આપણે સૌ જાણીએ છીએ કે 25 જુનાના રોજ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું. ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ આવી ગયા છે. જેમાં રાજ્યનો સરેરાશ વરસાદ 43.77% જેટલો નોંધાયો છે. પરંતુ હવે વાત કરીએ ત્રીજા રાઉન્ડની તો ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ માટે લોકોએ તૈયાર રહેવું જોઈએ. જેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
ગુજરાત પર વરસાદનો ત્રીજો રાઉન્ડ આવવા માટે તૈયાર છે, જેનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. આ વખતે ત્રીજા રાઉન્ડની આગાહીનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું એવું અનુમાન છે કે, 15 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવા લાગશે. આ નવી સિસ્ટમના કારણે આપણા રાજ્યમાં પણ વરસાદ આવી શકે છે. વરસાદનો આ રાઉન્ડ 17 થી 20 જુલાઈ આસપાસનો હશે.
અંબાલાલે કહ્યું કે, 20 જુલાઈનું વહન દબાણ બદલી પણ શકે છે. જેમાં એવું છે કે 20 જુલાઈનું વહન જબરદસ્ત પણ હોય શકે. તેમજ 23 જુલાઈના પણ એક લો પ્રેશર બની શકે. જુલાઈમાં વારફરતી બે સિસ્ટમ બનશે. વારાફરતી બનતી આ બંને સિસ્ટમ ગુજરાતમાં વરસાદ આવવાના સંકેતો આપે છે. તેમજ ઓગસ્ટ મહિનામાં પણ વારાફરતી બે સિસ્ટમ આવી રહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જણાવે છે કે, 25 જુલાઈથી લઈને ઓગસ્ટ મહિનાની 8 તારીખ સુધી વરસાદ રહેશે. જેમાં 2 થી 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદ આવશે. તેમજ ઓગસ્ટ મહિનામાં 8 તારીખના રોજ ફરીવાર ગુજરાતમાં વરસાદી માહોલ બની શકે છે. પરંતુ 17 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટી જશે. ટૂંકમાં વરસાદની વધઘટ થઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 11 જુલાઈથી કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વિરામ લેશે તેવી આશંકા છે. હવામાન વિભાગની વેબસાઈટમાં આપેલ માહિતી અનુસાર આજથી એટલે કે 11 જુનના રોજ ગુજરાતમાં એક દિવસ માટે વરસાદ નહિ આવે, એવી આગાહી છે. તેમજ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ આવી શકે છે તેમ છે, જેમાં દીવ, દમણ અને દાદરા નગર હવેલીનું નામ છે. જેમાં આજના દિવસે ભારે કે અતિભારે વરસાદ થાય એવી કોઈ શક્યતા જાહેર નથી કરી.
ગુજરાતમાં હાલ શરુ ચોમાસાનો કુલ સરેરાશ 43.77% વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી કચ્છમાં નોંધાયો જેમાં કુલ 112.07% નોંધાયો છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 63.14% જેટલો નોંધાયો છે, ઉત્તર ગુજરાતમાં પણ 45.24% વરસાદ વરસ્યો છે, તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 32.36% વરસાદ નોંધાયો છે. સાથે ગુજરાતના પૂર્વ ઝોનની અંદર 30.16% જેટલો સિઝન કુલ વરસાદ નોંધાયો હતો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી