આ છે સીએમ થી લઈને દેશના ટોપ નેતાઓની પત્ની, અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ પણ કર્યા છે આ રીતે લગ્ન.

મિત્રો તમે જાણો છો કે, વેલેન્ટાઈન ડે હજી હમણાં જ ગયો. કહેવાય છે કે, આ દિવસે દરેક પ્રેમી પોતાના પ્રેમનો ઇઝહાર પોતાની પ્રેમિકા સામે કરે છે અને પ્રેમના બંધનમાં બંધાઈ જાય છે. એવા ઘણા લોકોને એમ પણ થાય છે કે દેશના જે મોટા મોટા નેતાઓ છે તેઓ વેલન્ટાઈ ડે સેલીબ્રેટ કરતા હશે કે નહિ. તો આજે અમે તમને કેટલાક દેશના ટોપ નેતાઓની ખુબ જ રોમાંચક લવ સ્ટોરી વિશે જણાવીશું. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

વેલેન્ટાઈન ડે રવિવારે ઉજવવામાં આવ્યો હતો. જેમાં દરેક પ્રેમી પોતાની પ્રેમિકા સામે પ્રેમનો એકરાર કરે છે. એવામાં અમે તમને સીએમ અરવિંદ કેજરીવાલથી લઈને દેશના ટોપ નેતાઓની લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમને પહેલી જ મુલાકાતમાં એકબીજાને દિલ આપી દીધું.

ફડણવીસ અને તેની પત્ની અમૃતાની રોમાંચક કહાની : સામાન્ય રીતે શાંત અને ગંભીર દેખાતા દેવેન્દ્ર ફડણવીસ પર્સનલ લાઈફમાં ખુબ જ રોમેન્ટિક છે. અમૃતા ફડણવીસ જે પહેલા અમૃતા રાનાડે હતી. તે નાગપુરના મશહુર ડૉક્ટર ડો.ચારુ રાનાડે અને નેત્રરોગ નિષ્ણાત ડો.શરદ રાનાડેની દીકરી છે. બંનેના એક કોમન ફ્રેડ છે શેલેશ જોગલેકર જેના ઘર પર જ પહેલી વખત દેવેન્દ્ર અને અમૃતાની મુલાકાત થઈ હતી. તમને જણાવી દઈએ કે બંનેએ એક કલાકની ચર્ચા પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. દેવેન્દ્ર સાથે તેન લગ્ન 2015 માં થયા હતા જ્યારે તે બીજી વખત વિધાયક હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયા અને દેશની સૌથી સુંદર રાજકુમારીની લવ સ્ટોરી : પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શિની સિંધિયા ગુજરાતના વડોદરા ગાયકવાડ મરાઠા રાજઘરાના સાથે સંબંધ ધરાવે છે. તમને જણાવી દઈએ કે, 1991 માં બંનેની પહેલી મુલાકાત એક દોસ્તની પાર્ટીમાં થઈ હતી. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પહેલી જ નજરમાં પ્રિયદર્શિની સાથે પ્રેમ થઈ ગયો. 12 ડિસેમ્બર 1994 માં રાજકુમારી પ્રિયદર્શિની અને ગ્વાલિયર રાજઘરાનાના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાના લગ્ન થઈ ગયા. જણાવી દઈએ કે, પ્રિયદર્શિનીની ગણના દેશની સૌથી સુંદર રાજકુમારીઓમાં થાય છે. વર્ષ 2012 માં તેને દેશની 50 સુંદર મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી.

લંડનમાં મુસ્લિમ છોકરીને દિલ આપી બેઠા સચિન પાયલટ : સચિન પાયલટના લંડનમાં પેનસિલ્વેનિયા યુનિવર્સિટીથી એમબીએનો અભ્યાસ કર્યો છે. લંડનમાં અભ્યાસ દરમિયાન સચિનની મુલાકાત સારાહ અબ્દુલ્લાહ સાથે થઈ હતી. તમને જણાવી દઈએ કે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાની દીકરી અને ઉંમર અબ્દુલ્લાની બહેન છે. લંડનમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી સચિન ફરી પાછા દિલ્હી આવી ગયા. જ્યારે સારાહ પોતાના અભ્યાસ માટે લંડનમાં હતી. બંને ઈ-મેઈલ અને ફોન દ્વારા વાત કરતા હતા. લગભગ ત્રણ વર્ષ એકબીજાને ડેટ કરી હતી. ત્યાર પછી બંને એ પોતાના સંબંધ વિશે પરિવારને જાણ કરી.

સામાન્ય માણસ જેવી જ છે અરવિંદ કેજરીવાલની લવ સ્ટોરી : ભારતીય રાજસ્વ સેવા ઈ પરીક્ષા પાસ કર્યા પછી અરવિંદ કેજરીવાલ અને સુનીતા નાગપુર સ્થિત રાષ્ટ્રીય પ્રશાસનિક અકાદમીમાં પહેલી વખત મળ્યા હતા. ધીમે ધીમે બંને નજીક આવ્યા અને દરરોજ કલાકો સુધી સાથે રહેવા લાગ્યા. પણ તે છતાં અરવિંદને સુનીતાને પ્રપોઝ કરવાની હિંમત ન હતી. પ્રેમનો એકરાર કરવામાં બંનેએ મહિનાઓ વિતાવી દીધા. કેજરીવાલે વિચાર્યું ન હતું કે સુનીતા સહેલાઈથી હા કહેશે અને સુનીતાએ ઝડપથી હા કહી દીધું.

રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીની રોમાંચક લવ સ્ટોરી : દેશના સૌથી મોટા સિયાસી ઘર સાથે જોડાયેલ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાની લવ સ્ટોરી ખુબ રોમાંચક છે. એક મેગેજીને આપેલ ઈન્ટરવ્યૂ અનુસાર રોબર્ટ વાડ્રાએ પોતાની લવ સ્ટોરીનું રાજ ખોલ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યારે તે બ્રિટીશ સ્કુલમાં ભણતા હતા તો તેને લાગતું હતું કે પ્રિયંકા તેનામાં રસ ધરાવે છે. બંનેમાં ઘણી વાતચીત થતી હતી. બંને ધીમે ધીમે નજીક આવ્યા. બંનેની દોસ્તી પ્રેમમાં પરિણમી. આમ પ્રિયંકાની સાદગી પર રોબર્ટ વાડ્રાનું દિલ આવી ગયું, અને બંને એ 1997 માં લગ્ન કરી લીધા.

યુપીના સીએમ અખિલેશ યાદવની લવ સ્ટોરી : યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવની લવ સ્ટોરી ખુબ સિમ્પલ અને સ્વીટ છે. અખિલેશ યાદવ ઓસ્ટ્રેલીયાથી અભ્યાસ કરીને આવ્યા જ હતા અને તેની મુલાકાત ડિમ્પલ સાથે થઈ. ધીરે ધીરે બંને નજીક આવ્યા અને એકબીજાને દિલ આપી દીધું. જો કે મુલાયમ સિંહને આ સંબંધ મંજુર ન હતો. પણ અખિલેશ પોતાની જીદ પર અડગ રહ્યા. કહેવાય છે કે અમર સિંહએ  મુલાયમ સિંહને મનાવવા અંતે અહમ ભૂમિકા નિભાવી હતી. પછી નવેમ્બર 1999 માં અખિલેશ અને ડિમ્પલના લગ્ન થઈ ગયા.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment