જાણો હનુમાનજી વિશે… હજુ સુધી આ વાતો નથી જાણતા લોકો….. તેની શક્તિઓ અને જાણકારીઓ…
આજે અમે તમને મહાબલી બજરંગબલીના જીવન વિશે એવા રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. આજે અમે તમને આ લેખમાં બજરંગબલી હનુમાનજી સાથે જોડાયેલ એવી ચમત્કારિક શક્તિઓ અને જાણકારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જાણ્યા બાદ તમને પણ વિશ્વાસ આવી જશે કે આ પૃથ્વી પર કળિયુગમાં જો કોઈ શ્રેષ્ઠ અને હાજર હજૂર દેવતા હોય, તો તે હનુમાનજી છે. તો ચાલો જાણીએ તે મહત્વની ચમત્કારિક શક્તિઓ વિશે.
એક વખત રાજા યયાતિએ ભગવાન શ્રી રામના ગુરુ વિશ્વામિત્રનું અપમાન કર્યું, જેના કારણે ક્રોધિત થઈને વિશ્વામિત્રએ ભગવાન શ્રી રામને રાજા યયાતિને મૃત્યુ દંડ આપવાનો આદેશ કર્યો. ત્યારે રાજા યયાતિ હનુમાનજીના માતા અંજનીના શરણે જાય છે અને પ્રાણ બચાવવાની યાચના કરે છે. ત્યારે હનુમાનજીના માતા અંજની યયાતિને રક્ષા કરવાનું વચન આપે છે. પછી તે યયાતીને પૂછે છે કે યુદ્ધ કોની સાથે લડવાનું છે. ત્યારે માતા અંજની અને હનુમાનજીને ખબર પડે છે કે યુદ્ધ ભગવાન શ્રી રામ સાથે લડવાનું છે.
ત્યારે તેમની માતાના આદેશના કારણે હનુમાનજીએ યયાતિની રક્ષા કરવા માટે ભગવાન શ્રી રામ સામે લડવા જવું પડે છે. પરંતુ હનુમાનજી ભગવાન શ્રી રામ સાથે અસ્ત્રશસ્ત્ર ઉઠાવતા નથી અને માત્ર રામ રામ જપે છે. જેથી ભગવાન રામ દ્વારા થયેલા બધા જ પ્રહાર હનુમાનજી પર નિષ્ફળ જાય છે અને આ જોઇને વિશ્વામિત્ર હનુમાનજીની શ્રદ્ધા ભક્તિ અને વચન જોઇને તેમનાથી ખુશ થાય છે. ભગવાન શ્રી રામને તેના ધર્મ સંકટમાંથી મુક્ત કરી યુદ્ધ રોકવાનો આદેશ આપે છે અને યયાતિને જીવન દાન આપે છે.
અત્યાર સુધી આપણે હનુમાનજીને ભગવાન શ્રી રામની સેવામાં ઉપસ્થિત અને તેમના ધ્યાનમાં લીન થયેલા હોય, તેવું જ સાંભળ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે રામભક્ત હનુમાનજી માતા જગદંબાના પણ સેવક છે. હનુમાનજી માતાની આગળ આગળ ચાલતા હતા અને ભૈરવનાથજી તેમની પાછળ પાછળ ચાલતા એવું કહેવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ તમે એક વાત નોટીસ કરી હોય તો દેશમાં જેટલા પણ માતાના મંદિર છે ત્યાં લગભગ બધી જગ્યાએ તેમની આસપાસ હનુમાનજી અને ભૈરવનાથજી મંદિર હોય છે.
તુલસીદાસજીએ હનુમાનજીની પ્રાર્થના માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બહુક વગેરે જેવા અનેક સ્ત્રોતની રચના કરી હતી. પરંતુ તમે કદાચ નહિ જાણતા હોય કે સૌથી પહેલા હનુમાનજીની સ્તુતિ વિભીષણે કરી હતી. સૌથી પહેલા વિભીષણે હનુમાનજીના શરણે આવીને તેમની સ્તુતિ કરી હતી. તમને એ પણ જણાવી દઈએ કે વિભીષણે હનુમાનજીની સ્તુતિમાં એક ખુબ જ અદ્દભુત અને અચૂક એવા અમુલ્ય સ્ત્રોતની પણ રચના કરી છે.
બ્રહ્માસ્ત્ર વિશે તો તમે ક્યાંકને ક્યાંક સાંભળ્યું જ હશે, કે એ સૌથી શક્તિશાળી અસ્ત્ર છે. જેનો ઉપયોગ પૃથ્વીને નષ્ટ કરવા માટે સક્ષમ છે. પરંતુ તમને જણાવી દઈએ કે અશોકવાટિકામાં હનુમાનજી પર થયેલ બ્રહ્માસ્ત્ર પ્રયોગ તેમના પર બેઅસર રહ્યો હતો. કારણ કે હનુમાનજી પાસે ઘણી અલગ અલગ પ્રકારની શક્તિઓ છે. ચમત્કારિક વાત તો એ છે કે કોઈ પણ વર્દાનની શક્તિ વગર પણ તેઓ મહાન શક્તિશાળી છે.
આપણા ઇતિહાસમાં એવું લખાયેલું છે અને આપણે બાળકોને પણ એવું જ સમજાવીએ છીએ કે રામયણના રચિયતા વાલ્મીકી ઋષિ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વાલ્મીકી ઋષિ પહેલા રામાયણ હનુમાનજી દ્વારા લખાયેલી છે. હનુમાનજીએ હિમાલય જઈને પથ્થરો પર પોતાના નખ દ્વારા રામાયણ લખી હતી. ત્યાર બાદ વાલ્મીકીજીને જ્યારે ખબર પડી ત્યારે તેઓ હિમાલય ગયા અને પથ્થરો પર લખેલી રામાયણ મળી.
હનુમાનજીને આપણે બાધા બાળબ્રહ્મચારી પણ કહીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે હનુમાનજીનો એક પૂત્ર પણ છે. જેનું નામ મકરધ્વજ છે. જે હનુમાનજીની જેમ જ એક વાનર રૂપ અને ખુબ શક્તિશાળી છે અને તેની માતા એક માછલી છે. કથા અનુસાર એવું કહેવાય છે કે હનુમાનજી જ્યારે પોતાની પૂંછ દ્વારા લંકા સળગાવીને ત્યાર બાદ પોતાની પૂંછ પર લાગેલી આગને બુજાવવા સમુદ્રમાં જાય છે. ત્યારે તાપના કારણે હનુમાનજીને પરસેવો વળે છે અને તેમના પરસેવો સમુદ્રમાં રહેલ એક માછલીના પેટમાં જાય છે. જેના કારણે માછલી ગર્ભ ધારણ કરે છે. ત્યાર બાદ પાતાળમાં માછલીનું પેટ કાપવામાં આવે ત્યારે તેમાંથી વાનર સ્વરૂપ એક બાળક નીકળે છે. જેનું નામ મકરધ્વજ રાખવામાં આવે છે. જે હનુમાનના પૂત્ર છે તેવું ગણાય છે.
આ ઉપરાંત બજરંગબલીનું નામ હનુમાન તેમના હોંઠની આસપાસ ઉપસેલા ભાગના કારણે પડ્યું. કારણ કે સંસ્કૃતમાં હનુમાનનો અર્થ થાય છે બગડેલી ઠોન્ડી એટલે કે હોંઠની આસપાસનો ભાગ. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હનુમાનજીને પવન પૂત્ર ગણવામાં આવે છે અને મહાભારતમાં કુંતી પૂત્ર ભીમનો જન્મ પણ પવન દેવના માધ્યમથી થયો હતો. તેથી હનુમાનજી અને ભીમ બંને ભાઈઓ છે તેવું કહેવાય છે.
આજે પૃથ્વી પર સૌથી પ્રમુખ દેવતા પણ હનુમાનજી જ છે. કારણ કે હનુમાનજી દરેક દેવતાઓમાંથી શ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે. તેનું એક કારણ એ છે કે હનુમાનજી પાસે પોતાની જ શક્તિઓ છે. હનુમાનજી પોતે જ પોતાની શક્તિના સંચાલિત છે અને તેમની બીજી શ્રેષ્ઠ વાત એ છે કે પોતે મહાશક્તિશાળી હોવા છતાં પણ ઈશ્વર પ્રત્યે સમર્પિત છે.
સૌથી મહત્વનું કારણ એ છે કે હનુમાનજી પોતાના ભક્તોની મદદે ઝડપથી પહોંચી જતા હોય છે અને આજે પણ તે પૃથ્વી પર જાગૃત દેવતા છે. જેના કારણે જો આજના સમયમાં કોઈ પ્રમુખ અને જાગૃત દેવ હોય તો તે છે હનુમાનજી. અને તેવા જ મહાન દેવતા હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહિ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
જય હનુમાનજી