી. તો બીજી બાજુ સુશાંત મુંબઈમાં જ મોટો થયેલો અને એક મોટી કંપનીમાં મેનેજરના પદ પર કામ કરતો હતો અને ખુબ જ ઉંચો પગાર ધરાવતો હતો. બંને મોર્ડન વિચારસરણી વાળા હતા. બંનેએ એક બીજાને જોયા, પસંદ કર્યા અને આખરે બંનેના પારંપરિક રીતે લગ્ન પણ થઇ ગયા.
લગ્ન બાદ સ્મિતા સુશાંત સાથે મુંબઈ રહેવા ગઈ. મુંબઈમાં સ્મિતાએ એક સારી જોબ પણ શોધી લીધી. ત્યાર બાદ બંનેનું લગ્નજીવન ખુબ જ સુખી અને પ્રેમાળ ચાલી રહ્યું હતું. ખાસ કરીને સુશાંત સ્મિતાનું ખુબ જ ધ્યાન રાખતો હતો અને તેની ચિંતા પણ ખુબ જ કરતો હતો. સ્મિતાની દરેક નાનામાં નાની વાતનું ધ્યાન રાખતો અને ક્યારેક તો સ્મિતાને ઘરના કામોમાં પણ મદદ કરતો. એટલું જ નહિ, સ્મિતાને ક્યારેક ઓફિસેથી આવવામાં મોડું થઇ જાય તો સુશાંત જાતે જ રસોઈ પણ બનાવીને તૈયાર રાખતો.
આ રીતે એક વર્ષ સ્મિતા અને સુશાંતનું લગ્નજીવન ખુબ જ આનંદમય રીતે પસાર થયું. પરંતુ સ્મિતાનું પ્રમોશન થતા તેના કામમાં વધારો થયો. જેના કારણે અવારનવાર સ્મિતાને ઘરે પહોંચવામાં મોડું થઇ જતું અને એવામાં સુશાંતને સ્મિતાની ખુબ જ ચિંતા થતી હતી. પરંતુ ત્યાર બાદ બન્યું એવું કે સ્મિતા રોજ ઓફિસેથી મોડી ઘરે પહોંચે. ક્યારેક કામના કારણે તો ક્યારેક પાર્ટીમાં જતી રહેતી, તો ક્યારેક તે સ્ટાફ મિત્રો સાથે ડીનર પર જતી રહેતી. ત્યારે સુશાંતે સ્મિતાને કહ્યું કે તું રોજે આટલું મોડું કરે છે મને તારી ખુબ જ ચિંતા થાય છે.
પરંતુ સ્મિતાએ તો સુશાંતની ચિંતાને શકનું નામ આપ્યું અને જણાવ્યું કે તું મારી પર શક કરે છે એમ કહીને ઝગડો કરવા લાગી. ત્યાર બાદ ઝગડો એટલો આગળ વધી ગયો કે સ્મિતા સુશાંતની કોઈ વાતને સમજવા તૈયાર ન હતી અને તેણે નક્કી કરી લીધું કે હું હવે અમદાવાદ જાવ છું અને ત્યાં રહીને જ જોબ કરીશ. સુશાંતે એને ખુબ સમજાવી પરંતુ તે એકની બે ન થઇ અને અમદાવાદ જતી રહી અને ત્યાં સારી જોબ શોધીને નોકરી કરવા લાગી.
થોડા દિવસ તો સ્મિતાને આવી રીતે એકલા જીવવામાં ખુબ જ મજા આવી. પરંતુ બે મહિના બાદ ક્યારેક સ્મિતાને વિચાર આવતો કે સુશાંત તેનું કેટલું ધ્યાન રાખતો, તેની દરેક નાની નાની બાબતની કાળજી રાખતો. પરંતુ ફરી તે પોતાના મનને સમજાવી લેતી. એક દિવસ સ્મિતા પોતાના સ્ટાફ મેમ્બર સાથે હોટલમાં ડીનર માટે જાય છે. ત્યાં તે જોવો છે કે એક ટેબલ પર યુવક અને યુવતી ખુબ જ હસી હસીને વાતો કરી રહ્યા હતા. સ્મિતાએ ત્યાં જોયું તે દંગ રહી ગઈ કારણ કે તે યુવક બીજું કોઈ નહિ પરંતુ સુશાંત જ હતો.
એવામાં સુશાંતની નજર પણ સ્મિતા પર પડી. ત્યાર બાદ તે યુવતી અને સુશાંત બંને સ્મિતા પાસે આવ્યા અને સુશાંતે સ્મિતાને પૂછ્યું, કેમ છે ? ત્યાં તો સ્મિતા સુશાંત પર ભડકી અને કહ્યું કે, “તો આ છે તમારી ગર્લફ્રેન્ડ, તમે તો બોવ ડાહ્યા થતા હતાને, તો પછી આ શું છે બધું ?” આમ કહી સ્મિતા ગુસ્સા સાથે રેસ્ટોરન્ટની બહાર નીકળી ગઈ અને સીધી ઘરે આવી પોતાના રૂમમાં જતી રહી ખુબ જ રડવા લાગી. ત્યાં તેને સુશાંતનો મેસેજ આવ્યો. પહેલા તો તે મેસેજને ડીલીટ જ કરવા જતી હતી, પરંતુ પછી તેણે મેસેજને વાંચ્યો.
મેસેજમાં લખ્યું હતું, “ડીયર સ્મિતા, આજે જે યુવતી હોટલમાં હતી એ મારી ગર્લફ્રેન્ડ નહિ, પરંતુ મારા કાકાની છોકરી મારી બહેન હતી. હું અમદાવાદ આવ્યો અને અચાનક એ મને મળી અને અમે બંને હોટલમાં ડીનર માટે આવ્યા હતા. પરંતુ હજુ હું તને કંઈ પણ કહું જે જણાવું તેના પહેલા જ તું જતી રહી, હંમેશની જેમ તે મારી વાત સાંભળી જ નહિ. હું તને જે વાત માટે રોકતો હતો તે મારો શક નહિ, પરંતુ મારી તારા પ્રત્યેની ચિંતા હતી. પરંતુ તું મારું સાંભળવા કે સમજવા જ માટે એ સમયે તૈયાર જ ન હતી. તેમ છતાં પણ હું તારા વગર અધુરો છું. જ્યારે તને મારી સાથે રહેવાનું ઠીક લાગે ત્યારે તું આવી જજે, હું તારી વાટ જોતો હોઈશ.”
આ વાંચીને સ્મિતા ખુબ રડવા લાગી અને વિચારવા લાગી કે સુશાંત કેટલો સારો છે, હકીકતમાં જેને હું બંધન ગણતી હતી એ તો મારી ચિંતા અને તેનો પ્રેમ હતો. અને મેં એની સાથે ગેરવર્તન કર્યું. ત્યાર બાદ સ્મિતાએ તરત જ સુશાંતને ફોન કર્યો અને જણાવ્યું. સુશાંત હું પણ તારા વગર અધુરી જ છું. હું કાલે જ મુંબઈ આવવા માટે નીકળું છું. ત્યાર પછી સ્મિતા બીજા જ દિવસે મુંબઈ જવા માટે નીકળી જાય છે અને ફરી બંને લગ્ન સંસારને નવી ખુશી સાથે શરૂ કરે છે.
મિત્રો પતિ-પત્ની એ કોઈ બંધન નથી, પરંતુ એ આપણા સમાજનું સાચું ઘરેણું છે. જો જીવતા આવડે તો જીવન પણ ટૂંકું પડે અને જો એક બીજામાં ખામીઓ જ દેખાય તો લાખ ઝગડાઓ પણ ઓછા પડે. કદર એક બીજાની જ્યારે છુટા પડીએ ત્યારે જ થાય છે.
તો મિત્રો તમારું આ બાબત પર શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. પ્રેમ સાચી ઓળખ ક્યારે થાય છે ?
Nice story