મિત્રો આપણા હિંદુ ધર્મમાં બધા જ દેવતાઓ પ્રમાણે અલગ અલગ વારનું મહત્વ છે. કેમ કે દરેક વાર પ્રમાણે દેવતાઓનું પ્રભુત્વ જોવા મળતું હોય છે. તો આજે અમે તમને એક વાર વિશે જણાવશું. મિત્રો મંગળવાર હનુમાનજીનો પ્રિય દિવસ કહેવામાં આવે છે. કેમ કે મંગળવારના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. એટલા માટે હનૌમાંન્જીના વાર તરીકે મંગળવારના દિવસને શુભ માનવામાં આવે છે. પરંતુ આજે અમે મંગળવારને લઈને એક ખાસ વાત જણાવશું. જે દરેક રાશિના જાતકો માટે લાગુ પડે છે.
મંગળવારના દિવસે નવગ્રહના સેનાપતિ મંગળનું આધિપત્ય હોય છે. જેનું મુખ્ય કારણ છે જુસ્સો, જોમ, ઉત્સાહ, રક્ત, યુવાન પુરુષ સાથે ગણવામાં આવે છે. પરંતુ મંગળના ઉપાય માટે ગણપતિ ઉપાસના અને પૂજા કરવામાં આવે તો મંગળ પ્રસન્ન થાય છે.
પરંતુ જો પૂજા સાથે દાન દક્ષિણા દેવામાં આવે તો હનુમાનજી અને મંગળ દેવ બંને જાતકો પર ખુશ થાય છે. પરંતુ આજે અમે તમને રાશિ અનુસાર અમુક ઉપાય જણાવશું. જેને મંગળવારના દિવસે સાંજે કરવા જોઈએ. જે કરવાથી તમારા બધા જ અટકેલા કામો પૂર્ણ થશે. સાથે સાથે માનસિક શાંતિ પણ મળશે.
મિત્રો મેષ રાશિના જાતકોએ બ્રાહ્મણને દાનમાં શેકેલા ચણા અને ગોળનું દાન આપવું જોઈએ. ત્યાર બાદ છે વૃષભ રાશિના જાતકો માટે. વૃષભ રાશિના જાતકોએ મૈસુરની દાળ ભિક્ષુકને આપવી અને તેની સાથે સાથે ભિક્ષુકને રોકડ રૂપિયા પણ ભેટ સ્વરૂપે આપવા. મિથુન રાશિ. મિત્રો આપણા શાસ્ત્રોમાં બીલી પત્રનું અર્પણ ભગવાન શિવજીને ખુબ જ પ્રિય છે એવું કહેવામાં આવ્યું છે. તો મિથુન રાશિના જાતકોએ ભગવાન શિવજીના લિંગ પર બીલીપત્ર ચડાવવા.
મિત્રો હવે છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોએ મંગળવારના દિવસે હનુમાનજીને ચમેલીનું તેલ ચડાવવું અને ગુલાબનું ફૂલ પણ ચડાવવું. સિંહ રાશિના જાતકો એ આ કાર્ય અવશ્ય કરવું જોઈએ. સિંહ રાશિના જાતકોએ વિદ્યાર્થીને લાલ રંગની પેન ભેટ કરવી જોઈએ અને વિદ્યાર્થીની શુભકામના મેળવવી જોઈએ.
ત્યાર બાદ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોએ મંગળવારના દિવસે સાંજે હનુમાનજીના મંદિરે જવું જોઈએ અને ત્યાં સુગંધીત હોય તેવો ધૂપ કરવો જોઈએ. તુલા રાશિના જાતકોએ મંગળવારના દિવસે હનુમાનજીને કાચા તેલનો દીવો કરવો જોઈએ અને દેશી ચણા પણ અર્પણ કરવા જોઈએ.
વૃશ્વિક રાશિના જાતકોએ કોઈ પણ મંદિરમાં જઈને હનુમાનજીનો પાઠ એટલે કે હનુમાન ચાલીસા કરવી જોઈએ. ત્યાર બાદ ધન રાશિના જાતકો માટે ઉપાય. ધન રાશિના જાતકોએ બુંદીના તેલમાં બનાવવા અને તે લાડુ ગરીબોને ખવડાવવા. સાથે સાથે કાળા કુતરાને પણ કંઈક ખવડાવો.
મકર રાશિના જાતકોએ એ માત્ર હનુમાનજીના મંદિરમાં જઈને ભગવાન શ્રીરામનું ભજન કરવું જોઈએ, એટલે કે રામ નામનું સુમિરન કરવું જોઈએ. કુંભ રાશિના જાતકોએ મંગળવારના દિવસે સાંજે ચાલીને કોઈ હનુમાનજીના મંદિર સુધી દર્શન માટે જવું જોઈએ અને કોઈ ભિક્ષુકને રોકડ દાન પણ આપવું જૂએ. મીન રાશિના જાતકોએ મંગળવારના દિવસે સાંજે હનુમાનજીને કાળી દોરી અને સવા રૂપિયો ભેટ સ્વરૂપ મુકવો જોઈએ. મિત્રો આ બધા ઉપાય માત્રને માત્ર મંગળવારના દિવસે સંધ્યા સમયે કરવા જોઈએ. તો જ તેની અસર તમારા જીવનમાં જોવા મળશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google