લગ્ન બાદ બદલી નાખો તમારી આ આદતો, નહિ તો થઈ જશો બરબાદ | મોટાભાગના લોકો કરતા હોય છે આ ભૂલો.

મિત્રો આપણા સમાજમાં લગ્ન એ એવો પવિત્ર સંબંધ છે જેમાં માત્ર બે વ્યક્તિઓ જ નહિ પણ બે પરિવાર એક સંબંધમાં બંધાઈ છે. આથી આ પવિત્ર સંબંધને મજબુત કરવા માટે પતિ અને પત્ની બંનેએ મળીને એકબીજાને સમજવાની કોશિશ કરવી જોઈએ. એકબીજાના સુખ અને દુઃખને સમજવા જોઈએ. એકબીજાની લાગણીઓ સમજવી જોઈએ અને ઘણી વખત ઘણી વાતો જતી પણ કરવી પડે છે. ચાલો તો આવી કેટલીક ટેવ છે જેને લગ્ન પછી છોડી દેવી જોઈએ.

જ્યારે કોઈ વ્યક્તિના લગ્ન થાય છે તો એની પછી તે એકથી બે બની જાય છે. એવામાં જ્યારે તમારા જીવનમાં કોઈ બીજું આવે છે, તો તમારે એની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું જોઇએ. જિંદગી બદલાય જાય છે અને પછી આપણે આ જિંદગીમાં આપણા પાટર્નર સાથે આગળ વધીએ છીએ. પરંતુ કેટલીક વખત જોવા મળે છે કે, લોકોની અંદર ઘણી એવી ટેવ હોય છે જેને કારણે તમારું લગ્ન જીવન તૂટી શકે છે. ચાલો તો તમને આવી કેટલીક ટેવ વિશે જણાવી દઈએ, જેને તમારે લગ્ન પછી બદલી દેવી જોઈએ.શંકા કરવાની ટેવ : કોઈ પણ સંબંધમાં શંકા નહિ પરંતુ વિશ્વાસ ખુબ જરૂરી છે. કેટલીક વખત જોવામાં આવે છે કે, લોકોને દરેક વાત પર શંકા કરવાની ટેવ હોય છે. આ જ ટેવ લગ્ન પછી પણ નથી છૂટતી અને એ પોતાના પાર્ટનર પર પણ શંકા કરવા લાગે છે. એવામાં સંબંધ બગડી જાય છે. એટલે જ્યારે પણ તમને શંકા હોય ત્યારે પાર્ટનર સામે મન ખોલીને વાત કરવી.

સમ્માન ન કરવું : લગ્નનું બંધન સાત ફેરા અને સાત વચનથી બંધાયેલું હોય છે. વર્ષો સુધી ચાલતો આ સંબંધ ત્યારે જ સારી રીતે આગળ વધી શકે છે કે જ્યારે પતિ-પત્ની એક-બીજાનું સમ્માન કરે છે. ચાહે તે પતિ હોય કે પત્ની, બંનેને એકબીજા પ્રત્યે સમ્માનની ભાવના રાખવી જોઈએ. ઘરના અને બહારના લોકોની સામે પણ એક-બીજાનું સમ્માન કરવું જોઈએ. એક બીજાની જરૂરિયાતને ધ્યાનમાં રાખવી જોઈએ, એક બીજાને પ્યાર આપવો જોઇએ.મહેણાં મારવા : કહેવાય છે કે માણસે હંમેશા પોતાની ખોટી ટેવ બદલવી જોઈએ. જેમ કે મહેણાં મારવાની ટેવ. જો તમે પતિ છો અને પોતાની પત્નીને મહેણાં મારીને સંભળાવી દો છો કે, તું ઘરે કરે જ શું છે, તારી પાસે કામ જ શું છે વગેરે. અને જો તમે પત્ની છો અને તમે તમારા પતિને મહેણાં મારો છો તો આ પણ ખોટું છે. મહેણાં અને કટાક્ષ એક હદ સુધી જ સહન થાય છે અને કેટલીક વખત તેનાથી તમારા પાર્ટનરનો મૂડ પણ ખરાબ થઈ શકે છે.

ગુસ્સો કરવો : જ્યાં ગુસ્સો કરવો જોઈએ, ત્યાં ગુસ્સો કરવો ઠીક છે. પરંતુ તમે વગર કારણે અથવા નાની-નાની વાતોને લઈને ગુસ્સો કરો છો, તો પછી તમે ખોટા છો. ઉદાહરણ પ્રમાણે તમે નોકરીએ જાવો છો અને ત્યાં કોઈ વસ્તુને લઈને તમને મનમાં ગુસ્સો આવે છે અને તમે આ ગુસ્સો ઘરે કાઢો છો, તો પછી આ ખોટું છે, આવું કરવાથી તમારા પાર્ટનરનો મૂડ ખરાબ થઈ શકે છે અને સંબંધ પણ બગડી શકે છે. એટલે ગુસ્સો કરવાથી બચવું જોઈએ.પતિ-પત્નીના સંબંધમાં જોવા મળે છે કે, બંને એકબીજાને ખુબ પ્રેમ કરે છે. જો કે એવું કહેવામાં આવે છે કે, જ્યાં પ્યાર  હોય છે ત્યાં નાની- મોટી તકરાર તો થતી રહે છે. અને પતિ-પત્નીનો સંબંધ એવી રીતે ચાલતો રહે છે. પરંતુ કેટલીક વખત આમ નાની-નાની તકરાર પણ મોટી લડાઈનું સ્વરૂપ લઈ લે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment