ગુજરાતના આ ગામમાં એક પણ વ્યક્તિએ નથી કર્યું મતદાન… જાણો તેનું કારણ…

ગુજરાતના આ ગામમાં એક પણ વ્યક્તિએ નથી કર્યું મતદાન… જાણો તેનું કારણ…

તારીખ 23 એપ્રિલ ને મંગળવારના રોજ ગુજરાતમાં મતદાનનું મહાપર્વ હતું. આ વખતે મતદાન એક ઉત્સવ સમાન રહ્યો કારણ કે સમગ્ર રાજ્યમાં લોકોએ ઉત્સાહ સભર મતદાન કર્યું હતું અને લોકશાહીનો ભાગ બન્યા હતા. મિત્રો વર્ષ 2019 માં નવા યુવાન મતદાનોથી લઈને 60 વર્ષને વટી ગયેલા વૃદ્ધોએ પણ મત આપવા બાબતે ખુબ જ ઉત્સાહ દેખાડ્યો હતો. જે રાજ્ય અને દેશની લોકશાહી માટે ખુબ જ સંતોષકારક રહ્યો. તો ઘણા શારીરિક રીતે અક્ષમ લોકોએ પણ મત આપવાનો જબરો ઉત્સાહ જતાવ્યો હતો.

પરંતુ મિત્રો આટલા ઉત્સાહની વચ્ચે ગુજરાત રાજ્યનું એક ગામ એવું રિસાય ગયું કે ત્યાંના એક પણ વ્યક્તિએ મતદાન ન કર્યું.  ત્યાંના લોકોએ આ ચૂંટણીનો અને લોકશાહીમાં ભાગ લેવાના ઉત્સવનો બહિષ્કાર કર્યો એટલે કે ગુજરાતના આ ગામમાં કોઈએ પણ મતદાન ન કર્યું.

અમે વાત કરી રહ્યા છીએ જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામની. 23 એપ્રિલના રોજ ગુજરાત રાજ્યમાં એક તરફ મતદાન કેન્દ્રોમાં મત આપવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી,, તો બીજી તરફ ભણગોર ગામમાં મતદાન કેન્દ્રમાં સુનકાર છવાયેલો હતો. મતદાન કેન્દ્ર પર બેઠેલા અધિકારીઓ મતદારોની રાહ જોતા રહ્યા. પરંતુ એક પણ વ્યક્તિ ત્યાં મતદાન માટે આવ્યું નહિ. લોકો ગામમાં એક જગ્યાએ સાથે મળીને બેઠા રહ્યા, પરંતુ મતદાન કરવા તો ન જ ગયા. તમને જણાવી દઈએ કે ભણગોર ગામમાં આશરે 3444 મતદારોની સંખ્યા છે. પરંતુ તેમાંથી કોઈ પણ મત આપવા માટે રાજી ન થયા. મિત્રો સવાલ એ થાય કે પોતાના પગે ન ચાલી શકતા લોકો લાકડી કે વ્હીલચેરનો સહારો લઈને મત આપવા માટે પહોંચી ગયા હતા. તો પછી એવુ તો શું થયું આ ગામના લોકો સાથે કે તેઓ મત આપવા જ ન ગયા.ગામના પછાત ખેડૂતોને પાક વીમા અને જમીન માપણી બાબતે ઘણા પ્રશ્નો અને સમસ્યાઓ હતી. પરંતુ તે પ્રશ્નોનો તેમને કોઈ જવાબ ન મળ્યો, તેમજ ન તો તેમની સમસ્યાઓનું નિવારણ આવ્યું, જેના કારણે લોકો રોષે ભરાયા હતા. તાલુકા ખેડૂતો છેલ્લા એક મહિનાથી આ બાબતે અંદોલન ચલાવી રહ્યા હતા, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો, એટલું જ નહિ આ બાબત જીલ્લા સુધી પહોંચી, પરંતુ તેમ છતાં પણ ખેડૂતોને વહીવટી તંત્ર દ્વારા સંતોષકારક જવાબ ન મળ્યો. તેથી ગામના લોકોએ મત ન આપવાનો નિર્ણય લઇ લીધો.

સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા સમાધાન કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. પરંતુ ગામના લોકો તો મત ન આપવાના પોતાના નિર્ણય પર અડગ જ રહ્યા હતા. પરંતુ મિત્રો શું મતદાનનો બહિષ્કાર કરવો તે યોગ્ય છે ? આપણો દેશ લોકશાહી છે, અહીં સરકાર આમ જોઈએ તો લોકોની બહુમતીથી જ આવે છે. તો તેવામાં આપણા માટે જો કોઈ પસંદગી રાખવામાં આવે તો તે લોકતંત્રનો બહિષ્કાર કરવો તે કંઈ રીતે વ્યાજબી ગણાય ? આ રીતે બહિષ્કાર કરવાથી તો શાયદ કોઈ જ નિર્ણય નહિ આવી શકે. પરંતુ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે પણ એક સરકારને ચૂંટવી જરૂરી છે.

આજે મિત્રો દેશ ઘણા સંકટોમાં ઘેરાયેલું છે જ્યારે ગુજરાતના લોકો પોતાના આપસી ફાયદા માટે, પોતાના સ્વાર્થ માટે આખા દેશને નુકશાન કરાવી રહ્યા છે. તો આજે આપણો દેશ સંકટમાં છે જ્યારે દરેક મૂળ ભારતીયએ પોતાનું તનમનધન દેશ માટે અર્પણ કરવું જોઈએ. પરંતુ આપણા ગુજરાતમાં દેશનું જે થવું હોય તે થાય, પરંતુ આપણો ફાયદો શું તેના વિશે જ લોકો વિચારે છે. તો મિત્રો આજે એ લોકોમાં થોડી દેશભાવના જગાવો અને જાગૃતિ ફેલાવો જેથી દેશના હિત માટે કંઈક વિચારી શકે. આજે દરેક મૂળ ભારતીય વ્યક્તિએ પોતાનું હિત પછી અને દેશનું હિત પહેલા વિચારવું જોઈએ.

આ બાબતે તમારો શું અભિપ્રાય છે આ વખતે ગુજરાતમાં કોણ વધુ સીટો મેળવશે? 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment