ATM માં પૈસા ઉપાડવા માટે કાર્ડની જરૂર નહિ… પીન કે ATM કાર્ડ ખોવાવાની બીકથી છુટકારો.. જાણો આ સરળ રીત

ATM માં પૈસા ઉપાડવા માટે કાર્ડની જરૂર નહિ… પીન કે ATM કાર્ડ ખોવાવાની બીકથી છુટકારો.. જાણો આ સરળ રીત

આપણા દેશની હાલની સૌથી મોટી જો કોઈ ખાતાકિત બેંક હોય તો એ છે ભારતીય સ્ટેટ બેંક. દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI) એ  પોતાના ગ્રાહકો માટે એક ખાસ સર્વિસ શરૂ કરી છે. તે સર્વિસનું નામ છે YONO Cash(યોનો કેસ). મિત્રો SBI ની આ નવી સર્વિસ YONO Cash દ્વારા ગ્રાહકોનું કામ ખુબ સરળ અને આસાન બનાવી દેશે. માટે આખા ભારતના  SBI ના ગ્રાહકો માટે આ એક ગૂડ ન્યુઝ છે. બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી આ સર્વિસથી ATM કાર્ડ વગર જ SBIના કોઈ પણ ATM મશીનમાંથી 1.65 લાખ રૂપિયા ઉપાડી શકશો.

ભારત દેશમાં કોઈ પણ કાર્ડ વગર પૈસા આપવાની સુવિધા વાળી SBI સૌથી પહેલી બેંક છે. તમને જણાવી દઈએ કે YONO Cash  એક ડીજીટલ બેન્કિંગ પ્લેટફોર્મ છે. જેમાં લગભગ 85 ઈ-કોમર્સ કંપનીઓને લીસ્ટેડ છે. જ્યાંથી SBI ના ગ્રાહકો પોતાના માટે ખરીદી કરી શકે છે.

SBI એ આ સર્વિસ નવેમ્બર 2017 માં લોન્ચ કરી હતી. ફેબ્રુઆરી 2019 સુધી YONO App ના 1.8 કરોડ ડાઉનલોડ પણ થઇ ગયા હતા. આ એપના 70 લાખ એક્ટીવ યુઝર્સ છે. આજે દેશમાં YONO App ફાઇનેન્શીયલ અને લાઈફ સ્ટાઈલ સેવા આપનાર સૌથી સર્વશ્રેષ્ઠ એપ બની ગઈ છે. YONO App ને એન્ડ્રોઇડ અને આઇઓએસ પર પણ ડાઉનલોડ કરી શકાય છે.

હવે તમને સવાલ થાય કે આ એપ દ્વારા કાર્ડ વગર કંઈ રીતે ATM માંથી પૈસા કાઢી શકાય ? મિત્રો તમને જણાવી દઈએ કે આ એપ Paytm કે Phone Pay એપ જેવી નથી. આ તેનાથી કંઈક અલગ જ એપ છે. જેના દ્વારા તમે રોકડ રકમ મેળવી શકો છો અને એ પણ ATM કાર્ડ વગર જ. તો ચાલો જાણીએ કે આખરે કાર્ડ વગર તમે પૈસા કંઈ રીતે કાઢી શકો !

આ રીતે તમે ATM કાર્ડ વગર પૈસા કાઢી શકો છો..

સૌથી પહેલા તો જો તમે SBI ગ્રાહક હોવ તો તમારે તમારા મોબાઈલમાં YONO App ડાઉનલોડ કરવાની છે, ત્યાર બાદ તમે જોશો તો તમને YONO App માં રોકડ રકમ એટલે કેશ કાઢવાનો ઓપ્શન આપેલો હશે, આ એપમાં ગ્રાહકોએ 6 ડીજીટનો એક YONO પીન સેટ કરવો પડશે. હવે જ્યારે પણ તમે ATM માં યોનો એપની મદદથી પૈસા કાઢવા જાવ ત્યારે તમારે સૌથી પહેલા આ પીન નાખવાનો રહેશે.

જ્યારે પણ તમે પૈસા કાઢવા માટેનું એપમાં ટ્રાન્ઝેકશન  કરશો તો તમારા મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા 6 ડીજીટનો એક રેફરન્સ નંબર મળશે. ત્યાર બાદ તમે તમારા નજીકના ATM માં જઈને પૈસા કાઢી શકો છો. 30 મિનીટની અંદર તમારે પૈસા કાઢવાના રહેશે.

ત્યાં તમારે 6 ડીજીટનો પીન અને 6 ડીજીટનો રેફરન્સ નંબર નાખવાનો રહેશે. નંબર નાખતા જ ATM માંથી પૈસા નીકળી જશે. આ સેવા આપનાર ATM નું નામ યોનો કેશ પ્વાઈંટ રહેશે.

SBI ના હાલના ચેરમેન રજનીશ કુમારનું કહેવું છે કે આ સુવિધા દ્વારા ડેબીટ કાર્ડ સાથે સંબંધિત જોખમ દુર થઇ જશે. તેમના અનુસાર તેઓ બે વર્ષમાં યોનો દ્વારા સંપૂર્ણ ટ્રાન્ઝેકશન સિસ્ટમ એક પ્લેટ ફોર્મની અંદર લાવવા માંગે છે.

મિત્રો આ એપથી તમારા પૈસા બધી રીતે સેફ રહેશે. અને હવે પૈસા ઉપાડવા માટે પણ કાર્ડની જરૂર નહિ પડે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ
Image Source: Google

 

Leave a Comment