ખાનપાનને જોડાયેલ કોઈ પણ બેદરકારી તમે ગંભીર બીમારીનો શિકાર બનાવી શકે છે. એવું જોવામાં આવ્યું છે કે, લોકો ખાવા-પીવાની અનેક વસ્તુઓ ફ્રિજમાં લાંબા સમય સુધી રાખી મુકે છે અને ધીમે ધીમે તેનું સેવન કરે છે, એ સાચી વાત છે કે ફ્રિજ જેવું ઇલેક્ટ્રિક મશીન ઘણી વસ્તુઓને થોડા સમય માટે ખરાબ થવાથી બચાવે છે. પરંતુ શું તમને ખબર છે કે, દરેક વસ્તુઓમાં આ નિયમ લાગુ નથી પડતો.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દરરોજ ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ ફ્રિજમાં રાખવાથી પણ સારી નથી રહેતી. ખરાબ થવાની સાથે તે ઝેરીલી પણ થઈ જાય છે. જેનાથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે. અમે તમને દરરોજ ઉપયોગમાં લેવાતી એવી વસ્તુઓ વિશે જણાવશું, જેને તમારે ફ્રિજમાં રાખવાથી બચવું જોઈએ. અને એક વખત ફ્રિજમાંથી કાઢી લીધા પછી તેને ફરીથી ફ્રિજમાં ન મુકવી જોઈએ.મયોનિઝ : મયોનિઝમાં ઘણા પ્રમાણમાં કેલેરી મળે છે તેમાં વિનેગર, તેલ, શુગર પાવડર વગેરે મળે છે. જો તમે તેને ફ્રિજમાંથી એક વખત બહાર કાઢી લીધા, અને 8 કલાક સુધી ફ્રિજમાં ન મૂકી, તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
માખણ :
માખણને ફ્રિઝમાં બે અઠવાડિયાથી વધુ ન રાખવું જોઈએ. જો તમારી પાસે સારો એવો એર ટાઈટ ડબ્બો છે તો તેને તમે લાંબા સમય સુધી ફ્રિજમાં રાખી શકો છો. માખણને ઉપયોગમાં લેતા પહેલા 15 મિનીટ અગાઉ બહાર કાઢી લેવું જોઈએ.દૂધ : દુધને ફ્રિજમાંથી બહાર કાઢીને તરત જ ફ્રિજમાં મૂકી દેવું જોઈએ. જો તમે દૂધ બહાર કાઢી લીધા પછી તેને 2 કલાક પછી ફ્રિજમાં મુક્યું તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
નોનવેજ :
નોનવેજના શોખીન લોકો અકસર નોનવેજને બચાવીને ખાય છે. તમને જણાવી દઈએ કે, ફ્રિજમાં રાખેલ નોનવેજ માત્ર બે દિવસ જ ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી વધુ દિવસોનું નોનવેજ શરીરને નુકશાન પહોંચાડી શકે છે.ઈંડા : અકસર એવું જોવામાં આવ્યું છે કે, લોકો કાચા ઈંડા ફ્રિજમાં રાખે છે. શું તમે જાણો છો કે આમ કરવું તમારા શરીરને નુકશાન કરી શકે છે. સામાન્ય રીતે ઈંડા 20 ડીગ્રી તાપમાનથી ઓછી જગ્યાએ સ્ટોર કરવા જોઈએ. આ સિવાય તમે તેને રૂમના તાપમાનમાં રાખી શકો છો, તેનાથી તે વધુ સુરક્ષિત રહી શકે છે.
બ્રેડ : બ્રેડને પણ અકસર લોકો ખરાબ થવાથી બચાવવા માટે શરીર સાથે રમત કરે છે. બ્રેડને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ બદલાય જાય છે અને ફ્રિજમાં રાખેલ બ્રેડે ખાવાથી નુકશાન થઈ શકે છે. આથી તમારે બ્રેડને ફ્રિજમાં સારી રીતે લપેટીને જ મુકવી જોઈએ અને એક અથવા બે દિવસથી વધુ ન રાખવી જોઈએ.લસણ : લસણને ફ્રિજમાં રાખવાથી તે જલ્દી અંકુરિત થવા લાગે છે. એટલું જ નહિ તેમાં ફૂગ પણ થવા લાગે છે. જેના સેવનથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે. આમ લસણને ફ્રિજમાં રાખવા કરતા કોઈ ઠંડી, સુકી જગ્યાએ મુકવું જોઈએ.
મધ : મધને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવું જોઈએ. તમે તેને કોઈ કાચની બરણીમાં બંધ કરશો તો તે વર્ષો સુધી ખરાબ નહિ થાય. ફ્રિજમાં રાખવાથી તે ક્રિસ્ટલ બની જાય છે અને મધના ગુણ પણ સમાપ્ત થઈ જાય છે.
આમ તમારે આ 8 વસ્તુઓ ક્યારેય પણ ફ્રિજમાં ન રાખવી જોઈએ. તેનાથી તમને નુકશાન થઈ શકે છે અને તમારી તબિયત બગડી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી