પુરુષોની ઉમર તેની પત્ની કરતા શા માટે મોટી હોય છે….. શું રહેલા છે તેના કારણો…..
મિત્રો આપણા સમાજમાં લગ્ન માટે લોકો દ્વારા બનાવવામાં આવેલા ઘણા બધા નિયમો આપણને જોવા મળે છે. તે નિયમો આપણા વડીલો અથવા ઘણા લોકોને કહેતા જોયા હશે. તો મિત્રો આપણે ત્યાં લગ્ન થાય એ સમયે છોકરાના પરિવાર દ્વારા એવું જ પૂછવામાં આવતું હોય છે કે છોકરીની ઉમર કેટલી છે. તો મિત્રો તેનો સીધો સીધો મતલબ છે કે છોકરો હંમેશા એવું ઈચ્છતો હોય છે કે તેની પત્ની સુંદર અને સુશીલ તો મળે જ, પરંતુ તેની ઉમર કરતા નાની પણ હોવી જોઈએ. એટલે કે આપણા ભારતમાં બધા પુરુષો લગ્ન તેનાથી નાની ઉમરની છોકરી સાથે જ કરતા હોય છે.
તો મિત્રો શું તમને તેની પાછળનું સાચું કારણ ખબર છે, કે પતિ હંમેશા તેનાથી ઓછી ઉમર વાળી છોકરી સાથે શા માટે લગ્ન કરે છે. એક કારણ એવું પણ છે કે લોકો દ્વારા કહેવામાં આવે છે કે જો પુરુષ કરતા સ્ત્રીની ઉમર નાની હોય તો લગ્ન જીવન ખુબ જ સુખી રહે છે. તો ચાલો જાણીએ કે શા માટે ઓછી ઉમરની છોકરી સાથે લગ્ન કરવા જોઈએ અને તેનાથી શું ફાયદા હોય છે.
મિત્રો જ્યારે પુરુષ ડેટિંગ માટે કોઈ પણ છોકરી સાથે જાય તો તેની સૌથી પહેલી પસંદ મોટાભાગે ઓછી ઉમર વાળી જ હોય છે. કેમ કે જે વ્યક્તિની ઉમર મોટી હોય તે પરિપક્વ અને સફળ હોય તેવા પુરુષોને છોકરીઓ ખુબ જ પસંદ કરતી હોય છે. કેમ કે મોટી ઉમરના પુરુષો થોડા પરિપક્વ હોય છે. જેના કારણે સ્ત્રીઓ પોતાને સેફ પણ માનતી હોય છે.
બંને વ્યક્તિના દાંપત્ય જીવન સૂત્રમાં બંધાયા બાદ બંને વ્યક્તિએ એકબીજાને ભીતરથી સમજવાની જરૂર હોય છે. તો ત્યારે પતિની ઉમર મોટી હોય તો તેનામાં ધેર્યથી કામ લેવાની સુજ્બુજ હોય છે. જેના કારણે તે પત્નીને સમજાવી શકે અને તેને યોગ્ય રાહ બતાવી શકે. ત્યારે પતિ એક વડીલ તરીકેનું કામ કરે છે.
આ વાત વિજ્ઞાન દ્વારા પણ માનવામાં આવી છે કે પુરુષની ઉમર તેની પત્ની કરતા વધારે હોય તો તેનું વૈવાહિક જીવન ખુબ જ સુખી રહે છે અને જો તેને વધારે સુખમય બનાવવું હોય તો હંમેશા પુરુષ કરતા સ્ત્રીની ઉમર પાંચ વર્ષ ઓછી હોવી જોઈએ. તેનાથી બંનેની અરસપરસ લાગણીઓને એક સમ્માન મળી રહે છે.
મોટી ઉમરના છોકરામાં મેચ્યોરિટી વધારે હોય છે. જ્યારે છોકરી છોકરા કરતા પાંચ વર્ષ નાની હોય ત્યારે તેની મેચ્યોરિટી છોકરા જેટલી જ હોય છે. પરંતુ જો છોકરી મોટી ઉમરની હોય તો લગ્ન જીવનમાં ઘણા બધા મતભેદ થાય તેવી સંભાવના રહે છે. જેની સમસ્યાઓ ઘણી વાર હદથી પણ વધી જતી હોય છે. માટે લગ્ન માટે પુરુષની ઉમર સ્ત્રી કરતા વધારે હોવી જોઈએ.
છોકરી ઓછી ઉમરની હોય તો તે લગ્ન બાદ પુરુષની દરેક વાતને ખુબ જ સરળ રીતે સમજતી હોય છે. ઘણી વાર સ્ત્રીને એક મિત્રની પણ જરૂર હોય છે, તો ત્યારે મોટી ઉમર વાળા પતિ હોય તો તેને એક મિત્ર તરીકે પણ ટ્રીટ કરી શકે. જે પત્નીને સારા મિત્રનો પણ અનુભવ કરાવી શકે છે. જેના કારણે બંનેના જીવનમાં પ્રેમનો કિરણો ખીલતા રહે છે.
છોકરી અને છોકરા વચ્ચે લગ્નબંધન બંધાય ત્યારે છોકરી તેના પિતાનું ઘર છોડીને સાસરે જતી હોય છે. ત્યારે તેવામાં તેને સંભાળવા માટે પતિ એક વડીલ તરીકેની પણ ભૂમિકા નિભાવી શકે છે. જો તેની ઉમર સ્ત્રી કરતા મોટી હોય તો તે બખૂબી નિભાવે છે. તેનાથી સંબંધો વધારે મજબુત અને મીઠા બનતા હોય છે.
જો પત્નીની ઉમર ઓછી હોય તો લગ્ન બાદ શારીરિક સંબંધોમાં પણ પુરુષો દ્વારા ખુબ સારો સહયોગ મળે છે. જેનાથી સ્ત્રીઓને પણ સંબંધો દરમિયાન ખુબ જ સુખદ અનુભૂતિ થાય છે.
તો મિત્રો આપણે જોઈએ છીએ કે આપણા ભારતમાં મોટાભાગના લગ્નબંધનમાં જોડતા લોકોમાં પુરુષોની ઉમર મોટી હોય છે અને સ્ત્રીઓની ઉમર નાની હોય છે. તો મિત્રો તમારું આ વિષયમાં શું કહેવું છે કે સ્ત્રીની ઉમર પુરુષ કરતા ઓછી હોવી જોઈએ કે નહી, કોમેન્ટ કરો..
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google