મિત્રો, જ્યારે એવું બને કે પોલીસ સામે જ ઉભી હોય અને તેમ છતાં પોલીસ મુસીબતમાં રહેલ વ્યક્તિની મદદ ન કરી શકે ! અને ફક્ત ઉભા-ઉભા તમાશો જોતી રહે. ત્યારે ખરેખર માણસનું હૃદય પોકાર કરી ઉઠે છે. તો આવી જ એક ઘટના સામે આવી છે, જે ઘટના પોલીસની નજર સમક્ષ બની પરંતુ પોલીસે કંઈ પણ ન કર્યું. તો ચાલો જાણીએ આખી ઘટનાને.
જાણવા મળતી માહિતી અનુસાર 22 વર્ષીય યુવતીએ પોતાના પર કેરોસીન છાંટ્યું અને પોતાને આગ ચાંપી દીધી હતી. તે સમયે પોલીસ તો આવી ગઈ પરંતુ તે છોકરીને બચાવવાને બદલે પુલિસ બહાર બેઠી રહી. આ ઉપરાંત કોઈને અંદર પણ જવા ન દીધા. આશરે ત્રણ કલાક પછી, જ્યારે યુવતીને લાગેલી આગ બુઝાઇ ગઈ ત્યારે એફએસએલની ટીમ આવી હતી. પોલીસ સામે જ યુવતી લગભગ ત્રણ કલાક સુધી જ્વાળાઓમાં સળગતી રહી. પોલીસનો આવો ચહેરો મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં જોવા મળ્યો હતો.પરંતુ અત્યારે આ યુવતીનો સળગવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે આખી વાસ્તવિકતા પ્રકાશમાં આવી હતી. જ્યારે આ વિડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે જ્યારે એફએસએલ મહિલા અધિકારી ચંદા અંજણા ઘટના સ્થળે પહોંચી ત્યારે ભાઉગઢ પોલીસ સ્ટેશનના પ્રથમ ઇન્ચાર્જ આર.સી.ગૌડ સામાન્ય વાતચીત કરતાં દેખાય રહ્યા હતા.
જ્યારે એફએસએલએ રૂમનો દરવાજો ખોલ્યોને તરત જ કહ્યું કે, “સૌ પહેલાં તમે આ આગ ઓલવો.” આ પરથી સ્પષ્ટ જણાય આવે છે કે સ્થળ પર પહેલેથી જ રહેલ પોલીસ કર્મચારી ઉપરી અધિકારીની રાહ જોઇ રહ્યા હતા અને તેમણે સળગતી બાળકીને ત્રણ કલાક સુધી આગમાં જ બળવા દીધી. પોલીસની સામે જ યુવતી સાડા ત્રણ કલાક સુધી સળગતી રહી.
જ્યારે આગળ જાણવા મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાને સંબંધિત કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે આ યુવતી કલાકો સુધી સળગતી રહી હતી, જ્યારે પોલીસ એફએસએલ અધિકારીની રાહ જોવાનું નાટક કરી ચૂપચાપ બેસી રહી હતી. પોલીસે યુવતીને આગથી બચાવી શકે તેવો કોઈ પ્રયાસ જ કર્યો ન હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં પણ ન લઇ ગયા. આ 22 વર્ષીય મહિલાના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા અને તેણી તેના પિતાના ઘરે થોડો સમય રોકાઈ હતી.જ્યારે આ વીડિયો વાયરલ થયો તો હવે કોઈપણ અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર જ નથી. મોટી મુશ્કેલીથી ભાઉગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે જોડાયેલા એસ.ડી.ઓ.પી બ્રિજભૂષણ શર્માએ મીડિયા સામે વાત કરતાં કહ્યું કે, તેઓ જ્યારે પહોંચ્યા ત્યાં સુધીમાં તો યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે આ બાબતે કોઈપણ કાળજી લેવામાં આવી ન હતી. પરંતુ જો આવી કોઈ વાત સામે આવે તો સંબંધિત લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
યુવતીના પિતા કોમલ ટેલરનું કહેવું છે કે, મને જાણ થઈ કે મારી દીકરીએ કેરોસીન છાંટીને આગ ચાંપીલીધી છે ત્યારે હું ઘરે દોડી ગયો હતો. ત્યારબાદ પોલીસને બોલાવામાં આવી હતી. પોલીસે આવીને બારી તોડી. પોલીસ પ્રભારીએ મને અંદર પણ આવવા ન દીધા અને બહાર જ બધાને અટકાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી એફએસએલ અધિકારીઓ મંદસૌર નહીં આવે ત્યાં સુધી તેઓ કંઈપણ નહી કરી શકે. મારી પુત્રી લગભગ સાડા ત્રણ કલાક અંદર સળગતી રહી અને પોલીસ બહાર બેસી રહી. જ્યારે અધિકારી આવ્યા ત્યારે આગને કાબુમાં લેવામાં આવી. જો હું તેને સમયસર હોસ્પિટલમાં લઈ ગઈ હોત, તો મારી પુત્રી બચી ગઈ હોત. આવા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઇએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google