આપણે જોઈએ છીએ કે સડકો પર વાહનો ખુબ જ વધી રહ્યા છે. જેના કારણે દિવસે ને દિવસે ટ્રાફિક વધી રહ્યું છે અને દરરોજ ટ્રાફિકના કારણે આપણી ગાડી એટલે કે કાર ક્યારેકને ક્યારેક તો બીજા ગાડી સાથે ઘસાય અથવા તો ટચ થઈ જતી હોય છે. જેના કારણે આપણી કારને સ્ક્રેચ આવવાની સંભાવના રહે છે.
સ્ક્રેચ સામાન્ય એવા જ પડે છે, પરંતુ તેના કાઢવામાં અથવા તો પેઈન્ટ કરાવવામાં હજારો રૂપિયાનો ખર્ચો થાય છે. તેમજ જો કારની સાઈડ પર સ્ક્રેચ હોય તો દેખાવ ખુબ જ ખરાબ લાગે છે. જેના કારણે ના છૂટકે આપણે કારને વર્કશોપમાં મોકલવી પડે છે અને હજારોનો ખર્ચો કરવો પડે છે.
વર્કશોપ અથવા ગેરેજમાંથી ગાડી આવે એટલે ચમક તો પહેલા જેવી મળી જાય છે, પરંતુ તેમાં ડેંટિંગ, પેન્ટિંગ, રબિંગ, પોલિશનો ખર્ચ ઓછામાં ઓછો 20 થી 25 હજાર જેવો થઈ જાય છે. પણ અમે તમને કહીએ કે સ્ક્રેચ માત્ર 200 રૂપિયાના ખર્ચમાં અને એક જ કલાકમાં ઘર બેઠા દુર થઈ જાય તો ! તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે ઘર બેઠા ગાડીના સ્ક્રેચ દુર કરવાની સસ્તી, સરળ અને કારગર ટીપ્સ… જેનાથી કારની ચમક પહેલા જેવી જ થઈ જશે.
1 ) સ્ક્રેચ કાઢવા માટે પહેલા તો તમારે સેન્ડપેપર, રબિંગ, પોલિશ અને માઈક્રો ફાઈબર ક્લોથની જરૂર પડશે.
2 ) સૌથી પહેલા બારીક નંબરના સેન્ડપેપરને પાણી 15 મિનીટ સુધી પલાળી રાખી દો. સેન્ડપેપર સોફ્ટ થઈ જાય પછી જ્યાં કાર પર સ્ક્રેચ પડ્યા હોય ત્યાં હળવા હાથે રગડો.
3 ) ત્યાર બાદ રબિંગ ક્રિમને જ્યાં જ્યાં સ્ક્રેચ પડ્યા હોય ત્યાં લગાવી દો અને તેને માઈક્રો ફાયબરથી હાથ વડે ગોળ ગોળ ઘુમાવીને ઘસો. તેને સ્ક્રેચની આસપાસની જગ્યા પર પણ હળવું એવું ઘસો. પરંતુ વધુ નહિ કેમ કે રબિંગ ક્રિમ આજુબાજુમાં રહેલ કલર સ્ક્રેચ પડેલ જગ્યાને ભરશે. જો વધુ ઘસવામાં આવે તો આજુબાજુની જગ્યા પરથી કલર વધુ નીકળી શકે છે અને બીજો પેચ અલગ દેખાવા લાગે છે.
4 ) રબિંગ બાદ પાણીથી કપડાને ભીનું કરીને તે જગ્યાને સારી રીતે સાફ કરી લ્યો. ત્યાર બાદ આખી કારને કાર શેમ્પુથી વોશ કરી લ્યો અને કપડાથી બરોબર લુંછીને સુકાવા દો.
5 ) ત્યાર બાદ પોલિશને પૂરી ગાડી પે લગાવી દો અને તેને નવા કપડાથી સારી રીતે ફેલાવી દો. ક્રિમને પૂરી રીતે કાર પરથી હટાવી દો. કેમ કે જો ક્રિમ કાર પર રહી જાય તો તે ધૂળને કાર પર જમા કરે છે. પછી ફરી કારને તરત જ ધોવાની નોબત આવી જાય છે. માટે ક્રિમ હટાવી દો તમારી કાર થઈ જશે એકદમ ચમકદાર, સ્ક્રેચ પણ થઇ ગયા હશે એકદમ ગાયબ.
આ વાતનું રાખવું ખાસ ધ્યાન : આવું માત્ર એવા સ્ક્રેચ પર જ એપ્લાય કરી શકાય છે જે નાના હોય અને કાર પર ડેંટ ન આવ્યો હોય. જો ઊંડો સ્ક્રેચ અને કાર ડેંટ આવ્યો હોય તો કારને ગેરેજમાં જ લઇ જવી જોઈએ. તેમજ ઉપર જણાવી એ પ્રોસેસમાં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે રબિંગ વધુ ન થઇ જાય, નહિ તો કારનો બીજો પેઈન્ટ પણ ખરાબ થઇ શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી