પાછલા કેટલાક દિવસોથી દિલ્હી એનસીઆર માં 10 થી 15 વર્ષ જૂની ડીઝલ અને પેટ્રોલ વાહન ને બંધ કરવાની વાતો એ જોર પકડ્યું છે. લોકો કાં તો પોતાની ગાડીઓ બીજા રાજ્ય માં વેચી રહ્યા છે કે પછી તેને સ્ક્રેપમાં આપી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક બીજી વાત ચર્ચા માં છે. જુના વાહનોને ઈલેક્ટ્રીક વાહનમાં બદલી કરવાની. આ પ્રક્રિયાને ઈવી રેટ્રોફિટિંગ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારી ગાડીમાં માત્ર બોડી અને ટાયર જ રહી જશે બાકી એન્જિન અને તેમાં જોડાયેલા પાર્ટ્સ હટાવી દેવામાં આવશે. તેની જગ્યા પર ઈવી કીટ તમારી ગાડીમાં લગાવવામાં આવે છે.
આ કીટમાં બેટરી પેક અને મોટર હોય છે જેમાં ડ્રાઇવ ટ્રેનથી જોડીને તમારી ગાડીને ઈવીમાં બદલી કરી આપવામાં આવે છે. કહેવામાં તો તમારી ગાડી બિલકુલ નવી થઈ જાય છે કારણ કે તેમાંથી જુના એન્જિન અને પાર્ટને હટાવી દેવામાં આવે છે પરંતુ તેના જો બેનિફિટ છે તો કેટલી ખામીઓ પણ છે. જેને રેટ્રો ફીટીંગ કરાવતા પહેલા જાણવું અતિ જરૂરી છે.શું છે તેના ફાયદા:- રિટ્રોફિટિંગ કરાવ્યા પછી, તમારું અનફિટ વાહન ફરી એકવાર RTO ફિટનેસ ટેસ્ટ પાસ કરી શકે છે. ત્યારબાદ તમારા વાહનનું રીરજીસ્ટ્રેશન થઇ જશે. વાહન ઈવી મા તબદીલ થયા બાદ તે બિલકુલ પ્રદુષણ નહિ ફેલાવે. વાહનમાંથી દરેક પ્રકારના વાઇબ્રેશન બંધ થઈ જશે. ગાડીનું જીવન વધવાની સાથે જ તેનું મેન્ટેનન્સ પણ ઓછું આવશે. તમને જૂની ગાડીમાંથી જ એક આધુનિક ટેકનીકની મજા માણવા મળશે.
રેટ્રોફિટિંગના નુકસાન:- રેટ્રોફિટિંગનો સૌથી મોટુ નુકસાન એ છે કે જો બેટરી પેક ની વાયરીંગમાં ફોલ્ટ રહી જાય તો કારમાં આગ લાગી શકે છે. ઈવી માં આગ લાગવાની ઘટના પહેલા પણ અનેક વાર જોવા મળી ચૂકી છે. તેથી આરટીઓ પણ રેટ્રોફીટીંગ એજન્સીઓને લઈને ખૂબ જ સતર્ક રહે છે. રેટ્રો ફીટીંગ નું બીજું નુકસાન એ છે કે તમારી ગાડી ડીઝલ કે પેટ્રોલ એન્જિન ના હિસાબે જ ડિઝાઇન કરવામાં આવી હોય છે, તેમાં બેટરી પેક અને મોટરનું ફીટીંગ માટે ઘણા બદલાવ કરવા પડે છે.
ઓલ્ટ્રેશન કર્યા બાદ પણ કેટલીક વાર જોવા મળે છે કે ફીટીંગ યોગ્ય રીતે નથી થતું અને ગાડીમાં બેલેન્સિંગ અને એલાઈમેન્ટની સમસ્યાઓ આવવા લાગે છે. રેટ્રો ફીટીંગ કરવામાં આવેલી બેટરી પેક ની રેન્જ વધારે નથી હોતી. સારામાં સારી બેટરી પેક ની રેન્જ પણ 150 થી 180 કિલોમીટર સુધીની જ મળે છે.આટલી કિંમતમાં આવી જશે નવી ગાડી:- રેટ્રો ફીટીંગની કિંમત ખૂબ જ વધારે છે. કોઈપણ પેટ્રોલ કે ડીઝલ ગાડીને ઈવી માં તબદિલ કરવાનો ખર્ચ ત્રણ થી છ લાખ રૂપિયા સુધીનો આવે છે. આટલી કિંમતમાં તમે નવી ગાડી ખરીદી શકો છો. વળી તમે તમારી જુની ગાડીની એનઓસી આરટીઓ થી લઈને તેને બીજા રાજ્યમાં વેચી શકો છો. તેનાથી તમને વધારે પૈસા મળશે જે તમારી નવી ગાડી ના ડાઉન પેમેન્ટ તરીકે પણ કામ આવશે.
જ્યાં એક તરફ રેટ્રોફીટીંગ માટે તમારે એક સાથે મોટી રકમ ચૂકવવી પડે છે ત્યાં જ નવી ગાડી લેવા માટે તમારે જૂની ગાડી થી મેળવેલા રૂપિયા માંથી ડાઉન પેમેન્ટ કરીને બાકીનું ફાઇનાન્સ કરી શકો છો જેથી તમારા ખિસ્સા પર વધારે બોજો પણ નહીં પડે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી