બોલીવુડના સિતારાઓને લગ્ન કરતા પણ મોઘા પડ્યા છૂટાછેડા… છુટાછેડાની રકમ જાણીને ચોંકી જશો…

બોલીવુડના સિતારાઓને લગ્ન કરતા પણ મોઘા પડ્યા છૂટાછેડા… છુટાછેડાની રકમ જાણીને ચોંકી જશો…

મિત્રો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આજ સુધી તમે લવ અફેરની ચર્ચા તો ખુબ સાંભળી હશે. બોલીવુડમાં પ્રેમ અને લગ્નની ખબરો અવારનવાર ચર્ચામાં આવતી જ રહેતી હોય છે. એટલું જ નહિ, બોલીવુડમાં ગમે ત્યારે લગ્ન કરવા અને અને તલાક લેવા ખુબ સામાન્ય છે. બોલીવુડમાં જેવી રીતે લગ્ન થાય છે તેવી જ રીતે કોઈ પણ સમયે બોલીવુડનું કોઈ પણ કપલ તલાક પણ લઇ લે છે. તો આજે અમે અમુક એવા બોલીવુડના કપલ્સ વિશે જણાવશું જેણે લગ્ન કરતા પણ વધારે ખર્ચ તલાક લેવામાં કરવો પડ્યો છે, બોલીવુડના સૌથી મોંઘા તલાક છે. જેના તલાક લગ્ન કરતા પણ 100 ગણા મોંઘા પડ્યા છે. મતલબ કે આ બોલીવુડ સિતારાઓને તલાકનો ખર્ચો લગ્નના ખર્ચા કરતા પણ ખુબ જ વધારે આવ્યો. તો ચાલો જાણીએ કોણ છે એ બોલીવુડના સિતારાઓ.

આ લીસ્ટમાં સૌથી પહેલી જોડી આવે છે મલાયકા અરોરા અને અરબાઝ ખાન. અરબાઝ ખાન અને પત્ની મલાયકા અરોરા પહેલા એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા અને 14 થી 15 વર્ષ સુધી તેમનો લગ્ન સંબંધ પણ ટક્યો. ત્યાર બાદ ધીમે ધીમે બંનેનો સંબંધ તૂટી ગયો અને એક રીપોર્ટ અનુસાર એવું કહેવાય છે કે આ સંબંધ તૂટવાનું કારણ એ છે કે અરબાઝ કોઈ ખાસ કામ કરતા ન હતા. તે સંપૂર્ણ રીતે સલમાન ખાન પર નિર્ભર રહેતા હતા. પરંતુ જ્યારે અરબાઝ અને મલાયકા તલાક થયા ત્યારે મલાયકાએ અરબાઝ પાસેથી 15 કરોડની માંગ રાખી હતી અને  અરબાઝ ખાનને પૈસા આપવાની બિલકુલ પણ ઈચ્છા હતી નહિ, પરંતુ તેમ છતાં પણ અરબાઝ ખાને મલાયકાને 15 કરોડ રૂપિયા આપ્યા અને તલાક લીધા. ત્યાર બાદ છે હ્રીતિક રોશન અને સુઝેન ખાન. મિત્રો બોલીવુડમાં હ્રીતિક રોશન અને સુઝેન ખાનનો તલાક ખુબ જ શોકિંગ રહ્યો. કારણ કે આ બંને બોલીવુડમાં સૌથી લવલી કપલ તરીકે ઓળખાતા હતા. વર્ષ 2000 માં હ્રીતિક અને સુઝેનના લગ્ન થયા હતા. પરંતુ તલાક માટે સુઝેને જે માંગ કરી તે જાણીને તમને ખુબ આશ્ચર્ય થશે. સુઝેને આ તલાક માટે 400 કરોડની માંગ કરી હતી. જે રકમ ખુબ જ  મોટી છે પરંતુ છતાં પણ હ્રીતિક રોશન દ્વારા સુઝેનને તલાક માટે 380 કરોડ રૂપિયા આપ્યા હતા. સુઝેને જે માંગ કરી હતી તેમાં 20 કરોડ જ ઓછા હતા.

ત્યાર બાદ આવે છે કરિશ્મા કપૂર અને સંજય કપૂર. કરિશ્મા અને સંજય લગ્ન વર્ષ 2003 માં થયા હતા. પરંતુ તેમનો સંબંધ વધારે સમય ટક્યો નહિ. કારણ કે તેમના લગ્ન સંબંધમાં ખુબ જ તણાવ આવી ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે આ તલાકના બદલામાં કરિશ્મા કપૂરને 7 કરોડ રૂપિયા મળ્યા હતા અને તેમના બાળકોના અભ્યાસ માટે લાખો રૂપિયા મહીને હાલ પણ મળે છે અને મુંબઈમાં સંજયના પિતાનું એક ઘર પણ મળ્યું હતું. આ ઉપરાંત 14 કરોડનો બોન્ડ બાળકોના નામ પર બની ગયો હતો. આ સાથે જ બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી તેનો ખર્ચો પણ મળ્યો.

મિત્રો ત્યાર બાદ છે સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો તલાક. આ બોલીવુડનો સૌથી મોંઘો તલાક માનવામાં આવે છે. મિત્રો એવું ક્યારેય સામે નથી આવ્યું કે સૈફ અલી ખાને અમૃતાને તલાક માટે કેટલા રૂપિયા આપ્યા હતા. પરંતુ જો કુલ મળીને ગણવામાં આવે તો તે ખુબ જ મોટી રકમ હતી. કહેવાય છે કે અમૃતાને 5 કરોડ રૂપિયા તો એમજ આપી દેવામાં આવ્યા હતા. એટલું જ નહિ મિત્રો સૈફ અલી ખાને પોતાની અડધી પ્રોપર્ટી અમૃતના નામે કરી દીધી છે. આ ઉપરાંત જ્યાં સુધી તેના બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી મહીને 1 લાખ રૂપિયા મળતા હતા. હવે સૈફ અને અમૃતની દીકરી સારા અલી ખાન બોલીવુડમાં એન્ટ્રી કરી ચુકી છે તો બીજી બાજુ ઇમરાન પણ બોલીવુડમાં આવવા માટે તૈયાર થઇ ગયા છે.

આ ઉપરાંત આમીર અને રીનાના લગ્ન પણ ખુબ જ ખુશહાલ રહ્યા હતા. બંનેએ છુપાયને લગ્ન કર્યા હતા. પરંતુ તેમ છતાં તેમના લગ્ન વધારે સમય ન ટક્યા અને બંનેએ તલાક લઇ લીધા. બે બાળકો હોવા છતાં પણ બંનેએ તલાક લીધા અને આમીરને આ તલાક ઘણો મોંઘો પડ્યો હતો. આમીરે રીના ને 50 કરોડ રૂપિયા તલાક માટે આપ્યા હતા.

તો મિત્રો આજકાલ દરેક જગ્યાએ તલાકના સમયે પૈસા માંગવાનું પ્રમાણ આપણા સમાજમાં પણ વધવા લાગ્યું છે. કોઈ સામાન્ય પરિવાર પાસેથી પણ આજે લોકો છૂટાછેડાના સમયે ખુબ જ પૈસાની માંગણી કરતા હોય છે. બીજી તરફ સ્ત્રીના ભરણપોષણ માટે આ પગલું ઠીક પણ છે.. તો આ સમાજ માટે સારું પગલું છે કે દુષણ છે ? મિત્રો કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય અવશ્ય જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment