આ ત્રણ મહિનામાં જન્મેલી છોકરીઓ હોય છે સૌથી ખાસ… આવા પુરુષો તેની સાથે કરશે લગ્ન ત્યારે બનશે ખાસ સંયોગ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આ ત્રણ મહિનામાં જન્મેલી છોકરીઓ હોય છે સૌથી ખાસ… આવા પુરુષો તેની સાથે કરશે લગ્ન ત્યારે બનશે ખાસ સંયોગ

મિત્રો છોકરીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે હિંદુ ધર્મ અનુસાર લોકો છોકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માને છે. શાસ્ત્રોમાં છોકરીઓ અને સ્ત્રીઓને પૂજનીય ગણવામાં આવે છે. કહેવાય છે કે તે લક્ષ્મીનું સ્વરૂપ છે. તેથી જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યાં એવું કહેવાય છે કે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થયું. અને તેના જન્મ વખતે થયો હોય છે એક ખાસ સંયોગ..

Image Source :
હા, એ વાત અલગ છે કે આપણા ઈતિહાસમાં એક સમયે દીકરીને દૂધપીતી કરવામાં આવતી અને તેના પર અત્યાચાર કરવામાં આવતા. પરંતુ મિત્રો જે લોકોએ આવું કર્યું હતું તેના માટે શાસ્ત્રોમાં કહેવાયું છે કે તે લોકોથી માતા લક્ષ્મી નારાઝ થઇ ગયા હતા. પરંતુ આપણા હિંદુ ધર્મમાં શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તો છોકરીઓ માતા લક્ષ્મીનો અવતાર છે અને તેનો આદર સમ્માન કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

પરંતુ મિત્રો શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જન્મનો મહિનો છોકરીઓને વધારે ભાગ્યશાળી, શુભ બનાવે છે. તેમજ તે સાક્ષાત લક્ષ્મીનો અવતાર મનાય છે. આ મહિનામાં જન્મ લેનાર છોકરીઓ માત્ર ઘર માટે જ ભાગ્યશાળી ગણાય છે એટલું જ સીમિત નથી પરંતુ આ છોકરીઓ પરણીને જ્યાં સાસરે જાય છે તેને પણ ભાગ્યશાળી બનાવી દે છે.

Image Source :
આ મહિનાઓમાં જન્મ લેનાર છોકરીઓ માટે કહેવાય છે કે તે ઘરમાં બધા દ્વારા આદરણીય હોય છે અને તે ઘરમાં બધાના દિલમાં રાજ કરે છે. તે દરેક વ્યક્તિ સામે પોતાની જાતને ખુબ જ સુંદર રીતે રજુ કરી શકે છે. તો ચાલો જાણીએ મિત્રો કે ક્યાં મહિનામાં જન્મ લેનાર છોકરીઓ હોય છે સાક્ષાત માતા લક્ષ્મીનો અવતાર. જાણો કે ક્યાંક તમે છોકરી હોય તો ક્યાંક તમારો જન્મ આ મહિનામાં તો નથી થયોને અથવા તો તમારી પત્નીનો જન્મ પણ આ મહિનામાં તો નથી થયો ને.

સૌથી પહેલો મહિનો છે તે ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં જન્મ લેનાર છોકરીઓનો સ્વભાવ ખુબ જ શાંત હોય છે. આ મહિનામાં જન્મ લેનાર છોકરીઓને પરણ્યા બાદ સારું ઘર તો મળે છે પરંતુ તેનીઓ સાથે સાથે તેને ખુબ સારો પરિવાર પણ મળે છે અને આ છોકરીઓ હંમેશા શુભ મનાય છે. તેના આગમનથી ફાયદો થાય છે. આ છોકરીઓ બધા માટે લક્કી સાબિત થાય છે.Image Source :

બીજો મહિનો છે એપ્રિલ. તો મિત્રો વાત કરીએ એપ્રિલ મહિનામાં જન્મ લેનાર છોકરીઓની તો શાસ્ત્ર અનુસાર આ મહિનો ખુબ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મ લેનાર છોકરીની ગ્રહ ચાલ ખુબ જ તેજ હોય છે જે દરેક સફળતા સુધી પહોંચાડે છે. આ છોકરીઓના પરિવારમાં ક્યારેક કોઈ કમી નથી રહેતી. એટલું જ નહિ પરંતુ આ છોકરીઓ પરણીને જે ઘરમાં જાય છે ત્યાં તે લોકોના ભાગ્યને બદલી દે છે. જેથી તે પરિવારને ક્યારેય હાર કે મુસીબતોનો સામનો કરવો પડતો નથી.

મિત્રો હવે પછી છે જુન મહિનો. તો જુન મહિનામાં જન્મ લેનાર છોકરીઓ ખુબ જ ભાગ્યશાળી ગણાય છે. આમ તો આ મહિનો બાળકોના જન્મ માટે અશુભ ગણાય છે પરંતુ મિત્રો જો આ મહિનામાં કોઈ છોકરીનો જન્મ થાય તો તે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ ગણાય છે. આ મહિનામાં જન્મ લેનાર છોકરીઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખુબ મહેનત કરતી હોય છે. અને તેનું શુભ ફળ પણ તેને મળે છે. આ ઉપરાંત અન્ય વ્યક્તિઓની સામે આ છોકરીઓ પોતાને સાબિત કરવામાં સક્ષમ હોય છે.

સપ્ટેમ્બર મહિનામાં જન્મ લેનાર છોકરીઓની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર આ ત્રણેય ગ્રહોનું મિલન થાય છે. અને તે મિલન થવાને કારણે આ મહિનામાં જન્મ લેનાર છોકરીઓ ખુબ જ ધનવાન હોય છે. એટલું જ નહિ પરંતુ આ છોકરીને વિવાહ બાદ પણ ખુબ સારું ઘર મળે છે તે ધનધાન્યથી ભરપુર હોય છે. આ ઉપરાંત આ છોકરીઓને ક્યારેય જીવનમાં કોઈ પણ કમી નથી રહેતી.

જયારે આ ત્રણેય મહિનામાં જન્મેલ સ્ત્રીઓ સાથે મહેનતી અને લાગણીશીલ પુરુષના લગ્ન થાય તો આ ત્રણેય મહિના માં જન્મેલી કન્યાઓના ભાગ્યમાં ચાર ચાંદ  જાય છે..અને પુરુષને પણ તેની મહેનતનું ખાસ પરિણામ જોવા મળે છે. 

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment