દોસ્તો આજે ફોનના કારણે એક બાજુ જોઈએ તો આ દુનિયા ખુબ નાની થઈ ગઈ છે. પરંતુ મોબાઈલના જેમ ફાયદા છે તેમ તેના નુકસાન પણ ખુબ છે. ઘણીવાર આપણી એક ભૂલના કારણે આપણો મોબાઈલ ખરાબ થઈ જતો હોય છે. તો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. તો મિત્રો ચાલો જાણીએ કે શું છે આખી ઘટના.
જેમ કે તમે લોકો જાણતા જ હોય છે, કે શાઓમીનો Redmi Note 7sની સિરીઝનો મોબાઈલ ભારતમાં ખુબ જ પ્રખ્યાત છે. જ્યારે રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે Redmi Note 7sમાં આગ લાગી ગઈ. પરંતુ જ્યારે કંપનીને પૂછવામાં આવ્યું તો કંપનીએ કહ્યું કે, આ નુકસાન યુઝર્સના કારણે થયું છે. શાઓમી ભારતની નંબર -1 સ્માર્ટફોન કંપનીઓ માંથી એક છે અને અગાઉ કહ્યું તે અનુસાર રેડમી નોટની સિરીઝ ઘણી લોકપ્રિય છે. એક સમાચાર મુજબ Redmi Note 7s માં આગ લાગી હતી. જ્યારે મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન માટે યુઝરે એવો દાવો કર્યો છે કે ફોનનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવી રહ્યો હતો અને આગ સમયે તે ચાર્જમાં પણ ન હતો.
આ સિવાય અહેવાલ મુજબ આવી જ એક ઘટના મુંબઈમાં બની છે અને ઈશ્વર ચૌહાણે ફેસબુક પર તેની સંપૂર્ણ માહિતી લખી છે. તેમણે લખ્યું છે કે, Redmi Note 7s ઓક્ટોબરમાં ફ્લિપકાર્ટ પાસેથી ખરીદવામાં આવ્યો હતો. ફોન ટેબલ પર મૂક્યો હતો અને અચાનક બર્નિંગની ગંધ આવવા લાગી અને જ્યારે તેઓએ જોયું તો ફોન બળી રહ્યો હતો.
જ્યારે ગ્રાહકે શાઓમી સાથે વાત કરી અને કેસ વિશે બધી માહિતી આપી. તો પાંચ દિવસ પછી, જ્યારે શાઓમીએ ફોન તપાસો ત્યારે તેમને એવું જાણ્યું કે તે ફોન અથવા બેટરીની ખામીને કારણે નથી, પરંતુ ગ્રાહકને કારણે આવું થયું છે. જો કે, ગ્રાહકે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેઓ કંપનીની વેચાણ પછીની સેવાથી ખુશ નથી.શાઓમીએ આ ઘટના અંગે એવું નિવેદન જાહેર કર્યું છે કે, કંપનીએ TOI ને કહ્યું છે કે આ ગ્રાહક દ્વારા કરવામાં આવેલું નુકસાન છે. વાઇબ્રેને કહ્યું છે કે શાઓમીના ઉત્પાદનોની ગુણવત્તા કંપનીની પ્રથમ અગ્રતા છે. ગ્રાહકોએ છેલ્લા પાંચ વર્ષથી કંપની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વિશેષ કિસ્સામાં, અમે ખુબ જ ગંભીરતાથી તપાસ કરીએ છીએ અને જાણવા મળ્યું છે કે આ નુકસાન બાહ્ય દળ દ્વારા કરવામાં આવ્યું છે અને તેથી તે ગ્રાહકને નુકસાન તરીકે ગણવામાં આવશે.
જ્યારે અહીં નોંધપાત્ર વાત એ છે કે, અગાઉ પણ AIIMS ના ડો.અંકુર દ્વારા આવી જ ફરિયાદ કરવામાં આવી હતી. વધુમાં એવું જાણવા મળ્યું છે કે રેડમી નોટ 4 ટેબલ પર મૂક્યો હતો અને અચાનક તેમાં આગ લાગી હતી. તે પછી કંપનીએ એમ કહ્યું હતું કે ફોન ફાટેલો હોવાથી કંપની તેના અડધા નાણાં શરતો સાથે પરત કરશે. શરત એ હતી કે આ ફોન જમા કરાવીને, તે જ ફોન ફરીથી ખરીદવાનો હતો અને આ માટે તેમના માટે અડધા પૈસા ઓછા કરવામાં આવશે. અંકુર આનાથી ખુશ ન હતો અને આથી તેણે કન્ઝ્યુમર કોર્ટમાં જવાનું પણ કહ્યું હતું.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google