આ જગ્યાએ કન્ફોર્મ કરાવી આપે છે હનુમાનજી વિઝા…. જાણો અમદાવાદના આ મંદિર વિશે… જ્યાં હનુમાનજી આપે છે ભક્તોને વિદેશ જવા માટેના વિઝા…..
મિત્રો ભારત દેશમાં ઘણા બધા હનુમાનજીના મંદિરો આવેલા છે. જેમાંથી ઘણા મંદિરો તેના કોઈને કોઈ ચમત્કારને લઈને પ્રસિદ્ધ હોય છે. કહેવાય છે કે કળીયુગમાં જો કોઈ હાજરા હાજુર દેવતા હોય તો તે છે હનુમાનજી છે અને તેની સાબિતી હનુમાનજીના ચમત્કારિક મંદિરો આપે છે. આજે અમે તેવા જ એક ચમત્કારિક હનુમાનજીના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે કોઈ પણ વ્યક્તિના વિદેશ જવાના વિઝા કન્ફર્મ કરાવી આપે છે. તો ચાલો જાણીએ કે એ હનુમાનજી ક્યાં આવ્યા છે અને કેવી રીતે એ વિઝા પાસ કરાવી આપે છે તેની રસપ્રદ વાત.
આ મંદિર અમદાવાદના ખાડિયામાં દેસાઈની પોળમાં આવેલું છે. જ્યાં લોકો ખાસ કરીને વિઝાની માનતા લઈને આવે છે અને રોજે ત્યાં વિઝા માટે માનતા લઈને આવેલ અનેક શ્રદ્ધાળુઓની લાઈન લાગે છે. મિત્રો લોકો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મંદિરમાં વિઝાની માનતા રાખી હતી. અને ત્યાર બાદ જ તેને અમરિકાના વિઝા મળ્યા હતા.
ત્યાંના પૂજારીનું કહેવું છે કે જ્યારે ગુજરાતમાં ગોધરા કાંડ થયો હતો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગોધરા કાંડના લીધે નરેન્દ્ર મોદીને બાર વર્ષ અમેરિકાના વિઝા મળવાની મનાઈ હતી. ત્યાર બાદ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અમદાવાદમાં આવેલ આ ચમત્કારિક હનુમાનજીના મંદિરે આવ્યા અને નરેન્દ્ર મોદી માટે વિઝાની માનતા રાખી ત્યાર બાદ તેમને એક મહિના બાદ જ અમેરિકાના વિઝા મળી ગયા હતા.
માત્ર નરેન્દ્ર મોદી જ નહિ, પરંતુ ઘણા અનેક લોકોને અહીં માનતા રાખ્યા બાદ વિઝા મળ્યા છે અને આજે તેના સગા સંબંધીઓને જાણ થતા તે લોકો પણ વિઝાની માનતા કરવા અહીં લાઈનમાં ઉભા રહે છે. જો કે અહીં દરેક પ્રકારની મનોકામના લઈને જાવ તો તે પૂર્ણ થાય છે. પરંતુ લગભગ મોટાભાગના લોકો અહીં વિઝા માટે જ આવે છે.
અહીં આવીને આપણી મનોકામના જે પણ હોય તેનો સંકલ્પ લેવડાવામાં આવે છે અને પાંચ મિનીટ જેવી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે જે મંદિરના પૂજારી શ્લોક દ્વારા કરાવે છે.જેમાં વિઝા માટેનો સંકલ્પ ખાસ અલગ હોય છે અને અન્ય મનોકામના માટેનો સંકલ્પ પણ અલગ હોય છે.કહેવાય છે કે અહીં માનતા રાખેલા દરેક લોકોની મનોકામના હનુમાનજીએ પૂરી કરી છે.પાછલા વીસ થી ત્રીસ વર્ષમાં અહીં માનતા રાખ્યા બાદ હજારો લોકોને વિદેશ જવાના વિઝા મળી ગયા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે વિદેશ જવાના વિઝા સરળતાથી મળતા નથી તેના માટે ખુબ જ મહેનત કરવી પડે છે. તેમ છતાં પણ વિઝા મળવામાં ખુબ લાંબો સમય લાગે છે. પરંતુ અહીં હનુમાનજીના ચમત્કારિક મંદિરમાં માનતા રાખ્યા બાદ તમને હનુમાનજીની અસીમ કૃપાથી સરળતાથી વિઝા મળી જાય છે. તો તમારે પણ વિઝા મેળવવા ઈચ્છતા હોવ અથવા તમારા સગા સંબંધીમાં કોઈ વિઝા મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા હોય તો એક વાર આ ચમત્કારિક મંદિરે માનતા અવશ્ય રાખી લેવી, એટલે સમજો તમારા વિઝા કન્ફર્મ.
મિત્રો અહીં માનતા રાખ્યા બાદ તમારે હનુમાનજી પર શ્રદ્ધા રાખવાની છે અને તે શ્રદ્ધા હનુમાનજી ક્યારેય નિષ્ફળ નહિ જવા દે અને તમારી મનોકામના પૂર્ણ થશે. તો તમને આ લેખ કેવો લાગ્યો તે કોમેન્ટ દ્વારા જણાવજો અને જો તમે ક્યારેય આ મંદિરની મુલાકાત લીધી હોય તો તમારા અનુભવો કોમેન્ટમાં અચૂક લખજો અને સૌથી મહત્વનું કે કળીયુગના એક માત્ર જાગૃત અને હાજરાહજૂર દેવ હનુમાનજીની કૃપા મેળવવા માટે કોમેન્ટમાં જઈ જય હનુમાનજી લખીને હનુમાનજીને યાદ કરવાનું ભૂલતા નહિ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google