અર્થ વ્યવસ્થાને કેવી રીતે ખરાબ કરે છે નકલી નોટો ? ક્યાં થાય છે નોટોનું છાપ કામ ? જાણો નકલી નોટોનું કૌભાંડ કેવી રીતે થાય… લગભગ લોકોને ખબર નથી…

મિત્રો તાજેતરમાં જ ‘ફર્જી’ નામની વેબ સિરીઝ આવી હતી. જેમાં મુખ્ય પાત્ર નકલી નોટો છાપે છે. તેમજ પોલીસ અને પ્રશાસન તેને અને તેના જેવા અન્ય લોકોને રોકવા માટે ધરખમ પ્રયાસો કરે છે. એવું એટલા માટે કારણ કે સરકાર અને આરબીઆઈ ની અનુમતિ વગર ચલણી નોટો છાપવી એ ગુનો છે. આ વાતથી આમ તો મોટાભાગના લોકો પરિચિત હશે. પરંતુ નકલી નોટો શું કરે છે, જેના કારણે તેની પ્રિન્ટિંગ પર પ્રતિબંધ છે, આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે. 

તેનું સૌથી મોટું કારણ એ છે કે નકલી નોટોનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ અને આડકતરી રીતે થાય છે અને તે અર્થતંત્રની કમર તોડી નાખે છે. નકલી ભારતીય નોટો ને FICN કે ફેક ઇન્ડિયન કરન્સી નોટસ કહેવામાં આવે છે . સૌથી વધારે FICN ની પ્રિન્ટિંગ પાકિસ્તાનમાં કરવામાં આવે છે. ત્યારબાદ તેને સીધા ભારત પાકિસ્તાન સરહદ થી આ અન્ય પડોશી દેશો ના રસ્તાએ ભારતમાં મોકલવામાં આવે છે. જાણકારો પ્રમાણે બાંગ્લાદેશ અને નેપાળના રસ્તે મોટા પ્રમાણમાં નકલી નોટો ભારતમાં પહોંચે છે. નકલી નોટો નો સીધો અને બે ઘણો ફાયદો આતંકી સંગઠનો ને પહોંચે છે. કેવી રીતે તે આવો જાણીએ.1) મોંઘવારી અને અર્થવ્યવસ્થા:- આરબીઆઇ બજારમાં ચલણ ના પ્રવાહ નું સંતુલન જાળવી રાખવા માટે એક નિશ્ચિત સીમા માં જ નોટોનું છાપકામ કરે છે. સીમા કરતા વધારે નોટ બજારમાં આવી જવાથી લોકોના હાથમાં પૈસા વધારે આવી જાય છે. તેનાથી વસ્તુઓ અને સેવાઓની અણધારી રીતે માંગ વધે છે. ત્યારબાદ તેની વિપરીત અસર શરૂ થાય છે. માંગમાં અચાનક વધારો થવાથી અને પુરવઠો પહેલા જેવો જ રહેવાથી બજારમાં સામાનની અછત થવા લાગે છે. અને જે થોડો ઘણો સામાન ઉપલબ્ધ હોય તેના ભાવ આસમાને પહોંચી જાય છે. અહીંયા ફરીથી પૈસાની કિંમત ઝડપથી ઘટવા લાગે છે અને અર્થવ્યવસ્થા ખોરવાઈ જાય છે. આનાથી આતંકી સંગઠનો માટે અનુકૂળ પરિસ્થિતિ બનવા લાગે છે.

2) ફંડિંગ:- નકલી નોટો દ્વારા જ આતંકી સંગઠનો ને પૈસા આપવામાં આવે છે. આજ પૈસાનો ઉપયોગ કરી અસલી કરન્સી ખરીદે છે કે પછી નકલી નોટોથી જ પોતાની જરૂરત ના સામાન ની ખરીદદારી કરે છે. ત્યારબાદ તેનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે. નકલી ચલણને આર્થિક આતંકવાદના રૂપમાં જોવામાં આવે છે. 3) નકલી ચલણ સામે લડવા માટે લેવામાં આવેલા પગલાં:- 2016 માં નોટ બંધી કરવાનું આ જ એક મોટું કારણ હતું. ભારતે એનઆઈએ (NIA) માં એક ટેરર ફંડિંગ ફંડ નકલી કરન્સી સેલની પણ રચના કરી હતી. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો પ્રમાણે અલગ અલગ રાજ્યોના પોલીસ દળ ને નાણાકીય આતંકવાદથી લડવામાં માટે વિવિધ પાસાઓ સમજાવવા માટે તાલીમ આપવામાં આવે છે.

નકલી ચલણ ના કિસ્સામાં કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ એકબીજાના સહયોગથી કામ કરે છે. તેના સિવાય આંતરરાષ્ટ્રીય સરહદો પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યુ છે. બાંગ્લાદેશ અને ભારતની વચ્ચે તેને રોકવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્યાં સુધી કે નેપાળ અને બાંગ્લાદેશના પોલીસ અધિકારીઓને તેના માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment