આ હોસ્પિટલ અમદાવાદ શહેરમાં કોઈ ખર્ચ વગર કરે છે દર્દીનો ઈલાજ… માટે આ લેખને જરૂર શેર કરો….
મિત્રો આ લેખ કોઈ પણ વ્યક્તિને કામ આવી શકે છે માટે આ લેખને ખુબ શેર કરો અને આગળ મોકલો. કેમ કે આજે અમે આ લેખમાં ખુબ જ મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ. તેનાથી ગરીબ લોકોને મદદ મળી રહે. આજે અમે એક એવી હોસ્પિટલની વાત કરીશું જ્યાં લગભગ બધા જ રોગોનું નિદાન થાય છે. આમ તો ઘણી બધી હોસ્પિટલમાં થતું હોય. પરંતુ આજે અમે જે હોસ્પિટલ કંઈક ખાસ છે. જે માત્ર સમાજ હિત માટે છે.
મિત્રો કહેવાય છે કે કળીયુગમાં જ્ઞાન આપનાર શિક્ષકોથી માંડીને જિંદગી બચાવનાર ડોક્ટરો સુધી લગભગ મોટા ભાગના લોકો એટલા સ્વાર્થી થઇ ગયા છે કે તેઓ સૌથી પહેલા પોતાનું જ વિચારતા હોય છે. અને લોકોને પણ કહેતા આપણે સાંભળ્યા હશે કે ભલાઈનો જમાનો તો રહ્યો જ નથી. પરંતુ આજે અમે અમદાવાદની એક એવી મલ્ટી સ્પેસીયાલીસ્ટ હોસ્પિટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે જાણીને તમને એવું લાગશે કે હજુ આ સમયમાં માણસાઈ અને ભલાઈ જીવંત છે.
તમે જોયું હશે કે તમે કોઈ ઈલાજ માટે કોઈ સ્પેશિયલિસ્ટ ડોક્ટર પાસે જાવ એટલે તેનો માત્ર દર્દીને તપાસ કરવાનો જ ચાર્જ ખુબ લઇ લેતા હોય છે. એટલું જ નહિ મિત્રો આજકાલ તો માત્ર કેસ કાઢવાના પૈસા પણ એટલા વધી ગયા છે અને ઉપર જતા રીપોર્ટના પૈસા. જે દરેક લોકોને પરવડતા નથી અને પરિણામે તેઓ ત્યાં ઈલાજ કરાવવાનું ટાળતા હોય છે અથવા ઈલાજ કરાવે તો પણ ખુબ જ કરકસર ભોગવીને અને ઉછી ઉધારના કરીને ઈલાજ કરાવતા હોય છે. પરંતુ અમદાવાદના ગાંધીનગર રોડ પર એક SMS મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ આવેલી છે, જ્યાં તમારે કોઈ પણ જાતનો રોગ ધરાવતા દર્દીની સારવાર વિનામૂલ્યે કરી આપે છે એટલે કે એક પણ રૂપિયો લીધા વગર દર્દીને સાજા કરી શકે છે. એક પણ પૈસો લીધા વગર, કોઈ પણ જાતના રોગની સારવાર તેમજ તબીબી સુવિધાઓ પૂરી પાડે છે.
મિત્રો આ હોસ્પિટલની બીજી ખાસિયત એ છે કે આ હોસ્પિટલના દરવાજા 24 કલાક દર્દીઓ માટે ખુલ્લા જ રહે છે.એટલે કે 24 કલાક આ હોસ્પિટલ કાર્ય કરે છે.આ હોસ્પિટલમાં ઘણી બધી આધુનિક સુવિધાઓ પણ છે અને અહીં ઓછામાં ઓછા આશરે 350 દર્દીઓ તો આરામથી રહી શકે છે અને એકસાથે ઈલાજ કરાવી શકે છે.
મિત્રો આ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં ઘણા અલગ અલગ વિભાગો પણ સામેલ છે. જેથી દર્દીઓને ઈલાજ કરાવવામાં સરળતા રહે છે. જેમ કે બાળકો માટેનો અલગ વિભાગ કે જ્યાં બાળકોનો લગતા રોગો, નવા જન્મેલા બાળકોની સારવાર તેમજ રસીકરણ વગેરે જેવી વસ્તુઓનો ઈલાજ કરવામાં આવે છે.
તો બીજી બાજુ હોસ્પિટલમાં સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ પણ અલગ છે કે જ્યાં સ્ત્રીઓના દરેક રોગોનું નિદાન કરવામાં આવે છે. તેમજ સ્ત્રીની પ્રસુતિ પણ ત્યાં કરવામાં આવે છે. એટલું જ નહી ગર્ભવતી મહિલા માટે બાળકની સોનોગ્રાફી તેમજ જો સિઝેરિયન ડીલેવરી થતી હોય તો તે પણ કરી આપે છે અને તે પણ વિનામુલ્યે. જ્યારે તમે કોઈ અન્ય હોસ્પિટલમાં સિઝેરિયન ડીલેવરી કરાવો તો 35000 થી 50000 રૂપિયા જેટલો ખર્ચ થઇ જાય છે. આ ઉપરાંત અહીં સ્ત્રી વિભાગમાં ગર્ભાશયની કોથળીનું પણ ઓપરેશન કરી આપે છે.
હાડકાંનો પણ એક અલગ વિભાગ છે. જ્યાં તેને લગતા દરેક રોગોનું નિવારણ તેમજ હાડકામાં ફેકચર આવ્યું હોય તો તેનું પણ ઓપરેશન કરીને ઈલાજ કરી આપે છે. કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યા કે મગજ સંબંધી બીમારીઓ માટે પણ અલગથી માનસિક રોગીઓનો વિભાગ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત આંખની સમસ્યા માટે, ચામડીના રોગો માટે, દાંત સંબંધી સમસ્યાઓ માટે, નાક કાન ગાળા માટે અને શ્વાસ, દમ, ટી.બી. વગેરે જેવી સમસ્યાઓ માટે અલગ અલગ વિભાગો છે. તેમજ એક જનરલ વિભાગ પણ છે કે જ્યાં ઘણા પ્રકારના નાના મોટા રોગોનું નિદાન કરી આપવામાં આવે છે. જેમ કે બ્લડપ્રેશર, ડાયાબીટીશ, હૃદય રોગ, પિત્તાશય,વાયુ કે અન્ય કોઈ ચેપીરોગો જેવા નાના મોટા રોગોનો ઈલાજ કરવામાં આવે છે.
આ હોસ્પિટલમાં હજુ એક જનરલ સર્જરી વિભાગ પણ આવેલો છે. જ્યાં પેટની બીમારીઓ તેમજ અન્ય નાના મોટા રોગોની સારવાર થાય છે. જેમ જે થઈરોડ ગ્રંથી, પથરી, મસા, સારણગાંઠ, ભખંદર અને સ્તનને લગતા રોગોનો રીપોર્ટ અને ઈલાજ કરી દેવામાં આવે છે. આ હોસ્પિટલમાં એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી, ઇકો, ટીએમટી, ફાર્મસી અને લેબોરેટરી ટેસ્ટ પણ એક પણ રૂપિયો લીધા વગર કરી આપવામમાં આવે છે. તેમજ આ દરેક ટેસ્ટ 24 કલાક ચાલુ જ હોય છે.
આ હોસ્પિટલમાં કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેનું ઓપરેશન ફ્રીમાં કરી દેવામાં આવે છે. તેને જોઈતી દવાઓ પણ ફ્રીમાં જ આપવામાં આવે છે, એટલું જ નહિ દર્દીઓને જમવાનું પણ હોસ્પિટલ તરફથી ફ્રીમાં આપવામાં આવે છે. દર્દીની રહેવા ખાવાપીવા અને ઈલાજની સંપૂર્ણ જવાબદારી હોસ્પિટલ પોતે જ ઉઠાવે છે. તેના માટે દર્દીએ એક પણ રૂપિયો આપવાનો રહેતો નથી.
આ હોસ્પિટલનું નામ છે SMS(શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ) મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ જે અમદાવાદમાં ગાંધીનગર હાઈવે પર તપોવન સર્કલ પાસે ચાંદખેડામાં આવેલ છે. મિત્રો આ લેખ બને એટલો વધારેને વધારે શેર કરજો જેથી કોઈ વ્યક્તિ જેને ઉપર્યુક્ત સારવારની જરૂર હોય તો તે ફ્રીમાં ત્યાં ઈલાજ કરાવી શકે. તેમજ આ હોસ્પિટલની પરોપકારી ભાવના અને ભલાઈના કાર્ય માટે આ લેખને એક લાઈક જરૂર કરજો.
Best job thanks
આ લેખ વાંચી ને ખૂબ આનંદ થયો. સમગ્ર હોસ્પિટલ ના ડોક્ટર થી માંડી હોસ્પિટલ ના હોદેદારો તેમજ હોસ્પિટલમાં આપનાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર. માનવ સેવા એજ પ્રભુ સેવા . જય હિન્દ.જય ભારત. જય જય ગરવી ગુજરાત
Well done donors , trustees,doctors and staff
Good plan and idea