મિત્રો આપણે બેંક પર વધુ વિશ્વાસ કરીએ છીએ. આથી જ આપણું મોટાભાગનું રોકાણ બેંકમાં કરવામાં આવે છે. પણ જયારે બેન્કથી જ ભૂલ થાય તો ગ્રાહક માટે મુશ્કેલી ઉભી થાય છે. આવા કિસ્સામાં ઘણા લોકો નફો પણ કમાવી લેતા હોય છે. આથી જ આજે અમે તમારી સામે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ. જેમાં બેન્કની ભૂલને કારણે એક બે લાભ નહિ પણ 11677 કરોડ રૂપિયા કોઈ વ્યક્તિના ખાતામાં આવી ગયાં. અને એ વ્યક્તિએ એ પૈસા શેર બજારમાં રોકી લીધા. પરિણામે આ વ્યક્તિ લાખો રૂપિયાની કમાણી કરી લીધી. ચાલો તો આવું શા કારણે થયું તેની વિગત આપણે આ લેખમાં જાણી લઈએ.
અચાનક બેન્ક ખાતામાં કરોડો રૂપિયા આવી જવાથી પહેલા તો લોકો પરેશાન થઈ જાય છે, અને પછી જ્યાં-ત્યાં ખર્ચ કરી દે છે. પરંતુ ગુજરાતમાં એક વ્યક્તિને અચાનક પોતાના ડિમેટ અકાઉન્ટમાં કરોડો રૂપિયા જોતાં જ, તેણે સૌથી પહેલા તેમાંથી થોડી રકમ શેર બજારમાં રોકાણ કરી દીધી.વાસ્તવમાં, બેંકિંગ સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે ઘણી વખત અજાણી વ્યક્તિના ખાતામાં ભૂલથી મોટી રકમ જમા થવાના કેસ સામે આવતા હોય છે. પરંતુ હવે ગુજરાતના અમદાવાદમાં એક અલગ જ કેસ સામે આવ્યો છે. અહીં બેન્કની ગડબડીને કારણે રમેશ સાગર નામના વ્યક્તિના ડિમેટ ખાતામાં 11,677 કરોડ રૂપિયા જમા થઈ ગયા. જેનો આ વ્યક્તિએ ફાયદો ઉઠાવ્યો અને તેણે લાખો રૂપિયાની કમાણી કરી લીધી.
1) બેન્કની ગડબડીથી ખાતામાં આવ્યા કરોડો:- રમેશ સાગર પાછલા 5-6 વર્ષોથી શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે અને એક વર્ષ પહેલા તેમણે કોટક સિક્યોરિટીઝ સાથે પોતાનું ડિમેટ ખાતું ખોલ્યું હતું. તેમણે જણાવ્યુ કે, 27 જુલાઇ, 2022ના રોજ મારા ખાતામાં અચાનક 116,77,24,43,277 રૂપિયા દેખાવા લાગ્યા. સાગરે ફટાફટ તેમાંથી 2 કરોડ રૂપિયા શેર બજારમાં લગાવી દીધા અને તેના પર 5 લાખ રૂપિયા નફો પણ મેળવી લીધો. પરંતુ તે રાત્રે જ 8 વાગ્યે બેન્કે પોતાના પૈસા પાછા લઈ લીધા.તેની જાણ બેન્કને થતાં જ તરત પોતાની ભૂલ સુધારતા આ મોટી રકમ પાછી લઈ લીધી. પરંતુ તે દરમિયાન તે રકમથી સાગર થોડા જ કલાકોમાં 5 લાખ રૂપિયા કમાઈ ચૂક્યા હતા. રમેશ સાગરની વાત માનીએ તો માત્ર અન્ય ડિમેટ ખાતા ધારક પણ તે દિવસે જેકપોટ મેળવવા માટે ભાગ્યશાળી હતા.
2) બેન્કની ચુપ્પી:- IANS ની રિપોર્ટ મુજબ આ મુદ્દા પર કોટક સિક્યોરિટીઝ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો વિશેષ ટિપ્પણીની ના પાડી દીધી. કારણ કે રોકાણકારોના પાનકાર્ડ કે તેમની ડિમેટ ખાતાની સંખ્યાને વેરિફાઇ કરી શકતું નથી અને ના તો બેન્ક આ મુદ્દા પર કોઈ પ્રકારની ટિપ્પણી કરી શકે છે. આમ બેન્કની ભૂલને કારણે એક વ્યક્તિ લાખો રૂપિયાનો નફો મેળવી લીધો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી