તલાક થઇ ગયા હોવા છતાં આ એક્ટ્રેસ તેના એક્સ પતિની દરેક સલાહ માને છે,

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે બોલીવુડ ખુબ જ મોર્ડન બની ગયું છે. તેમાં અવારનવાર કોઈને કોઈ સેલિબ્રિટી તલાક લેતું હોય. પરંતુ આજે અમે તમને એક એવી એક્ટ્રેસ વિશે જણાવશું, જેના તલાક થઇ ગયા હોવા છતાં પણ તે તેના એક્સ પતિની દરેક સલાહને માને છે. તો ચાલો જાણીએ કોણ છે એ એક્ટ્રેસ અને કોણ છે તેનો પતિ જેની દરેક સલાહ હજુ એ એક્ટ્રેસ ફોલો કરે છે. 

મિત્રો ગયા વર્ષે દિયા મિર્ઝા અને સાહિલ સાંગાના તલાકની ચર્ચાઓ ખુબ જ થઇ હતી. તો મિત્રો 11 વર્ષ જુના પતિ-પત્નીના સંબંધને એક્ટ્રેસ દિયા મિર્ઝાએ આપસી સહમતિથી તોડી નાખ્યો હતો. જો કે તલાક બાદ દિયાએ કહ્યું હતું કે, સાહિલ અને હું એક સારા મિત્ર રહેશું. પરંતુ આજે તેઓ બંને સારા સંબંધ નિભાવી રહ્યા છે. થોડા સમય પહેલા એક્ટ્રેસે પતિ સાહિલના એક ઈન્ટરવ્યૂ એક ઉલ્લેખ કર્યો હતો કે, આજે પણ તે સાહિલની વાતને માને છે. 


દિયા મિર્ઝાએ સાહિલની સાથે તલાક અને તે પરિસ્થિતિનો સામનો કર્યો હતો. દિયાએ તેના પર ખુલીને વાત કરી છે. તેવામાં તેણે સાહિલ દ્વારા આપેલી એક જરૂરી સલાહ વિશે પણ જણાવ્યું હતું. દિયાએ સાહિલની આપેલી સલાહનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો કોઈ આપણા વિશે સાચું જાણે છે તો કોઈ પણ હાલતમાં એ સત્યને કોઈ બદલી નથી શકતું. 

આ એ લોકો માટે સૌથી જરૂરી છે જે લોકો સમાજનો દર રાખતા હોય. “લોકો શું કહેશે ?” એ વાતથી ડરતા હોય છે. દિયા કહે છે કે, સાહિલ હંમેશા એવું કહેતા હતા કે, કોઈ પણ વ્યક્તિ તારા સત્યને પરિભાષિત ન કરી શકે…. કોઈ પણ નહિ. જો તે પોતાનું સત્ય જાણતું હોય તો તેને કોઈ પણ બદલી ન શકે. દિયાએ કહ્યું કે આ ખાસ કરીને એ લોકો પર લાગુ પડે છે, જે જાહેર ચહેરાઓ છે. દુનિયા શું વિચારશે તેના પર તેનો નિર્ણય અને દરેક વિચાર નિર્ભર કરે છે. પરંતુ જો ખુબ જ સત્યને જાણતા હોય તો તેનાથી વધારે આઝાદીનો અહેસાસ અપાવવા વાળું કંઈ નથી હોતું.

તમને જણાવી દઈએ કે દિયા મિર્ઝા અને સાહિલ સાંગા 11 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. 2014 માં બંનેએ લગ્ન કરી લીધા હતા. અને 2019 માં બંનેએ તલાક લીધા હતા, અને તેની ખબરે તેના ફેન્સને ચોંકાવી દીધા હતા. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણીએ તો કનિકા ઢીલ્લનની સાથે સાહિલ સાંગાનું અફેર હોવાના કારણે દિયા મિર્ઝાએ તલાક આપી દીધા હતા. બંનેએ ફિલ્મ ‘જેન્ટલમૅન ક્યાં હે’ માં સાથે કામ કર્યું હતું. પરંતુ તમને જણાવી દઈએ કે આ રિપોર્ટ્સ પર કોઈએ બયાન નથી આપ્યું. દિયા મિર્ઝા હાલ થોડા સમય પહેલા જ અનુભવ સિન્હાની ફિલ્મ ‘થપ્પડ’ માં નજર આવી હતી. તે ફિલ્મમાં તાપસી પન્નુ સ્ટાર હતી અને દિયા મિર્ઝાએ તેના પાડોશી હોવાનો અહેમ રોલ નિભાવ્યો હતો. 

Leave a Comment