મિત્રો આપણા શાસ્ત્રોમાં ઘણી એવી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે જે આપણને ધાર્મિક, આર્થિક, માનસિક અને શારીરિક લાભો કરાવે છે. તેવી જ રીતે આજે અમે તમને એવી પાંચ જગ્યાઓ વિશે જણાવશું. જેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ એ જગ્યાઓને લઈને આજકાલ લોકો ભૂલ કરતા હોય છે.
તો આપણા શાસ્ત્રોમાં 5 એવી જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેને ખુબ જ શુભ મનાવામાં આવે છે, એ જગ્યાઓ પર બુટ કે ચપ્પલ પહેરીને જવું અશુભ માનવામાં આવે છે. જો એ જગ્યાઓ પર બુટ કે ચપ્પલ પહેરીને જવામાં આવે તો દુઃખો અને પરેશાનીઓનો સામનો કરવો પડે. તો આજે અમે તમને આ લેખમાં એ પાંચ જગ્યા વિશે જણાવશું. ક્યારેય ભૂલથી પણ બુટ કે ચપ્પલ પહેરીને જવું ન જોઈએ.
તિજોરી પાસે : મિત્રો તિજોરીમાં આપણે ધન રાખતા હોઈએ છીએ, અને ધન એ સાક્ષાત માતા લક્ષ્મીની સ્વરૂપ છે. જો તેની પાસે ચપ્પલ કે બુટ રાખવામાં આવે તો લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. માટે જ્યારે પણ તિજોરીમાંથી ધન બહાર કાઢતા હો કે અંદર રાખતા હો, એ સમયે બુટ કે ચપ્પલને ઉતારી દેવા જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા આપણા પર રહે છે.ભંડાર ઘર : મિત્રો ભંડાર ઘર એટલે કે ઘરનો સ્ટોર રૂમ. જ્યાં મોટાભાગના લોકો અનાજ વગેરેની વસ્તુનો ભંડાર રાખતા હોય છે. તો ભંડાર ઘરમાં પણ આપણે ક્યારેય પણ ચપ્પલ કે બુટ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ. જો તમે ભંડાર ઘરમાં બુટ કે ચપ્પલ પહેરીને જાવ છો તો તમે તમારું જ નુકશાન કરી રહ્યા છો. પણ જો ત્યાં ચપ્પલ કે બુટ પહેરીને ન જાવ તો તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની કમી નહિ આવે.
રસોડામાં : અન્ન અને અગ્નિ બંનેને હિંદુ સમાજમાં દેવ તુલ્ય માનવામાં આવે છે, એટલે કે ભગવાન સમાન માનવામાં આવે છે. એટલે માટે રસોડામાં ગમે ત્યારે પ્રવેશ કરો એ પહેલા બુટ કે ચપ્પલ બહાર ઉતારી દેવા જોઈએ. તેમજ આજકાલ શહેરોમાં મહિલાઓ રસોડામાં ચપ્પલ પહેરીને રસોઈ પણ બનાવતી હોય છે. તમને જણાવી દઈએ કે આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. રસોડામાં ચપ્પલ પહેરવાથી અન્ન અનેઅગ્નિ દેવ નારાજ થાય છે.પવિત્ર નદી : આપણા દેશની ઘણી બધી નદીઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે, ત્યાં સ્નાન કરવાથી તન અને મન બંને પવિત્ર બને છે. તો તમે પવિત્ર નદીમાં સ્નાન કરવા જાવ એ સમયે પણ બુટ કે ચપ્પલ બહાર જ ઉતારી દેવા જોઈએ. તેમજ ચામડાની બનેલ કોઈ પણ વસ્તુ તમારી પાસે હોય તો તેને બહાર જ ઉતારી દેવી જોઈએ. કેમ કે વસ્તુની સાથે નદીમાં પ્રવેશ કરવાથી પાપ લાગે છે.મંદિર : આપણે બધા જાણીએ છીએ કે મંદિર એ હિંદુ ધર્મના લોકોની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. જેને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. માટે મંદિરમાં બુટ કે ચપ્પલ પહેરીને ભૂલથી પણ ન જવું જોઈએ. આવું કરવાથી દેવી-દેવતા રૂઠે છે. એટલા માટે ભૂલથી પણ મંદિરની અંદર બુટ કે ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી