ભારતમાં સૌથી પહેલા આ જગ્યા પર ઉગે છે સૂર્ય… એક વાર અવશ્ય જવું જોઈએ.

જો આ પૃથ્વી પર સૂર્ય પ્રકાશ ન હોત તો કદાચ જનજીવન શક્ય ન હોત. પરંતુ કુદરતના પંચતત્વ જો પૃથ્વી પર ન હોય તો લગભગ કોઈ પણ જીવનો અવકાશ ન હોત. પરંતુ આ પાંચ તત્વએ આપણને જીવંત રાખ્યા છે. તો આજે અમે તેમાંથી એક મહત્વની વસ્તુ અગ્નિ, એટલે કે પ્રકાશ વિશે જણાવશું. કેમ કે આપણી દિવસની શરૂઆત જ પ્રકાશ દ્વારા થાય છે. જો એક દિવસ પણ પ્રકાશ જમીન પર ન આવે તો જીવન અસ્તવ્યસ્ત બની જાય છે. તો આજે અમે તમને જણાવશું કે ભારતમાં કંઈ જગ્યા પર સૌથી પહેલા સૂર્યનો પ્રકાશ પડે છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.

મિત્રો ભારતમાં જે જગ્યા પર સૌથી પહેલા સૂર્યનો પ્રકાશ આવે છે એ સ્થાનને ઉગતા સુરજની ભૂમિ કહેવામાં આવે છે. તો મિત્રો એ ઉગતા સુરજની ભૂમિ અરુણાચલ પ્રદેશને કહેવામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં એ સ્થાન આવેલું છે જ્યાં ભારતમાં સૌથી પહેલા સૂર્યના કિરણો પડે છે. મિત્રો આ જગ્યાને ખુબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. કેમ કે આદિ દેવ સૂર્યનારાયણના સૌથી પહેલા કિરણો આ ભૂમિ પર પડે છે. અરુણ એટલે કે સૂર્ય અને ચલનો અર્થ થાય ઉદય થવો અથવા આગળ વધવું. એટલે કે અરુણાચલનો અર્થ છે સૂર્યનો ઉદય થવો. ભારતના આ એક માત્ર રાજ્ય છે જ્યાં સૌથી પહેલા સૂર્યના કિરણો પોતાના કદમ રાખે છે. અરુણાચલ પ્રદેશની ડોંગ વેલીની દેવાંગ ઘાટી એવી જગ્યા છે, જ્યાં દિવસ અને રાતનું ચક્ર ભારત દેશના બીજા રાજ્ય અને ભાગો કરતા ખુબ જ અલગ જોવા મળે છે.

અરુણાચલમાં ચાઈના અને મ્યાનમારની બોર્ડર પર આવેલું ભારતનું આ સ્થાન છે ત્યાં લગભગ અઢી કલાક વહેલો સૂર્ય ઉગી જાય છે. એટલે ત્યાં રોજ લગભગ 4 વાગ્યા આસપાસ સૂર્ય પોતાના કિરણોને જમીન પર રેલાવે છે અને ત્યાં બધું પ્રકાશિત કરે છે. ત્યાં રાત્રે ત્રણ વાગ્યે તો સૂર્યની લાલીમાં પણ દેખાવા લાગે છે. ધીમે ધીમે ચાર વાગતા સૂરજ પણ ઉગી જાય છે.

સૂર્યના પહેલા કિરણોને જોવા માટે નવા વર્ષમાં ઘણા બધા ટુરિસ્ટ દેવાંગ ઘાટી આવે છે. આ ઘટી સમુદ્રતટ પરથી 2655 મીટરની ઉંચાઈ પર આવેલું છે. જે લોહિત જીલ્લાના મૈકમોહન લાઈનની પાસે જ છે.

પરંતુ મિત્રો સૌથી ખાસ વાત એ છે કે, જ્યારે દિલ્લીમાં બપોરના 4 વાગ્યા હોય છે, તે સમયે ત્યાં રાત પણ થઇ જાય છે. દેશના પૂર્વમાં હોવાના કારણે અરુણાચલ પ્રદેશમાં કિરણો પહેલા પહોંચે છે. પરંતુ આ બાજુ  પશ્વિમ દિશામાં સ્થિત ગુજરાત એવું રાજ્ય છે જ્યાં સુરજની કિરણો સૌથી છેલ્લે કિરણો પહોંચે છે.

તો મિત્રો હવે તમે જાણી લીધું કે ભારતમાં સૌથી પહેલા સૂર્યોદય કંઈ જગ્યા પર થાય. જો તમને પણ ક્યારેક અવસર મળે તો અરુણાચલ આ જગ્યા પણ અવશ્ય જવું જોઈએ. જ્યાં સૌથી પહેલા સૂર્યના કિરણો પડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

1 thought on “ભારતમાં સૌથી પહેલા આ જગ્યા પર ઉગે છે સૂર્ય… એક વાર અવશ્ય જવું જોઈએ.”

Leave a Comment