મિત્રો આપણા ઘરની કિચન ક્વિન બહેનો રસોઈ બનાવતી વખતે હંમેશા એવું વિચારતી હોય છે કે પોતાના પરિવાર માટે એકદમ ટેસ્ટી ભોજન બનાવે. તેના માટે તે અનેક પ્રયત્નો પણ કરતી રહેતી હોય છે અને અવનવા પ્રયોગો પણ કરે છે. શાક, દાળ કે કઢી, સાઉથ ઈન્ડિયન કે પછી ચાઈનીઝ જે પણ ખાવાનું બનાવે તેને ટેસ્ટી બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલા વાપરતી હોય છે. બજારમાં આવા વિવિધ બ્રાન્ડના અનેક પ્રકારના મસાલા મળતા હોય છે. આવો જ એક મસાલો છે મેગી મસાલો.
જે અત્યારના સમયમાં તેનું ખુબજ ચલણ વધ્યું છે. અને આ મસાલો દરેક ઘરમાં પ્રખ્યાત છે. હવે દરેક નૂડલ્સને મેગી નૂડલ્સ તરીકે જ ઓળખવામાં આવતા હોય છે. જે કંપની મેગી બનાવે છે તે મેગી મસાલા પણ બનાવે છે. મેગી મસાલાનો ઉપયોગ શાકભાજી બનાવવામાં થાય છે. તમે પણ ક્યારેક તો તેનો ઉપયોગ કર્યો જ હશે. તો પછી ખાસ વાંચો આ લેખ.તમે જ્યારે કોઈ સામાન ખરીદો છો ત્યારે તમે એવી જ બ્રાન્ડ ખરીદશો જેના પર તમને ભરોસો હશે. અને તમે એવું પણ ઈચ્છો કે તે વસ્તુ કોઈ પણ પ્રકારના ભેળસેળ વગરની હોય, પરંતુ તમારા દ્વારા વાપરવામાં આવતા બ્રાન્ડેડ પ્રોડક્ટ નકલી છે જો એવી તમને ખબર પડે તો શુ થાય. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ બીમારીનું ઘર કરતી હોય તો તમને ચિંતા પણ થશે અને બીક પણ લાગશે.
જે કંપનીમાં મેગી બનાવવામાં આવે છે તેમજ તેમાં મેગી નો મસાલો પણ બનાવવામાં આવે છે. તમે પણ ભોજનના સ્વાદ વધારવા માટે ક્યારેક તો આ મસાલાનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમને ખબર છે માર્કેટમાં મળતો મેગી મસાલો વેચાઈ રહ્યો છે તે નકલી હોય છે. શક્યતા એવી પણ વધી જાય છે કે કદાચ તમે પણ આ નકલી મેગી મસાલાનો ઉપયોગ કર્યો હોય.
દિલ્હી ની નજીક આવેલા હરિયાણાના ફરીદાબાદમાં નકલી મેગી મસાલા બનાવનારી એક ગેંગનો પર્દાફાશ થતા હડકંપ મચી ગયો છે. અહીં એક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન 19 હજારથી વધુ નકલી મેગી મસાલાના પેકેટ મળી આવ્યા છે. આ ફેક્ટરીમાં નકલી મેગી મસાલા બનાવવાનું આખુ મશીન મળી આવ્યું હતું. આ સાથે જ દરોડામાં દેશની અનેક બ્રાન્ડેડ કંપનીઓના હજારો લીટર નકલી ઘી, રિફાઈન્ડ ઓઈલ પણ મળી આવ્યા છે. જેને બનાવવા માટે મશીન, પેકિંગ માટે કાર્ટૂન, બ્રાન્ડના લેબલ પણ મળી આવ્યા છે.
જ્યારે કોઈ પણ પ્રોડક્ટ લોકો માં લોકપ્રિય થઈ ગયા બાદ માર્કેટમાં તેની માંગ વધવા લાગે છે. અને પછી તરત જ મિલાવટખોરો તેની કોપી કરીને નકલી પ્રોડક્ટ બજારમાં વેચવાનું શરૂ કરી દે છે. પ્રોડક્ટની કોપી એવી કરાય છે કે અસલી અને નકલીને ઓળખવી ખુબ મુશ્કેલ બની જાય છે. આવું જ કઈક મેગી મસાલા અંગે થયું છે. મિલાવટખોરોએ આ કોપી એટલી સટીક બનાવી હતી કે અસલી અને નકલીમાં અંતર કરવું મુશ્કેલ છે. દુકાનોમાં આ નકલી મેગી મસાલા વેચાઈ પણ રહ્યા છે.
જ્યારે ચેકિંગ દરમિયાન આ નકલી મેગી મસાલા દુકાન પર મળ્યા અને લોકોને પૂછવામાં આવ્યું કે આમાંથી અસલી મેગી મસાલો કયો છે તો તેઓ ઓળખી શક્યા નહીં. આમ પણ જ્યારે આપણે કોઈપણ સામાન ખરીદીએ તો એકદમથી અસલી નકલીનો ભેદ જાણી શકતા નથી. બ્રાન્ડેડ હોવાથી આપણે એવો વિશ્વાસ કરી જ લઈએ છીએ કે આ પ્રોડક્ટ સારી જ હશે. અત્યાર સુધીમાં તમે દૂધ, માવો, અનાજ, ઘી, તેલ અને મસાલામાં ભેળસેળના સમાચાર જાણ્યા હશે.
પરંતુ હવે તો નાના નાના પેકેટમાં પણ ભેળસેળ થઈ રહી છે અને તે ખુબ જ ખતરનાક બની શકે છે. કારણ કે આવા નાના નાના પેકેટમાં ભેળસેળ કરવા માટે આખી મશીનરીની જરૂર હોય છે અને આ મિલાવટખોરો આ કામ સરળતાથી કરી શકે છે. આ સાથે જ નાના નાના શહેરો, ગામડાઓમાં આવા નાના નાના પેકેટને સરળતાથી મોકલી શકાય છે અને વેચી શકાય છે.મેગી મસાલા બનાવતી કંપની નેસ્લે ને જ્યારે મેઈલ દ્વારા તેમનો પક્ષ જાણવા માટે પૂછવામાં આવ્યું તો તેમણે તેમનો જવાબ જણાવતા નેસ્લે મેગી મસાલાના અસલી પાઉચની ઈમેજ મોકલીને કેટલીક જાણકારી શેર કરી છે. કંપનીના જણાવ્યાં મુજબ આ મેગી મસાલા પાઉચને લોકો ખરીદતી વખતે ધ્યાનથી જૂએ અને આ સાથે જ QR જોઈને તેને સ્કેન કરી શકે છે જેનાથી જાણી શકાશે કે આ મેગી મસાલા અસલી છે.
એક સંશોધનના ના ડેટા પ્રમાણે 2018-19 દરમિયાન એક લાખ 6 હજાર 459 ફૂડ સેમ્પલ ટેસ્ટ કરાયા. જેમાંથી 28 ટકાથી વધુ ટેસ્ટમાં નિષ્ફળતા મળી . એટલે કે તેમાં ભેળસેળ કરવામાં આવેલી હતી. તેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે દેશમાં ભેળસેળ કઈ હદે થાય છે. મિલાવટખોરોને રોકવા માટે સરકાર તરફથી સતત પ્રયત્નો કરવામાં આવે છે. સજા પણ કડક કરાઈ છે અને હવે તો દંડ પણ વધુ ફટકારવામાં આવે છે. જો કે આમ છતાં ભેળસેળ કરનારા લોકો પર સંપૂર્ણ રીતે લગામ કસવી મૂશ્કેલ છે. પરંતુ તમે થોડી સમજદારી, સતર્કતા અને સાવધાની રાખો તો ભેળસેળથી બચી શકાય છે.
જાણો ભેળસેળથી બચવા માટે શું કરવું જોઈએ?
ભેળસેળથી બચવા આટલું કરો:- પેક્ડ સામાન ખરીદતી વખતે હંમેશા તેનો લાઈસન્સ નંબર, તેમાં ઉપયોગમાં લેવાયેલો સામાન, તેની પેકિંગ તારીખ, તે પ્રોડક્ટની એક્સપાયરી ડેટ, FSSAI લેબલ જરૂર ધ્યાનથી જોવું જોઈએ. દૂધ, તેલ અને અન્ય પાઉચ જેવા ખાદ્ય ઉત્પાદનોને ખરીદતા પહેલા તેનું પેકિંગ સારી રીતે ચેક કરવું ત્યાર બાદ જ ખરીદી કરવી. જો કઈ પણ શંકાસ્પદ જેવું લાગે તો તરત જ દુકાનદારનું ધ્યાન દોરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી