મૃત્યુ બાદ ગરુડ પુરાણ બેસાડવાનું શા માટે જરૂરી હોય છે ? મોટાભાગના લોકો નથી જાણતા આ હકીકત અને રહસ્ય…

જેમ કે તમે જાણો છો તેમ સનાતન ધર્મમાં કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ બેસાડવાનું ચલણ રહ્યું છે. એવી માન્યતા છે કે ગરુડ પુરાણના પાઠથી મૃત વ્યક્તિની આત્માના શાંતિ મળે છે અને તે મૃત્યુ પછી સદગતીને પ્રાપ્ત કરે છે. તેમજ તેનાથી તેના પરિવારના લોકોને તેના જીવનમાં સારા કર્મો કરવાની પ્રેરણા મળે છે. 

આ સિવાય તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણ માત્ર મૃત્યુ અને મૃત્યુ પછીની સ્થિતિઓનું જ વર્ણન નથી કરતુ. તેમાં કુલ મળીને 19 હજાર શ્લોક છે. જેમાંથી 7 હજાર શ્લોકમાં જ્ઞાન, ધર્મ, નીતિ, સ્વર્ગ, નર્ક અને વ્યવહારિક જીવનની બધી જ વાતો કરવામાં આવી છે. આ બધી વાતો લોકોને ધર્મના માર્ગે ચાલવા માટે પ્રેરીત કરે છે. અહી વિસ્તારથી જાણી લો મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવાનું શું મહત્વ રહેલું છે ?

મૃતની આત્મા : ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી વ્યક્તિની આત્મા 13 દિવસો માટે પોતાના જ પરિવારના લોકોની વચ્ચે ભટકતી રહે છે અને જો આ સમયે તે આત્માને ગરુડ પુરાણ શ્રવણ (સાંભળવાનો) કરવાનો મોક્કો મળે તો તેની આત્માને શાંતિ મળે છે. અને સાથે તેને અન્ય જગ્યાએ ભટકવું નથી પડતું. એવી પણ માન્યતા છે કે આ સમયે મૃત વ્યક્તિની આત્મા ખુબ જ સરળતાથી પરિવારજનો પ્રત્યેના મોહને ત્યાગી શકે છે. કારણ કે તેને ગરુડ પુરાણથી મુક્તિનો માર્ગ ખબર પડી જાય છે. ત્યારપછી તે બધા જ સંતાપ છોડીને સદગતીને પ્રાપ્ત કરે છે. આ સમયે તેની આત્મા પિતૃલોકમાં ચાલી જાય છે અથવા તો તેને બીજો જન્મ મળી જાય છે. 

પરિવારજનોને જ્ઞાન : આ મહાપુરાણ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર, નિષ્કામ કર્મના મહત્વને પણ જણાવે છે. આ સમયે તેનો પાઠ સાંભળ્યા પછી મૃત વ્યક્તિના પરિવારજનોને જીવનને ધર્મ પૂર્વક જીવવાનો નિયમ અને ઉપાય વિષે જાણકારી મળે છે. સાથે જ કર્મોના આધારે આત્માની યાત્રા વિશે પૂરું જ્ઞાન પણ મળી જાય છે. આમ તે બધી વાતોને જાણ્યા પછી પોતાના જીવનને સુધારી શકે છે.

કર્મને સુધારવાનો મોક્કો : મિત્રો જીવનમાં જે બની ગયું છે, તેને કોઈપણ વ્યક્તિ બદલી નથી શકતું. પણ એક વાત યાદ રાખો કે આવનાર સમયને આપણે આજના કર્મના પ્રભાવના આધારે બદલી જરૂર શકીએ છીએ. તેમજ મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવાથી તેમજ આ ગરુડ પુરાણ સાંભળવાથી તેના પરિવારજનો સાચા અને ખોટા કર્મ વચ્ચેના તફાવતને સરળતાથી સમજી શકે છે.

તેના પરિવારના લોકો ગરુડ પુરાણની વાતો યાદ કરીને પોતાના ભવિષ્ય અને મૃત્યુ પછી પોતાની ઉચ્ચ ગતિ અથવા તો ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં વ્યસ્ત થઇ જાય છે. તેમજ આ વાતો સાંભળીને તે પોતાના કર્મની ગતિને સુધારવાની કોશિશ કરવા લાગે છે. આમ તેની પણ મૃત્યુ પછી સદગતી થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment