જો તમે કોઈ પોતાનો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા હો અને કોઈ આઈડિયા નથી આવી રહ્યો, તો આજે આ લેખમાં અમે તમને એક જબરજસ્ત બિઝનેસ આઈડિયા વિશે જણાવશું. જેની આજકાલ અને ભવિષ્યમાં ખુબ જ ડિમાંડ આવવાની છે. જેના કારણે કમાણી ન થવાની કોઈ શક્યતા જ નથી. આપણે બધા જ જાણીએ છીએ કે આજકાલ ઇલેક્ટ્રિક બાઈક અને કારનું ચલણ વધી રહ્યું છે. કેમ કે આ મોંઘવારીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જઈને બેઠા છે. પહેલા CNG ગેસ સસ્તો હતો પરંતુ હવે તેના ભાવ પણ ન પરવડે એવા થઈ ગયા છે. તો તેને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક ઓટો સેક્ટરમાં મોટી ક્રાંતિ આવી જશે.
ઇલેક્ટ્રિક સેક્ટરની કાર વધે તો તેના ચાર્જીંગ પોઈન્ટ પણ ઉભા કરવા પડે. તો આજે અમે તમને જેના વિશે વાત કરવાના છીએ એ છે ઇલેક્ટ્રિક ચાર્જીંગ પોઈન્ટનો બિઝનેસ. ઇલેક્ટ્રિક વાહનોએ બજારમાં ધૂમ મચાવી દીધી છે. તેને ચલાવવા માટે લોકોએ પોતાના ખીચ્ચા માંથી ખર્ચો નથી કરવો પડતો. જેના કારણે શહેરોથી ગામડાઓ સુધી ઇલેક્ટ્રિક વાહનોની ડિમાંડ વધી છે. ભારતના ઘણા ગામડાઓમાં ઈ-રીક્ષા ખુબ જ ચાલી રહી છે. બાઈક અને કારની પણ ખુબ જ ડિમાંડ છે. તેવામાં EV Charging Station નો બિઝનેસ શરુ કરવો ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
જગ્યા : આ બિઝનેસ માટે ખાસ મહત્વ છે જગ્યાનું. ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન શરુ કરવા માટે તમારી પાસે સડક કિનારે 50 થી 100 વર્ગ મીટર જેટલો ખાલી પ્લોટ હોવો જોઈએ. આ જગ્યા જો તમારા નામે ન હોય તો તમે 10 વર્ષના ભાડા કરાર પર પણ લઇ શકો છો. તમને જણાવી દઈએ કે આ ઇલેક્ટ્રિક વાહનોનો આટલો ક્રેઝ છે કેમ કે તેનાથી પ્રદુષણ નથી થતું.
કેવી રીતે શરુ કરવો આ બિઝનેસ : ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે ઘણી જગ્યાઓ પરથી પરમીશન લેવી પડે છે. જેમાં તમારે વન વિભાગ, અગ્નિશમન એટલે ફાયર સ્ટેશન વિભાગ અને નગર નિગમ અનાપત્તિ પ્રમાણ પત્ર એટલે NOC લેવી પડે છે. ચાર્જીંગ સ્ટેશન પર કારને પાર્ક કરવા અને તેના આવવા જવા માટેની બરોબર વ્યવસ્થા હોવી જોઈએ. તેમજ ચાર્જીંગ પોઈન્ટ પર મૂળ સુવિધા જેમ કે, સાફ પીવાનું પાણી, શૌચાલય, રેસ્ટ રૂમ, ફાયર એક્સટિંગવિશર અને હવાની સુવિધા હોવી પણ જરૂરી છે.
જાણો કેટલો ખર્ચ આવશે : તમને જણાવી દઈએ કે એક EV ચાર્જીંગ સ્ટેશન લગાવવા પર તમને 40 લાખ સુધીનો ખર્ચો આવી શકે છે. જો કે તમે જણાવેલ રકમ કરતા ઓછી કિંમતે પણ આ બિઝનેસ શરુ કરી શકો છો. જો તમે ઓછી ક્ષમતા વાળું ચાર્જીંગ પોઈન્ટ લગાવો તો માત્ર 15 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. તેમાં જમીનથી લઈને ચાર્જીંગ પોઈન્ટ ઈંસ્ટોલેશન સુધીનો ખર્ચો આવી જાય છે.
કેટલી થશે કમાણી : તમે જો 3000 કિલોવોટનું ચાર્જીંગ પોઈન્ટ લગાવો તો પ્રતિ કિલોવોટ પર 2.5 રૂપિયાની કમાણી થાય છે. આ હિસાબે એક દિવસમાં 7500 રૂપિયા સુધી આસાનીથી કમાઈ શકો છો. એટલે કે એક મહિનાની 2.25 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. તેમજ બધો ખર્ચો બાદ કરતા તમે આ બિઝનેસમાં 1.5 લાખથી 1.75 લાખ રૂપિયા સુધી મહિનાની કમાણી કરી શકો છો. જો ચાર્જીંગ સ્ટેશનની કેપેસિટી વધારવા પર આ જ કમાણી 10 લાખ રૂપિયા મહિના સુધી પહોંચી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી