બોલીવુડના મશહુર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યું સુસાઇડ, જાણો શું છે આત્મહત્યા પાછળ કારણ.

મિત્રો જીવન અને મૃત્યુ વચ્ચે ખુબ જ ઘાટો સંબંધ છે, પરંતુ જ્યારે બોલાવ્યા વગર મૃત્યુ આવી જાય ત્યારે તેને હજમ કરવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. તો મિત્રો બોલીવુડની એક ખુબ જ દુઃખદ વાત સામે આવી છે. બોલીવુડના જાણીતા અને ટીવીના મોસ્ટ પોપ્યુલર સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે જિંદગી સામેની જંગમાં હારીને મૃત્યુને ગળે લગાવ્યું છે. તેઓએ આત્મહત્યા કરીને પોતાના જીવનને ટુંકાવ્યું છે. જેની ખબરે સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીધો છે.

લગભગ દરેક લોકો સુશાંત સિંહના સુસાઇડ કરવા પાછળનું કારણ જાણવા ઈચ્છે છે, પરંતુ તેનું સાચું કારણ સામે આવ્યું નથી. પરંતુ મિત્રો ખુબ જ બહેતરીન કલાકારના ગુજરી જવાથી ટીવી અને બોલીવુડ બંને જગતમાં નુકશાન થયું છે. કોરોના મહામારીની વચ્ચે પહેલા જ બે સુપર સ્ટારનું અવસાન થયું છે અને હવે મશહુર કલાકાર સુશાંત સિંહ પણ અલવિદા કહી ગયા છે. સુશાંત સિંહની ઉંમર માત્ર 34 વર્ષ જ હતી. તેઓએ આટલી નાની વયમાં દુનિયાને અલવિદા કહી દીધું. તેના કારણે આખા બોલીવુડમાં સન્નાટો થઈ ગયો છે.  તમને જણાવી દઈએ કે, હાલમાં જ એક્ટર સુશાંત સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેની માતા સાથેની એક બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીર શેર કરી હતી. તે પોસ્ટને તેના ફેન્સે ખુબ જ પસંદ કરી હતી. સુશાંત સિંહના ઇન્સ્ટાગ્રામ પર 9.8 મિલિયન ફોલોવર્સ છે. જે તેની એક એક પોસ્ટનો ખુબ જ બેસબ્રીથી ઈંતઝાર કરતા હતા. પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયામાં નહિ આવે, કેમ કે આ દુનિયાને સુશાંત અલવિદા કહી ગયા છે.

એટલું જ નહિ, બોલીવુડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર્સ આલિયા ભટ્ટ, કરણ જોહર, ભૂમિ પેડનેકર જેવા બધા જ સેલેબ્સ આ એક્ટરને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હતા અને સુશાંતના ડેથની ખબર સામે આવતાની સાથે ફેન્સ તેની છેલ્લી પોસ્ટ પર કોમેન્ટ કરીને હેરાની વ્યક્ત કરી રહ્યા છે. બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને દિશા પટનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સુશાંત સિંહ સાથે પોતાનો ફોટો શેર કર્યો અને શ્રદ્ધાંજલિ આપી. શિલ્પા શેટ્ટીએ કેપ્શ્નમાં લખ્યું કે, મને વિશ્વાસ નથી આવતો….. ભગવાન સુશાંતની આત્માને શાંતિ આપે. દિશા પટની સુશાંત સાથે એમ એસ ધોની ફિલ્મમાં કામ કરી ચુકી છે.

સુશાંત સિંહે તેના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મુંબઈના બાંદ્રામાં તેમનું ઘર આવેલ છે અને ત્યાં જ સુશાંત સિંહે ગળેફાંસો ખાધો છે. આ વાતની જાણકારી સુશાંત સિંહના નોકરે પોલીસને આપી હતી. તેના મૃત્યુ પાછળની કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતને ડિપ્રેશન હતું અને તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. તેના ઘરમાંથી દવાઓ અને પ્રિસ્ક્રીપ્શન મળ્યા છે. પોલીસને અમુક એવા દસ્તાવેજ મળ્યા એ અનુસાર અભિનેતા સુશાંત સિંહ ડિપ્રેશનનો ઈલાજ કરાવી રહ્યા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે હાલમાં સુશાંત સિંહના ઘર પરથી કોઈ સુસાઇડ નોટ બરામત નથી થઈ. પરંતુ ક્યાં કારણે સુશાંત સિંહે સુસાઇડ કર્યું તેના વિશે કોઈ ચોક્કસ સ્પષ્ટતા નથી થઈ.

Leave a Comment