રસોડામાં રહેલા વંદાથી મોટાભાગે મહિલાઓ હેરાન હોય છે. વંદા માત્ર દેખાવમાં ખરાબ હોય છે એવું નથી પણ તે ખોરાકને પણ દૂષિત કરે છે. વંદાને કાઢવા માટે લોકો અનેક પ્રયાસો કરતાં હોય છે, પણ છતાં વંદાથી છુટકારો મળતો નથી. આ માટે કેમિકલ્સ યુક્ત પ્રોડક્ટ પણ વાપરતા હોય છે, જે વાપરવાથી નુકશાન પણ થઈ શકે છે. તો આજે અમે તમને દાદીમાંની બતાવેલી ઘરેલું ટિપ્સ જણાવી રહ્યા છીએ. જેનાથી તમને કોઈ નુકશાન નહિ થાય. ચાલો તેને જાણીએ.
જો રાતના એકવાર લાઈટ બંધ કર્યા પછી જો ભૂલથી બીજીવાર મારે રસોડામાં જવું પડ્યું તો કેટલાક વંદાની લાઈન લાગી જાય છે. પછી તે જ્યાં-ત્યાં સંતાવવા માટેની જગ્યા શોધવા લાગે છે. આ વિના બોલાવ્યા મહેમાન જોઈને મગજ ખરાબ થવા લાગે છે. અને ભગાડવા માટે થઈને બજારમાંથી વંદાથી છુટકારો મેળવવા માટે થઈને કેટલાક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરીને જોઈ લીધું.પરંતુ આ કેમિકલ્સની વંદા પર કોઈ પણ અસર થઈ નહિ. તેમાંથી અમુક મરી જાય છે અને બાકીના બધા આમતેમ નીકળી અને બચી જાય છે. આ સિવાય કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે સારું નથી અને જો રસોડામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો એની ગંધથી જ જમવા પર અસર પડે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. આ સિવાય મેં કેટલીક ઘરેલું ટિપ્સ પણ કરીને જોઈ, પણ વંદા પર આની કોઈ પણ અસર ન થઈ.
કંઈ પણ સમજમાં ન આવી રહ્યું હતું કે શું કરવું ? ત્યારે મારી દાદીમાં દ્વારા મને એક સશક્ત રેસીપી કહેવામાં આવી કે તેનો પ્રયાસ કર્યા પછી, મને 2 દિવસ પછી એક પણ વંદો દેખાયો નથી. કેટલાક મરેલા દેખાયા તો કેટલાક ગાયબ થઈ ગયા. તેથી હું આ ટીપ તમારી સાથે શેર કરી રહી છું, કારણ કે મને ખબર છે કે વધારે મહિલાઓ રસોઈમાં રહેલા વ્ંદાથી ખુબ જ હેરાન હોય છે અને વંદાને ભગાવવા માટે થઈને આવા ઘરેલું ટીપ્સ માટેની શોધ કરતી હોય છે જે કેમિકલ રહિત હોય અને સાથે જ અસરકારક પણ હોય.જો રસોડામાં વંદાથી તમારું જીવન વધુ ખરાબ થઈ ગયું છે તો હેરાન થવાની જરૂર નથી કારણ કે તમે પણ મારા દાદીમાંએ બતાવેલી ઘરેલું ટીપ્સ વાપરી શકો છો, જેને કરવામાં તમારે ફક્ત 2 મિનિટ થશે અને તમે વંદાથી જીવનભર માટે છુટકારો મેળવી શકો છો. આ ટિપ્સની સૌથી સારી વાત એ છે કે, આમાં જોતી દરેક વસ્તુ તમને ઘરમાં આસાનીથી મળી જશે. તમારે ફક્ત બોરિક પાવડર બજારમાંથી ખરીદવો પડશે. તે પણ કરિયાણા વાળાની દુકાનમાંથી સહેલાઈથી મળી જશે. ચાલો તેને બનાવવા માટે અને વાપરવાની રીત વિશે જાણીએ અને સાથે જ જણાવીએ કે આ ટિપ્સ એટલી અસરકારક શા કારણથી છે.
જરૂરી સામગ્રી : બોરિક પાવડર – 25 ગ્રામ, દૂધ – જરૂર પ્રમાણે, ખાંડ – 1 થી 2 મોટી ચમચી, ઘઉંનો લોટ – 25 ગ્રામ.બનાવવાની પદ્ધતિ અને ઉપયોગ કરવાની રીત : આ રેસીપી બનાવવા માટે વાસણમાં બોરિક એસિડ અને દળેલી ખાંડ મિક્સ કરો. પછી તેમાં લોટ અને દૂધને સારી રીતે મિક્સ કરો. પછી તેનો લોટ બાંધીએ એ રીતે બાંધી તેની નાની-નાની ગોળી વાળી લો. રસોડામાં જ્યાં પણ વંદા વધારે દેખાય, ત્યાં આ બનાવેલી એક-એક ગોળી મૂકી દો. પ્રયત્ન કરો કે આ ગોળીઓને ખૂણામાં અને અંધારામાં જ રાખો. આ રીતે કરવાથી 2 દિવસમાં જ વંદા ગાયબ થઈ જશે. પરંતુ તમારા રસોડામાં જો વધારે વંદા છે તો કદાચ અસર થતાં થોડા દિવસો વધારે પણ થઈ શકે છે. તમે મહિનામાં જો આ પ્રયોગ એકવાર કરશો તો વંદા રસોડામાં ફરી પાછા નહિ આવે.
બોરિક પાવડર, લોટ, ખાંડ અને દૂધ જ કેમ ? : વંદા દેખાવમાં તો ખરાબ લાગે છે પણ તે ખોરાકને પણ દૂષિત કરે છે અને કેટલાક રોગોનું કારણ બને છે. આ માટે તેનાથી છુટકારો મેળવવો જરૂરી છે અને ઘરેલું ટીપ્સને ફોલો કરીને તમે વંદાથી છુટકારો મેળવી શકો છો. જ્યારે વંદા અને ખાય છે ત્યારે મરી જાય છે અથવા તો ગાયબ થઈ જાય છે. તેથી જ તે એક કુદરતી ઝેર છે જે દૂધ, ખાંડ અને બોરિક એસિડના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે. વંદા આ મિશ્રણ તરફ સહેલાઈથી ખેંચાઈ આવે છે કારણ કે ખાંડની મીઠાશ વંદાને પસંદ હોય છે અને તે ખેંચાઈને આવે છે.જ્યારે તે આ મિશ્રણને ખાય છે ત્યારે તેમાં રહેલું બોરિક એસિડથી તેના અંગો ફાટવા લાગે છે. આ કારણે તે બહાર જવા માટે જ્યાં ત્યાં ભાગવાનું શરૂ કરી દે છે. બોરિક પાવડર તેને મારવાનું કામ કરે છે કારણ કે બોરિક પાવડર એક કેમિકલ કમ્પાઉન્ડ હોય છે. ઘણા રોગોના વાહક, વંદાને મારવા માટેની આ ખાતરીપૂર્વકની રીત છે જે આપણી સલામતી માટે એક સરળ ઉપાય છે. પરંતુ બોરિક પાવડર એ વંદા માટે જરા પણ સેફ નથી. આ સિવાય તેમાં લોટ અને દૂધ આપણે સારી રીતે મિક્સ કરવા માટે વાપરીએ છીએ. દાદીમાંની બતાવેલી આ ટિપ્સથી તમે પણ હમેશાંની માટે વંદાથી છુટકારો મેળવી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી