હોમ લોનમાં ભરેલું પૂરેપૂરું વ્યાજ મેળવી લ્યો પાછું, અજમાવો આ સીધું સાદું ગણિત… વ્યાજની સંપૂર્ણ રકમ મળી જશે પાછી…

મિત્રો દરેક જણ પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન જોવે છે. આ સપનું જેટલું કીમતી છે, તેને સાકાર કરવા માટે પણ એટલી જ કિંમત ચૂકવવી પડે છે. એક જ ઘર બનાવવું એ એટલું મોંઘું કામ છે કે મૂડી એકત્ર કરીને ભાગ્યે જ કોઈ તેને પૂરું કરી શકે છે. મોટાભાગના લોકોને મકાન બનાવવા માટે બેન્કથી લોન લેવાની જરૂર પડે છે, જેનું વ્યાજ ચૂકવવા માટે અડધી જિંદગી નીકળી જાય છે અને બેંક જેટલા રૂપિયા તમને આપે છે તેનાથી વધારે વ્યાજ ના રૂપમાં વસૂલ કરે છે. એવું થાય તો કેટલું સારું થાય કે તમારી લોન પણ ચૂંકવાઈ જાય અને વ્યાજના રૂપમાં આપેલા પૈસા પણ પાછા મળી જાય.

આશ્ચર્યચકિત થઈ ગયા ને! સાંભળતા માં જ આ ચમત્કાર જેવું લાગતું હશે. પરંતુ રોકાણની કેટલીક રીતો પણ છે જે આને વાસ્તવિકતામાં ફેરવી શકે છે. તમે જેટલા સમયમાં તમારા હોમ લોન ની ઇએમઆઇ ચૂકવશો તેટલા જ સમયમાં તમારા વ્યાજના જેટલી જ રકમ ભેગી થઈ જશે. તેના માટે તમારે વધારે રોકાણ કરવાની જરૂર પણ નથી. જો તમે ફોર્મ્યુલા પર નજર નાખો, તો તમારા EMIના માત્ર 20% રોકાણ કરીને, તમે લોનની ચુકવણી ન થાય ત્યાં સુધી તમારા વ્યાજની સંપૂર્ણ રકમ વસૂલ કરી શકશો .તમારે ફક્ત મ્યુચ્યુઅલ ફંડની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા આગળ વધવાનું છે.👉 20% SIP, 100% રીટર્ન:- રોકાણ સલાહકારનું કહેવું છે કે તમે જ્યારથી હોમ લોનની ઇએમઆઇ ભરવાનું શરૂ કરો છો ત્યારથી જ એક એસઆઈપી પણ ખોલાવી લો.તેની મુદત તમારી હોમ લોનની મુદત જેટલી જ રાખો. એસઆઈપી ની રકમ તમારે તમારી ઇએમઆઇ ના 20% પણ રાખો છો તો વ્યાજના રૂપમાં આપેલી આખી રકમને વસૂલ કરી લેશો.તો આવો આને એક સરળ કેલ્ક્યુલેશનમાં સમજીએ.

👉 હોમ લોન પર કેટલું વ્યાજ ચૂકવ્યું:- જો તમે 30 લાખ રૂપિયા ની હોમ લોન 20 વર્ષ માટે 9.25% વ્યાજ પર લીધી છે. અત્યારે દરેક બેંકોનો વ્યાજ દર વધેલો છે. આ વ્યાજ પર તમારા દર મહિનાની ઇએમઆઇ 27,476 રૂપિયા થશે. 20 વર્ષના સમગ્ર કાર્યકાળમાં, તમે બેંકને લોન તરીકે કુલ 65,94,241 રૂપિયા ચૂકવશો. આમાં વ્યાજ ના રૂપમાં આપવામાં આવેલી રકમ 35,94,241 રૂપિયા થશે. તે તમને જોવા મળશે કે તમારે તમારી મૂળ રકમ કરતાં વધુ વ્યાજ ચૂકવવું પડે છે.👉 એસઆઈપી થી કેટલું વ્યાજ મળશે:- હોમ લોન પર તમારું EMI આવી રહ્યું છે 27476 અને તમારે તેની 20% રકમ એટલે કે 5,495 ની SIP  ખોલાવવી પડશે. આના પર તમને સરેરાશ 12% રિટર્ન મળશે. પાકતી મુદત સુધી તમારી કુલ રોકાણ રકમ 13,18,800 રૂપિયા હશે. જ્યારે તમને 54,90,318 રૂપિયા પાછા મળશે.  એટલે કે તમને માત્ર વ્યાજના રૂપમાં  41,71,518 રૂપિયાનો ફાયદો થશે.  તમને સ્પષ્ટપણે જોવાશે કે હોમ લોન પર ચૂકવેલા કુલ રૂ. 35,94,241ના વ્યાજ સામે SIP એ તમને રૂ. 41,71,518 પરત કર્યા છે.  એટલે કે વ્યાજ ચૂકવ્યા પછી પણ તમને 5,77,277 રૂપિયાની બચત થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment