આ દુનિયામાં હોય છે આ ત્રણ પ્રકારના લોકો ! આ સ્ટોરી પરથી જાણો તમે ક્યાં પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો….

એક ખુબ મોટું સમુદ્રી જહાજ ડૂબવાની તૈયારીમાં હતું. લોકોમાં ખુબ જ અફરાતફરી મચેલી હતી, તેમાં લગભગ 500 જેટલા યાત્રીઓ સફર કરી રહ્યાં હતા. ડરના માર્યા દરેક યાત્રીઓ બૂમાબૂમ કરી રહ્યાં હતા. જહાજના કેપ્ટને લાલ રંગના ગોળા હવામાં ફોડ્યા. જેથી કોઈ જુએ તો મદદ માટે દોડી આવે, અને જો કોઈ આવે તો જ સૌના જીવન બચી શકે એ એક જ સંભાવના હતી.

ઘોર અંધારી રાત્રીનો સમય હતો, જહાજથી લગભગ 8 -10 કિલોમીટર દૂર એક ડાકુ લુંટારાઓનું જહાજ હતું. ગેંગમાંના એક સદસ્યએ હવામાં ઉડતા લાલ ગોળા જોયા અને ગેંગના મુખિયાને કહ્યું, ‘સરદાર, સામે એક જહાજ મુસીબતમાં લાગે છે, આપણે એને બચાવવા જોઈએ.’ સરદારે કહ્યું, અરે ના હો, એ બધાનું જે થવું હોય એ થાય, આપણે કંઈ જ કરવાનું નથી થતું, આપણે જઈશું ને તો આપણે એને તો બચાવી લઈશું. પરંતુ આપણને કોઈ પકડીને જેલ ભેગા કરી દેશે એનું શું ? અને હા, અહીંયા આપણા પોતાના ખાવાના વાંધા છે પેલા એનું પુરુ કરો, બીજાની ચિંતા પછી કરજો. આપણે બચાવવા નથી જવું.

15 – 20 કિલોમીટર દૂર એકબીજા જહાજમાં એક કપ્તાન પોતાના કર્મચારીઓ સાથે જઈ રહ્યો હતો, એણે પણ હવામાં ઉડતા આ લાલ ગોળા જોયા, અને મનમાં વિચાર્યું, ઘોર અંધારી રાત્રીનો સમય છે, અત્યારે જશું ને તો આપણે ખુદ પણ ફસાઈ જશું. થોડું અજવાળું થાય પછી જઈએ, ત્યાં સુધી ઈશ્વર આ બધાની રક્ષા કરે, એમ વિચારીને એણે પોતાની યાત્રા ચાલુ રાખી.ઠીક એ જ સમયે, 65 – 70 કિલોમીટર દૂર એક ત્રીજું જહાજ કે, જે આ જહાજથી ઉલ્ટી દિશામાં જઈ રહ્યું હતું. એના કપ્તાને આ જીવ બચાવવા વાળા લાલ રંગના ગોળા જોયા, કંઈ પણ વિચાર્યા વગર તરત જ પોતાનું જહાજ વાળ્યુ, અને તે જહાજ તરફ આવ્યા, આ જહાજના પહોંચતી વખતે 500 માંથી લગભગ 200 જેટલા યાત્રી સમુદ્રમાં ડૂબી મૃત્યુ પામ્યા હતા. જ્યારે 300 જેટલા યાત્રી હજુ પણ પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યાં હતા. 70 કિલોમીટર દૂરથી આવેલા આ જહાજ દ્વારા આ 300 યાત્રીઓને સકુશળ બચાવી લેવામાં આવ્યા, સવાર થતા જ્યારે બીજુ જહાજ ડૂબેલા જહાજ પાસે પહોંચ્યું. પેલા 200 યાત્રીઓ માટે મોત પોતાનું કાર્ય પૂરુ કરી ચૂક્યું હતું.

200 જણાની લાશ જોઈને બીજા જહાજના કપ્તાને ફક્ત એટલું જ કહ્યું, ‘ભગવાન એમની આત્માને શાંતિ આપે.’  એ જહાજના નીકળ્યા પછી પહેલું જહાજ જે લૂંટારુઓનું હતું એ ડૂબેલા જહાજની નજીક આવ્યા અને ડૂબેલી લાશના કિંમતી ઘરેણાંઓને કિંમતી સામાન લૂંટીને ચાલ્યા ગયા.મિત્રો આ દુનિયામાં પણ આ ત્રણ પ્રકારના માણસો તમને જોવા મળશે. પહેલા માણસો સ્વાર્થવાદી, જે દરેક વખતે ફક્ત પોતાનો જ સ્વાર્થ ગોતશે, જેને દુનિયા સાથે કંઈ લેતી દેતી નથી, લોકો મરે કે જીવે એને એનાથી કોઈ જ ફરક પડતો નથી. કોઈ પણ પરિસ્થિતિમાં એને માત્ર પોતાનો જ ફાયદો દેખાશે.

બીજા પ્રકારના માણસો જે અવસરવાદી હશે. પોતાની સહુલિયત પ્રમાણે જ મદદ કરશે, જો જેવું તેવું સંભવ હશે તો મદદ માટે ના પાડી દેશે. અને ત્રીજા હોય છે સેવાર્થવાદી, જે દરેકની તકલીફોમાં અડીખમ ઉભા હોય છે. કોઈની મદદ કરવી ઈશ્વરનો આદેશ સમજીને પાલન કરે છે. કોઈની મદદ માટે હરપળે તૈયાર રહે છે. મિત્રો, અત્યાર સુધી તમારું જીવન જેવું ગુજર્યુ હોય તેવું પરંતુ આ દિવાળીએ એક સંકલ્પ કરીએ આપણાથી બની શકે એટલા સેવાર્થવાદી બનીએ, બની શકે એટલી કોઈની મદદ કરીએ, આપણી કરેલી દરેક મદદ ઈશ્વરના ચોપડે લખાતી જ જતી હોય છે. માટે હવેથી પોતાનો સ્વાર્થ મૂકીને સેવાર્થના કામમાં જોડાઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment