મિત્રો આજના સમયમાં ઘણા એવા લોકો હોય છે જે પોતાના કામના કારણે પૂરતા પ્રમાણમાં ઊંઘ પણ ન કરી શકતા હોય. પરંતુ ઊંઘ પૂર્ણ રીતે લેવી તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વનું છે. પરંતુ મોટાભાગના લોકો સવારે ઊંઘમાંથી ઉઠીને તરત જ એકદમ પથારી પરથી ઉઠતા નથી. તો તેવા લોકો માટે એક સારી ખબર વિશે અમે તમને જણાવશું. કેમ કે સવારે ઊંઘ ખુલતાની સાથે જ એકદમ પથારીમાંથી ઉભું થઇ જવું તે આપણી સારી આદત ન કહેવાય. પરંતુ જો થોડી વાર પથારી પર બેસી રહેવામાં આવે તો તેને આળસ નહિ પરંતુ આ સારી આદત માનવામાં આવે છે.
આમ તો લગભગ બધા લોકોએ પોતાની આસપાસ જરૂર જોયું હશે કે, માત્ર માણસ જ નહિ પરંતુ પ્રાણીઓ પણ આળસ મરડતાં હોય છે. કેમ કે આ એક પ્રાકૃતિક ક્રિયા છે. જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, એક્સપર્ટનું કહેવું છે કે સવારે ઉઠ્યા બાદ તરત જ સ્ટ્રેચિંગ કરવાના એક નહિ પરંતુ અનેક ફાયદા છે. જે આજે અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ પથારીમાં બેઠા બેઠા આળસ મરડવાબ ફાયદાઓ વિશે. ઊંઘ ખુલવી : લગભગ દરેક વ્યક્તિને સવારે ઉઠવામાં ખુબ જ તકલીફ અનુભવાતી હોય છે. કેમ કે દરેક વ્યક્તિ સુવા ઈચ્છતો હોય છે. સવારે આંખ ખુલી ગઈ હોવા છતાં પણ એવું બને છે આંખોમાં ઊંઘ ભરેલી હોય. એટલા માટે સીધું ઉભું થઇ જવાનું મન ક્યારેય ન થાય. પરંતુ જો જાગી ગયા બાદ આળસ મરડી અને શરીરને સ્ટ્રેચ કરવામાં આવે તો દિમાગને એવું સિગ્નલ મળે છે કે, હવે પથારી છોડવાનો સમય આવી ગયો છે.
એનર્જી મળે છે : આપણે આખી રાત સુતા હોઈએ તેના કારણે આપણું શરીર ઝકડાઈ ગયું હોય છે. તેના કારણે શરીર તરત જ કામ નથી આપી શકતું. પરંતુ જો સવારે ઉઠીને આળસ મરડીને તમે તમારા શરીરને સ્ટ્રેચ કરો તો તમારા મસલ્સ અને સાંધાઓની ફ્લેક્સિબિલિટી વધી જાય છે. તેની સાથે સાથે આપણી બોડીમાં પણ ઉર્જાનો સંચાર થાય છે. એટલા આપણા શરીરને એનર્જી મળે છે. સર્ક્યુલેશન બહેતર બને છે : સુતા સમયે આપનું શરીર લગભગ એક પોઝિશનઅ વધારે રહેતું હોય છે. જેના કારણે આપણી આખી બોડીમાં સવારે સર્ક્યુલેશન બરાબર ન થતું હોય તો સવારે ઉઠીને સ્ટ્રેચિંગ કરવામાં આવે તો આપણા શરીરનું સર્ક્યુલેશન બરોબર થાય છે.
આ રીતે કરવું જોઈએ સ્ટ્રેચ : જ્યારે તમે સવારે ઉઠો ત્યાર બાદ ઉપર ફોટામાં દર્શાવેલ પોઝિશનમાં ઓછામાં ઓછું 30 સેકેંડ સુધી બેસી રહેવું જોઈએ. આ રીતે સ્ટ્રેચ કરવામાં આવે તો તે તમારી મસલ્સમાંથી તણાવને દુર કરે છે. ત્યાર સીધી પોઝિશનમાં આવી જવાનું, ઊંડો શ્વાસ લેવાનો અને ફરી એક વાર સ્ટ્રેચ કરવાનું. જો પથારીમાં જ બેસીને આ રીતે સ્ટ્રેચ કરવામાં આવે તો તેના ઘણા ફાયદા થાય છે. આખો દિવસ આપણો શાંતિ અને એનર્જી વાળો પસાર થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google