ઈંડા ખાવામાં આટલી ભૂલો ક્યારેય પણ ન કરો, નહિ તો તમારા તંદુરસ્ત શરીર પર થશે આવી અસર..

દર વર્ષે ઓક્ટોબર મહિનાના બીજા શુક્રવારે વર્લ્ડ એગ-ડે મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો હેતુ લોકોને ઈંડાના પોષકતત્વો પ્રતિ જાગૃત કરવાનો છે. ઈંડામાં પ્રોટીન અને વિટામીન સિવાયના એવા કેટલાક તત્વો પણ મળે છે જે શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. એટલે કે ઘણી વાર ડોક્ટર્સ પણ દિવસમાં ઓછામાં ઓછું એક ઈંડું ખાવાની સલાહ જરૂર આપે છે. ઘણા લોકો તો કાચું ઈંડું પણ ખાઈ લેતા હોય છે, તો કેટલાક લોકો ઈંડાને ફ્રાઈ, પોચ્ડ, માઇક્રોવેવ અથવા મસાલામાં કુક કરીને પણ ખાતા હોય છે. ઈંડા ખાવાની પણ ઘણી રીતો છે. પરંતુ જો તમે આવી રીતે ઈંડા ખાઈ રહ્યા છો તો આજે જ બંધ કરી દો. તેનાથી શું થાય એ જાણવા માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો.

ઈંડાને સારી રીતે કુક કરીને ખાવું જોઈએ, એ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. સારી  રીતે કુક કરેલુ ઈંડું સરળતાથી પચી જાય છે. સ્ટડી પ્રમાણે કાચા ઈંડામાં 51% પ્રોટીન મળી આવે છે અને જ્યારે કુક કરેલા ઈંડામાં 91% પ્રોટીન મળી આવે છે. તાપમાનને લીધે પણ પ્રોટીનમાં ઘણા સંરચનાત્મક ફેરફારો થઈ જતા હોય છે. કાચા ઈંડામાં પ્રોટીન અલગ-અલગ ભાગોમાં રહેલું હોય છે અને તેની બનાવટ એવી હોય છે કે, તેઓ એકબીજાને મળી શકતા નથી. જ્યારે તે જ ઈંડાને વધુ તાપમાન પર કુક કરવામાં આવે છે ત્યારે આ અલગ-અલગ બનાવટ તૂટી જાય છે અને આ બધા પ્રોટીન એક સાથે મળી જાય છે. ઈંડાના આ પ્રોટીનને શરીર માટે પચાવવાનું પણ સહેલું થઈ જાય છે.

ઈંડા બાયોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. બાયોટીન એક એવું પોષકતત્વ હોય છે, જે ફેટ અને શુગર મેટાબોલીઝ્યમને સરખું રાખે છે. તેને વિટામીન B7 અને વિટામીન H ના રૂપમાં ઓળખવામાં આવે છે. કાચા ઈંડામાં એવિડીન પ્રોટીન હોય છે જે બાયોટીનની પ્રક્રિયા થવા દેતું નથી. તે જ ઈંડાને કુક કરવાથી એવિડીન બદલાઈ જાય છે અને તેનાથી શરીરને બાયોટીન મળી રહે છે.હાઈ ટ્રેમ્પ્રેચરથી પણ નુકસાન થય છે : જો કે ઈંડાને કુક કરીને ખાવું એ સૌથી શ્રેષ્ઠ છે પરંતુ હાઈ ટ્રેમ્પ્રેચરમાં કુક કરવાથી તેના ઘણા પોષકતત્વો નાશ થઈ જાય છે. એક સ્ટડી મુજબ, ઈંડાને વધુ કુક કરવાથી તેમાં રહેલું વિટામીન A લગભગ 17 થી 20 % સુધી ઓછું થઈ જાય છે. ઈંડાને માઇક્રોવેવમાં કુક કરવાથી, બાફવાથી અને ફ્રાઈ કરવાથી તેના એન્ટીઓક્સીડેન્ટમાં 6 થી 18 % સુધી કમી આવી જાય છે.

જો કે, હાઈ ટ્રેમ્પ્રેચર પર પણ ઈંડાને જલ્દી કુક કરવાથી તેમાં કેટલાક પોષક તત્વો મોજૂદ રહે છે. ત્યાં જ એક અન્ય રિસર્ચ મુજબ ઈંડાને 40 મિનીટ સુધી બેક કરવાથી તેમાં રહેલા વિટામીન D માં 61% સુધી કમી આવી જાય છે. જ્યારે ઈંડાને ફ્રાય કરવાથી અથવા બાફવાથી તેમાં 18% સુધી કમી આવી જાય છે.

ઈંડાની જર્દીમાં ખુબ જ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ હોય છે. એક મોટા ઈંડામાં લગભગ 212 મીલીગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે. જ્યારે ઈંડાને વધુ તાપમાનમાં પકવવામાં આવે તો તે કોલેસ્ટ્રોલ ઓક્સિડાઈઝ્ડ થઈને ઓક્સીસ્ટેરોલમાં બદલાઈ જાય છે. ઘણા લોકો માટે આ ચિંતાની વાત છે કે, ઓક્સીસ્ટેરોલથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે.ઈંડાને જો તમે હેલ્દી બનાવવા ઈચ્છો છો, તો તમારે રસોઈમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. જો તમે વજન ઘટાડવાની કોશિશ કરો છો તો તમારે પોચ્ડ અથવા બાફેલા ઈંડા ખાવા જોઈએ. તેમાં ફ્રાઈડ, સ્ક્રેમ્બલ્ડ અને ઓમલેટની તુલનામાં ઓછી કેલેરી હોય છે. ઈંડાની સાથે શાકભાજીનું કોમ્બીનેશન પણ કરી શકો છો. જો તમે વધુ તાપમાન પર ઈંડા પકાવી રહ્યા છો તો એવું તેલ પસંદ કરો કે જે વધુ તાપમાનમાં પણ સ્થિર રહેતું હોય અને સરળતાથી ઓક્સીડાઈઝ પણ થતું ન હોય. ઉદાહરણ તરીકે, પૈન ફ્રાઈન્ગ માટે સૂર્યમુખીનું તેલ અથવા એવોકાડોનું તેલ એ વધુ સારો વિકલ્પ છે. જો તમે ઓલિવ ઓઇલ અથવા કોકોનટ ઓઈલનો ઉપયોગ કરી રહ્યા છો તો તેમાં ક્રમશ: 410°F (210°C) અને 350°F (177°C) થી વધુ તાપમાન ન રાખો. ઈંડાને વધુ સમય સુધી અને વધુ તાપમાન પર ન પકાવો. તેનાથી પોષકતત્વ નાશ થવાની સાથે-સાથે ઓક્સીડાઈઝ કોલેસ્ટ્રોલની માત્રા પણ વધી જાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment