પ્રાચીન કાળથી મધ્યમયુગના સમય સુધી, કેટલાક કિલ્લાઓ ભારતના જુદા-જુદા રાજ્યોમાં બનાવવામાં આવ્યા છે. જે હવે પ્રવાસીયો માટે મહાન પર્યટક સ્થળ જેવું છે. પરંતુ, સમય જતાં કેટલાક મહાન સ્થળોના નામ રહસ્યમય વાર્તાઓ સાથે જોડાયેલ છે. ભાનગઢ કિલ્લો, રોહતાસગઢ કિલ્લો અને ગોલકોડા કિલ્લો આ સ્થળોમાંથી આવે છે, જે પોતાની રહસ્યમયી વાર્તાથી ફેમસ છે.
તેમાંથી જ એક છે, મહારાષ્ટ્રના પુણે શહેરમાં આવેલ “શનિવાર વાડા” કિલ્લો(ફોર્ટ). આ કિલ્લાની પણ વિચિત્ર વાર્તા લગભગ તમામ પ્રવાસીઓને આકર્ષિત કરે છે, આ લેખમાં અમે તમને શનિવાર વાડા કિલ્લાને લગતા કેટલાક રહસ્યમય તથ્યો વિશે જણાવશું. તો ચાલો આપણે જાણીએ.
શનિવાર વાડા કિલ્લાનો ઈતિહાસ : આ કિલ્લાના ઈતિહાસ પર નજર કરીએ, તો જાણવા મળે છે કે, આ કિલ્લાનું નિર્માણ 18 મી સદીમાં બાજીરાવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, બાજીરાવ પ્રથમ મરાઠા શાસક છત્રપતિ શાહુ પેશ્વવા અથવા તો વડા પ્રધાનના રૂપમાં નેતા અને સૈનિક હતા.
આ કિલ્લો મુગલ સ્થાપત્ય તેમજ મરાઠા શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. એવું કહેવામા આવે છે કે, આ કિલ્લામાં એક વાર નહિ પરંતુ 3 થી 4 વખત આગ લાગી હતી અને આ કિલ્લાના કેટલાક મહત્વના ભાગો નાશ પામ્યા હતા. આ મહેલ ઉપર પણ અંગ્રેજોએ હુમલો કર્યો હતો. બ્રિટિશરો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ઘણા બધા રસ્તાઓ નાશ પામ્યા છે.
શનિવાર વાડા કિલ્લાની રહસ્યમય વાર્તા : શનિવાર વાડા કિલ્લાની રહસ્યમય વાર્તા ભારતમાં આવેલ અન્ય કિલ્લાઓની તુલનામાં ખુબ જ વિચિત્ર છે. ત્યાંના રહેવાસીઓનું માનવામાં આવે તો, તેમનું કહેવું છે કે, અમાસની રાત્રિમાં એક વિચિત્ર દુઃખદાયક અવાજ આખા મહેલમાં અને તેની આસપાસના દરેક સ્થળોમાં સંભળાઈ છે. આગળ એવું પણ કહેવામાં આવે છે કે, જે એવો દર્દ ભરેલ અવાજ સંભળાઈ છે, તે અવાજ સહાય કરવા માટે કોઈને પુકાર કરતો હોય તેવો અનુભવ લોકોને થાય છે.બીજી રહસ્યમય કથા એ છે કે, સત્તાના લોભમાં, આ મહેલ મરાઠાના પેશ્વા નારાયણ રાવની નિર્દયતાથી હત્યા મારવામાં આવી હતી. આ હત્યા પછી તેની આત્મા આ જ કિલ્લામાં ભટકે છે અને રાતના સમય પર નારાયણ રાવનો દર્દ ભરેલ અવાજ સંભળાય છે. બીજી દાંતકથા એવી છે કે, આજ રાજમહેલમાં એક રાજકુમારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, ત્યાર પછી તેની ભટકતી આત્માના આવજો આ મહેલમાં સંભળાઈ છે.
જાણો ખાસ શું છે આ કિલ્લામાં :
આ મહેલમાં એવા કેટલાક સ્થાનો છે, જેને જોવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ટહેલવા માટે આવે છે. નારાયણ દરવાજો, શનિવાર વાડા બગીચો, લોટ્સ ફાઉન્ટન વગેરે કેટલીક ઇમારતો જોવા જેવી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, થોડા સમય પહેલા બનેલ ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં શનિવાર વાડા કિલ્લાનું નામ કેટલીક વાર કહેવામાં આવ્યું હતું.આ કિલ્લાને પેશ્વા બાજીરાવ બલ્લાલ અને બુંદેલખંડની રાજકુમારી મસ્તાનીની પ્રેમ વાર્તાથી જોડાયેલ છે અને તેને આજે પણ તે જ રીતે જોવામાં આવે છે. ત્યાં તમે સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી તમે ફરી શકો છો.
આમ અનેક રહસ્યમયી વાર્તાઓ ઘણી વખત આપણા માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અને આપણે સહજ રીતે આ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે કેટલીક વાર્તાઓ આપણને આશ્ચર્ય આપે તેવી હોય છે તો કેટલીક ભયાનક રહસ્યથી ભરેલી હોય છે. પણ આવા કિસ્સાઓ વિશે જાણવું તે દરેક લોકોને ગમતું હોય છે. આ લેખ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી