મિત્રો ફાટેલી-તૂટેલી કે અત્યંત જુની ચલણી નોટ દરેક વ્યક્તિ પાસે આવે છે. નોટોના બન્ડલ વચ્ચે ઘણી વખત ફાટેલી જૂની નોટો બહાર આવી જાય છે અને ક્યારેક કોઈ દુકાનદાર આવી નોટો પકડાવી દે છે. સામાન્ય રીતે લોકો નોટ બદલાવવા વાળા દુકાનદારો પાસે જઈને તેમને થોડું કમિશન આપીને ફાટેલી તૂટેલી નોટો બદલાવે છે. પરંતુ તમારે આવું કરવાની જરૂર નથી. તમે મફતમાં જ બેંક જઈને ફાટેલી નોટોના બદલામાં નવી નોટો લઈ શકો છો. જો ગ્રાહક દ્વારા આપવામાં આવેલી ફાટેલી કરન્સી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બનાવવામાં આવેલી ગાઈડલાઇન્સ પર ખરી ઉતરશે તો કોઈપણ બેંક તેને બદલવાની ના નહીં પાડે.
એકવારમાં નોટ બદલવાની સીમા પણ આરબીઆઈ એ નક્કી કરી છે. પરંતુ અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે તમે કોઈ કોઓપરેટિવ બેન્ક, રીઝનલ બેંક અને રૂરલ બેંકમાં નોટ બદલાવી શકતા નથી. રાષ્ટ્રીયકૃત બેંકોની સાથે પ્રાઇવેટ બેંકોમાં નોટ બદલાવી શકાય છે. જે બ્રાન્ચમાં તમે નોટ બદલાવા જઈ રહ્યા હોય તે બેંકમાં તમારું એકાઉન્ટ હોવું જરૂરી નથી.1) એકવારમાં બદલાવી શકો છો 20 નોટ:- એક વ્યક્તિ એકવારમાં મહત્તમ 20 થી વધારે નોટ એક્સચેન્જ કરાવી શકે છે. પરંતુ 20 નોટોની કિંમત ₹5,000 થી વધારે ન હોવી જોઈએ. 20 નોટ અને પાંચ રૂપિયાથી ઓછી હોવા પર બેંક તુરંત જ નોટ એક્સચેન્જ કરી દેશે. જો તેનાથી વધારે નોટ બદલાવવી હોય તો બેંક ફાટેલી નોટ તો રાખી લેશે પરંતુ તેને ગ્રાહક ના ખાતામાં નાખશે. તેમાં થોડો વધારે સમય લાગે છે
2) કેટલા મળે પૈસા:- જો નોટ ખૂબ જ વધારે ફાટેલી કે ખરાબ હોય તો જ ગ્રાહકને પુરા પૈસા નથી મળતા. 2000 રૂપિયાની નોટનો 88 વર્ગ સેન્ટીમીટર ભાગ હોવા પર પૂરી કિંમત મળી જશે. તેમાં 44 વર્ગ સેન્ટીમીટરનો ભાગ હોવા પર અડધા પૈસા મળશે.આ જ રીતે જો 200 રૂપિયાની ફાટેલી નોટ નો 78 વર્ગ સેન્ટીમીટર ભાગ સુરક્ષિત હોવા પર પૂરા પૈસા અને 39 વર્ગ સેન્ટિમીટર હોવા પર અડધા પૈસા મળે છે. આજ રીતે 10, 20, 50 ની ફાટેલી નોટ જેનો ઓછામાં ઓછો પચાસ ટકા ભાગ સુરક્ષિત હોય તો તેના બદલામાં તમને ફરીથી તે જ કિંમતની બીજી નોટો મળી જશે.
3) આ સાઇન હોવી જરૂરી:- બેંક એ જ કરન્સી નોટોને બદલે છે જેની પર સિક્યોરિટીના સાઈન જેમ કે સીરીયલ નંબર, ગાંધીજી નું વોટરમાર્ક, ગવર્નરના હસ્તાક્ષર વગેરે જોવાતા હોય. જો આ નિશાન નોટ પર નથી તો બેંક નોટ નહિ બદલે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી