મિત્રો, લોકો પોતાને સારું દેખાડવા માટે લોકો અવનવા અખતરાઓ કરતાં હોય છે. પરંતુ આ પાગલપન ત્યારે વધી જાય છે જ્યારે કોઈ તેની પાછળ આંધળી ડોટ મૂકીને ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. અને તેના કારણે પોતાના શરીરને પણ બગાડી નાખે છે. આવી એક ભૂલ જીવનને કેવી રીતે બરબાદ કરે છે તેના વિશે આજે અમે તમને જણાવશું. માટે આ લેખને વાંચવાનું ચૂકશો નહી.
જાણવા મળતી માહિતી અનુસાર ઈરાનમાં વારંવાર કોસ્મેટિક સર્જરી દ્વારા પોતાને નવો લુક આપવાના પાગલપનમાં ઈન્સ્ટાગ્રામ સેલિબ્રિટી સહર તબારની ધરપકડ કરવામાં આવી છે. ચલોટો તેની પાછળ શું કારણ રહેલું છે તે વિસ્તારથી જાણીએ. આ વિશે આગળ વાત કરતાં જાણવા મળ્યું છે કે તસ્નીમ ન્યૂઝ એજન્સીના કહ્યા અનુસાર, સોશિયલ મીડિયા સ્ટાર સહરને તેહરાનની કોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ એજન્સી સાંસ્ક્રુતિક અપરાધ અને સામાજીક નૈતિક ભ્રષ્ટાચારની તપાસ કરે છે.
એવું પણ જાણવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામના સ્ટાર ઉપર ઈર્ષા, નિંદા, હિંસાને ભડકાવવી, અયોગ્ય માર્ગથી કમાણી કરવી આ ઉપરાંત અને યુવાનોને ભ્રષ્ટ કરવાના આરોપ મૂકવામાં આવ્યા છે.
એવું કહેવામા આવે છે કે સહર તે સમયે ઇન્સ્ટાગ્રામ પર ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે પોતાની પ્લાસ્ટિક સર્જરી કર્યા પછીની તમામ તસ્વીરો શેર કરી હતી. જેમાં તે એકદમ બદલાયેલી જોવા મળી હતી.આ સિવાય જાણવા મળતી માહિતી અનુસાર સહરના ઇન્સ્ટાગ્રામ પર 26,800 ફોલોવર્સ છે. તેના દરેક ચિત્ર અને વિડીયોને મોટી સંખ્યામાં ઉપડેટ થાય છે. જેથી તે હોલીવુડ સ્ટાર એન્જેલીના જોલી જેવી દેખાય.
તેના એકાઉન્ટ પર જોવા મળતા ફોટોમાં તેનો અંદરનો ચહેરો, ઉપસેલા હોઠ અને ખુબ પાતળું નાક દેખાય છે. ઘણી વખત, તેના ચિત્રો જોઈને, તે માનવામાં જ નથી આવતું કે આ તેનો અસલી ચહેરો છે. જ્યારે તેની કેટલીક તસ્વીરોમાં તે હિજાબ પહેરીને જ જોવા મળે છે. એક ચિત્રમાં તેના નાક પર પટ્ટી બાંધેલી પણ બતાવવામાં આવી છે.
કહેવાય છે કે તેહરાનમાં નાકની સર્જરી કર્યા પછી આવી પટ્ટી લગાવવામાં આવે છે. કોસ્મેટિક સર્જરી માટે આ દેશ ખુબ જ જાણીતો છે. જેથી અહીં હજારો લોકો વર્ષ ભરમાં ઓપરેશન કરાવવા આવે છે.એવું પણ કહેવાય છે કે ઈરાનમાં સોશિયલ મીડિયાના નામે ફક્ત ઇન્સ્ટાગ્રામ ચલાવી શકાય છે. ફેસબુક અને ટ્વિટર પર સત્તાવાર રીતે પ્રતિબંધ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google