કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ રૂલ્સ (New Moto Vehicle Rules) ને 1 ઓક્ટોબર, 2020 થી લાગુ કરી દેવામાં આવ્યા છે. તેની હેઠળ આર.સી. (RC), ઇન્સ્યોરન્સ (Motor Insurance) અને ડ્રાયવિંગ લાયસન્સ (DL) જેવા મહત્વપૂણ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાની ઝંઝટમાંથી છૂટ આપવામાં આવી છે. પરંતુ બીજી બાજુ તમારી નાની એવી ભૂલ પણ તમારું ડ્રાયવિંગ લાયસન્સ રદ કરવા માટે કાફી રહેશે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ હવે મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાઈવેટ અને કોમર્શિયલ વ્હીકલ્સ પર ડ્રાયવરોના વ્યવહાર પર નજર રાખશે.
ડ્રાયવરોના આવા વ્યવહારને માની લેવામાં આવશે ખરાબ વર્તન : નવા નિયમો પ્રમાણે, પોલીસ અથવા ટ્રાફિક ઓથોરીટી સાથે ખરાબ વર્તન, ગાડી ન રોકવી, ટ્રકના કેબીનમાં બેસવું એ ખરાબ વર્તન માનવામાં આવશે. આવું જાણ્યા પછી ડ્રાયવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવશે. તે સાથે જ દંડ પણ લાદવામાં આવશે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) ના તરફથી સૂચિત નવા નિયમો પ્રમાણે, મોટર વાહન અધિનિયમ-1988 ની ધારા-19, 21 હેઠળ બસ, ટેક્સીમાં જરૂર કરતા વધારે મુસાફરો બેસાડવા, મુસાફરો સાથે દુર્વ્યવહાર કરવો, પેસેન્જરને તેના સ્ટોપ પર ન ઉતારવું, બસ ચલાવતા સમયે ધુમ્રપાનનું સેવન કરવું, આલ્કોહોલનું સેવન કરીને ડ્રાયવિંગ કરવું, કારણ વિના વાહન ધીમે ચલાવવું, બસમાં સિગારેટ પીવી એ ડ્રાયવર માટે ખુબ મોઘું સાબિત થઈ શકે છે. ટ્રાફિક પોલીસ આવા વ્યવહાર પર લેશે કડક પગલા.
ખરાબ વર્તનથી વ્હીકલ રજિસ્ટ્રેશન થઈ શકે છે રદ : ટ્રાફિક પોલીસ ખરાબ વર્તન કરવા વાળા ડ્રાયવરો પર દંડ મુકીને તેની સાથે તેનું ડી.એલ.(ડ્રાયવિંગ લાયસન્સ) સસ્પેન્ડ અથવા રદ કરી શકે છે. આવા ડ્રાયવરોની ગાડીનું રજિસ્ટ્રેશન પણ સસ્પેન્ડ અથવા રદ કરવા માટેની જોગવાઈ થઈ શકે છે.તેમજ વાહનમાં બઠેલા મુસાફરને ઉતારીને પ્રદર્શન અને હડતાલમાં સામેલ થવા વાળા તથા બુકિંગ કર્યા બાદ મુસાફરને ન લઈ જવા વાળા કૈબ ડ્રાયવરો પણ સામેલ રહેશે. તો આ નવા નિયમોની હેઠળ ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. ને દંડની રકમ અને ડ્રાયવરોની સામે કાર્યવાહી કરવામાં હોય, તેની માહિતી પોર્ટલ પર ફરજિયાત દાખલ કરવાની રહેશે. તેમણે દરરોજ પોર્ટલને અપડેટ કરવાનું રહેશે, જેથી ડ્રાયવરોના વર્તનની સંપૂર્ણ વિગતો મેળવી શકાય.
અધિકારીઓ માટે આ કામ કરવું થશે ફરજીયાત : નવા કાનુનમાં અધિકારીઓએ દંડિત ડ્રાયવરના વર્તનનો ઉલ્લેખ કરવાનો રહેશે. તેનાથી ડ્રાયવર વિષે દરેક પ્રકારની માહિતી ઓનલાઈન પોર્ટલ પર દાખલ કરવાની રહેશે. ઉપદ્રવી, જનતા માટે ખતરો પેદા કરવો, વાહન ચોરી, યાત્રિકો પર હુમલો, સામાનની ચોરી કરવાવાળા ડ્રાયવરોના ડી.એલ. રદ કરવાની જોગવાઈ પહેલી વાર કરવામાં આવશે. સરકાર આ અંગેનો રેકોર્ડ પણ પોર્ટલ પર રાખશે. તેનાથી ભવિષ્યમાં ડ્રાયવરના વર્તનનું ઓનલાઈન મોનીટરીંગ થઈ શકે. તે સિવાય 1 ઓક્ટોબર, 2020 થી ડી.એલ.અને વાહનોનો દસ્તાવેજ પોર્ટલ પર રાખવાની સુવિધા શરૂ થઈ રહી છે. તેનાથી પોલીસ-પરિવહન અધિકારી નિરીક્ષણના નામ પર કોઈ પણ જગ્યાએ વ્હીકલ રોકીને ફિઝિકલ ડોક્યુમેન્ટ્સની માંગણી કરી શકે નહિ.