આ પતિ-પત્નીએ 700 વર્ષ જૂની ટેકનીકથી બનાવ્યું પોતાના સપનાનું ઘર, આ બે માળ વાળા મકાનની કિંમત અને ખાસિયતો જાણીને દંગ રહી જશો…

મિત્રો દરેક પતિ-પત્નીને એવી ઈચ્છા હોય છે કે, તેનું પોતાનું એક સપનાનું ઘર હોય, જેણે તેઓ પોતાના હાથે સજાવીને તેની સારસંભાળ રાખે. પરંતુ આ મોંઘવારીમાં પોતાનું ઘર કે મકાન બનાવવું આસાન નથી. ઘણા લોકો પોતાના ઘર માટે પૈસા નથી હોતા તો ઘણા લોકોને બનાવવાની ઈચ્છા નથી હોતી.

પરંતુ આજે અમે તમને એક એવા કપલ વિશે જણાવશું જેણે પોતાનું એક બનાવ્યું અને એ ઘર એવું બનાવ્યું કે જે કોઈ તેને જોવે તે બધા જ દંગ રહી જાય. આ કપલનું ઘર જોઇને લગભગ લોકો તેનાથી પ્રેરણા લઈ રહ્યા છે. આ કપલે પોતાનું ઘર પોતાના હાથે જ માટીમાંથી બનાવ્યું છે. જે મકાન બે માળ વાળું છે. તો ચાલો જાણીએ આ ખાસ વિશેષતા વાળા મકાન વિશે વધુ રસપ્રદ માહિતી.

પુણેના રહેવાસી આ કપલ યુગા અખારે અને સાગર શિરુડે એ આ ઘરને પ્લાન કર્યું હતું. તેમણે એવું નક્કી કર્યું હતું કે, તેઓ મહારાષ્ટના વાઘેશ્વર ગામમાં પોતાનું એક ફાર્મહાઉસ બનાવશે, જે વાંસ અને માટીમાંથી બનેલું હોય. પરંતુ ગામના લોકોએ તેને એવું કહેતા નાં કહી દીધી કે, તે વિસ્તારમાં વરસાદ ખુબ જ થાય છે અને તેનું ઘર પાણી સાથે જ વહી જશે. પરંતુ યુગા અને સાગર હાર માનવાના ન હતા. તેમણે લોકોને જુના જમાનામાં બનેલા કિલ્લા અને મકાનોના ઉદાહરણ આપ્યા જે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં આજે પણ બનેલા છે.

આર્કીટેક્ટ છે પતિ-પત્ની : એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014 માં યુગા અને સાગરે સાથે જ પુણેની કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો અને પછી સાથે મળીને સાગા એસોસિએટ નામનું એક ફર્મ શરુ કર્યું. બંને આર્કીટેક્ટ હતા તો તેમણે મળીને ઘણી ઈમારતો અને સંસ્થાઓની ડીઝાઇન નક્કી કરી છે. પરંતુ તેનું માટીનું બનેલું આ ઘર ખુબ જ ખાસ છે જેનું નામ તેમણે “મિટ્ટી મહેલ” રાખ્યું છે. રિપોર્ટ અનુસાર તૌક્તે વાવાઝોડું આવ્યું ત્યારે તેના ઘરને કોઈ નુકશાન પણ થયું ન હતું અને પાણી પણ ઘરમાં ઘૂસ્યું ન હતું.

ઘરની કિંમત છે ખુબ જ ઓછી : તમે જાણીને હેરાન રહી જશો કે, કપલના આ ઘરને બનાવવામાં ફક્ત 4 લાખ રૂપિયાનો જ ખર્ચ થયો છે.તેમણે ઘર માટે લોકલ મટીરીયલનો ઉપયોગ કર્યો અને ઘણી વસ્તુને પણ રિસાઇકલ પણ કરી. કપલે જણાવ્યું કે, આ ઘર બનાવવા માટે તેમને વાંસ, લાલ માટી અને ઘાસનો ઉપયોગ કર્યો છે. ઘર માટે માટીને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવી હતી. તેમાં ભૂસી, ગોળ અને હરડના છોડનો રસ મિક્સ કર્યો હતો. ત્યાર બાદ લીમડો, ગૌમૂત્ર અને ગાયનું છાણ પણ મિક્સ કર્યું હતું. ત્યારે જઈને આવી માટી તૈયાર થઈ જેનાથી ઇંટો અને વાંસને ચીપકાવવામાં આવ્યા.

700 વર્ષ જૂની ટેકનીકનો ઉપયોગ : કપલે આ ઘરને ભીષણ મૌસમથી બચાવવા માટે બોટલ અને ડોબ ટેકનીકનો ઉપયોગ કર્યો છે. આ 700 વર્ષ જૂની ટેકનીકમાં લાકડું અથવા વાંસની પટ્ટીઓને ભીની માટીની સાથે જોડવામાં આવે છે. તેનાથી તે સરળતાથી જોડાય જાય છે અને તેમાં થર્મલ ઇન્સુલેશન અને સાઉન્ડ ઇન્સુલેશન પણ આસાનીથી થઈ શકે છે. ઘરની દીવાલો પણ એવી બનાવી છે કે ગરમીમાં ઠંડી રહે છે અને શિયાળામાં રૂમને ગરમ કરે છે. તેને કોબ વોલ સિસ્ટમ કહેવાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment