મિત્રો આપણે આપણી રોજીંદી જીંદગીમાં પૈસાનો ઉપયોગ કરીએ છીએ. તેમાં પણ ખાસ કરીને ચલણી નોટો પર જ આપણું ગુજરાન ચાલે છે. પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ચલણી નોટો પર કશુંક લખ્યું હોય અથવા તો કોઈ ડાઘ હોય તો તેવી નોટ ચાલશે કે નહિ. તેના વિશે આપણને શંકા થતી હોય છે. આજે અમે તમને આ લેખમાં તેની વિસ્તારથી માહિતી આપીશું. આ સમયે તમારે શું કરવું જોઈએ.
પર્સમાં રાખેલ નોટને લઈને આપણા મનમાં ઘણા સવાલ ઘૂમતા રહેતા હોય છે. કોઈ પાસેથી નોટ લેતા સમયે આપણે જરૂર ચેક કરીએ છીએ કે તે અસલી તો છે ને. ઘણી વખત તમને કોઈએ કહ્યું હશે કે જો નોટ પર કોઈ પ્રકારનો રંગ લાગી જાય તો તેને ચલાવવામાં આવશે નહીં. દુકાનદારે પણ ઘણી વખત તેને લેવાની ના પાડી દીધી હશે. પરંતુ રિઝર્વ બેન્ક જૂના, ડાઘવાળા અને રંગ લાગેલા નોટોને લઈને શું કહે છે સૌથી પહેલા જાણી લો.દેશમાં કરન્સી જાહેર કરવાની જવાબદારી રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા ઉપર છે. અધિનિયમની ધારા 22 મુજબ, ભારતમાં નોટ જાહેર કરવાનો અધિકાર રિઝર્વ બેન્ક પાસે છે. ધારા 25માં ઉલ્લેખ છે કે નોટની રૂપરેખા, સ્વરૂપ અને સામગ્રી ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રિય બોર્ડની અનુસંશા પર વિચાર કર્યા પછી કેન્દ્ર સરકારના અનુમોદનને અનુરૂપ હશે.
હવે વાત કરીએ ડાઘ વાળી અને રંગ લાગેલ નોટની. રિઝર્વ બેન્ક કહે છે કે, માહાત્મા ગાંધી સીરિઝ સહિત બધી જ બેન્ક નોટ, જેના પર કઇં લખાણ હોય કે રંગ લાગેલ હોય તો તે વૈધ મુદ્રા જારી રહેશે. શરત માત્ર એ છે કે તેના પર લખેલ નંબરોને વાંચી શકાય. આ પ્રકારના નોટને કોઈ પણ બેન્કની શાખામાં જમા કરી શકાય છે અથવા બદલી શકાય છે.
રિઝર્વ બેન્ક કહે છે કે, જો નોટ પર રાજનીતિક કે ધાર્મિક સ્વરૂપનો સંદેશ કે તે પ્રકારનો સંદેશ આપવાની નિયતથી લખવામાં આવેલ બિનજરૂરી શબ્દ કે ચિત્રો દેખાય તો આવા નોટને બદલી શકાશે નહીં. તે સિવાય કોઈ વ્યક્તિ કે સંસ્થાના હિતને પૂરો કરવામાં સહાયક હોય ત્યારે નોટના સંબંધમાં આ દાવાને ભારતીય રિઝર્વ બેન્ક નિયમાવલી, 2009 મુજબ નિરસ્ત કરી દેશે.ફાટેલી નોટને પણ તમે કોઈ પણ બેન્ક કે બ્રાન્ચમાં જઈને બદલી શકો છો. રિઝર્વ બેન્ક સમયે સમયે ફાટેલી નોટને લઈને સર્ક્યુલર જાહેર કરે છે. આ પ્રકારની નોટને તમે સરળતાથી કોઈ બેન્ક બ્રાન્ચ કે રિઝર્વ બેન્ક કાર્યાલયમાં બદલાવી શકો છો.
રિઝર્વ બેન્કના નિયમ મુજબ, એક વ્યક્તિ એક વખતમાં વધુમાં વધુ 20 નોટ જ એક્સચેન્જ કરી શકે છે. સાથે જ આ નોટોની કુલ વેલ્યૂ 5000 રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં. જોકે, ખરાબ રીતે સળગી ગયેલ કે ટુકડે-ટુકડા થયેલ નોટોને બદલી શકાતી નથી. ખરાબ રીતે સળગી ગયેલ કે ટુકડે-ટુકડા થયેલ નોટોને રિઝર્વ બેન્કના ઇશ્યૂ ઓફિસમાં જ જમા કરાવી શકાય છે. નોટને બદલવા માટે બેન્કમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી. તેને તમે સરળતાથી બદલી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી