મિત્રો લગભગ બધાને એ વાતની જાણ હશે કે આપણા ત્યાં લોકમેળા થાય છે. જેમાં લોકો આનંદ માણવા માટે જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા મેળા વિશે જણાવશું જે જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે. કેમ કે આ મેળાને ગધેડાનો મેળો કહેવામાં આવે છે. પરંતુ તેનાથી પણ રમૂજની વાત એ છે કે આ મેળો પાકિસ્તાનમાં ભરાય છે. આ મેળામાં ગધેડાના નામ પણ રાખવામાં આવે છે. જે હિંદુ અને મુસ્લિમોના ઘણા પ્રચલિત નામ પરથી રાખવામાં આવે છે. પરંતુ મિત્રો ગધેડાના મેળા વિશે ઘણી બધી રસપ્રદ વાતો છે, જે આ લેખમાં અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો.
જાણવા મળતી માહિતી અનુસાર પાકિસ્તાનમાં જે જગ્યા પર આ મેળો ભરાય છે તે પાકિસ્તાનના હૈદરાબાદ શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર બદિન નામના જિલ્લામાં ભરાય છે. જ્યાં દર વર્ષે આ મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા માટે કરાચી, બદિન સહિતના બીજા પાકિસ્તાનના અનેક જિલ્લાઓ માંથી વેપારીઓ આવે છે. જેમાં ગધેડાને બધા વહેંચે છે અને ખરીદે છે.આ મેળામાં વહેંચતા ગધેડાઓનું નામ પણ ઘણા ખતરનાક રાખવામાં આવે છે. જેમ કે AK47, રોકેટ લોન્ચર, અણુ બોમ્બ જેવા નામ રાખવામાં આવ્યા હોય છે. એટલું જ નહીં, આ સિવાય રમુજની વાત એ છે કે કેટલાક ગધેડાઓનું નામ માધુરી, શીલા અને દિલ એવું રાખવામાં આવ્યું છે. આ મેળામાં ગધેડાઓના નામ લોકોને વધુ આકર્ષિત કરે છે.
કહેવાય છે કે આ ગધેડાઓનો રંગ જુદો હોય છે. કેટલાક સફેદ, તો કેટલાક ભૂરા, તો કેટલાક ભૂરા અને કાળા ગધેડા હોય છે. આ સિવાય માદા ગધેડા પણ વહેંચાય છે. આ તમામ ગધેડા લાસી, લારી, ઈરાની અને થારી પ્રજાતિના હોવાનું માનવમાં આવે છે.
આ ઉપરાંત પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગધેડાઓની કિંમત 20,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની છે. પરંતુ આ વખતે ગધેડાઓની કિંમત વધુ હોવાને કારણે ખરીદદારો ઓછા આવી રહ્યા છે. આ મેળો છેલ્લા 70 વર્ષથી ભરાય છે.
અમે તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ગધેડાઓની વસ્તી ખુબ જ છે. આ ગધેડાઓ મોટાભાગે ચીનમાં નિકાસ કરવામાં આવે છે. કારણ કે આ ગધેડાઓમાંથી ચીનમાં પરંપરાગત દવાઓ બનાવવામાં આવે છે. જ્યાં ગધેડાની ચમડીમાંથી રોગપ્રતિકારકની દવા અને લોહીની દવાઓ બનાવવામાં આવે છે.આ સિવાય પણ ચીનમાં ગધેડાના માંસની ઘણી માંગ છે. જોકે ગધેડાઓની વસ્તીમાં ચીન પ્રથમ નંબરે છે, પરંતુ વધુ માંગ અને ઉત્પાદન કારણે ચીન છેલ્લા ઘણા વર્ષોથી ગધેડા માટે પાકિસ્તાનની પાછળ પડ્યું છે.
એટલું જ નહીં, પણ ગધેડાના વિકાસ માટે પાકિસ્તાન આર્થિક રોકાણ કરશે. ચીન પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા નામના સ્થળ પર ગધેડાઓનાં સંવર્ધન માટે રોકાણ કરશે. જ્યાં પાકિસ્તાનમાં ગધેડોઓનું વિકાસ કેન્દ્ર બનાવવામાં આવશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google