આપણને એવું લાગે કે કાર સ્ટાર્ટ કરવામાં વળી કેવી સાચી રીત ? પરંતુ સામાન્ય લાગતી આ બાબતને જો તમે સંપૂર્ણપણે જાણશો તો આ લેખ જેટલો સામાન્ય છે, એટલો જ તમારા માટે ઉપયોગી બની રહેશે. ગાડી તો બધા ચલાવતા જ હોય છે અને લાંબા સમયથી પણ ચલાવતા હશે, પરંતુ તેઓને ગાડી યોગ્ય રીતે સ્ટાર્ટ કરવી કે યોગ્ય રીતે ઉભી રાખવાની સાચી પદ્ધતિ ખબર નથી હોતી. ઘણા લોકોને એવી ખબર નથી હોતી કે કાર સ્ટાર્ટ કરતાં પહેલાં શું કરવું જોઈએ અને ઉભી રાખ્યા બાદ કે પાર્ક કરતી વખતે શું કરવું જોઈએ.
આજે અમે તમને કાર સ્ટાર્ટ કરતા પહેલા કાર પોતાની પીકપ પકડે ત્યારે અને ઉભી રાખતી વખતે કંઈ બાબતોનું ધ્યાન રાખવું તે જણાવીશું. જે લોકો નવું નવું ગાડી ચલાવવાનું શીખી રહ્યા છે, તેમના માટે આ માહિતી અત્યંત ઉપયોગી પુરવાર થશે.
ગાડી સ્ટાર્ટ કરવાની પદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ જાણો – સ્ટેપ 1 : સૌપ્રથમ ગાડીની સીટ પર બેસીને એ ચેક કરવું કે ગાડી કંઈ સ્થિતિમાં છે એટલે કે તેને હેન્ડબ્રેક લગાવી છે કે નહીં કે ગાડીમાં 1સ્ટ ગિયર પાડેલો છે કે નહીં કે પછી ન્યુટ્રલ છે. કારણ કે ઘણા ખરા લોકો કાર ઊભી રાખતી વખતે હેન્ડ બ્રેક મારતા હોય છે અથવા તો ભૂલી પણ જતા હોય છે. અને જો ગિયરની વાત કરીએ તો ઘણા લોકો કાર પાર્ક કરીને પહેલા ગિયરમાં નાખતા હોય છે .
સ્ટેપ – 2 : આટલું જાણ્યા બાદ બીજા નંબરનું સ્ટેપ છે તમારે પગમાં બ્રેક મારવાની છે. અને બ્રેક માર્યા બાદ ક્લચ દબાવવો. કારણ કે જો પહેલા ગિયરમાં ઊભેલી ગાડી હોય તો પહેલા બ્રેક નહીં મારો અને ક્લચ એકલો જ દબાવશો તો કાર આગળ ચાલવા માંડશે અને બીજા વાહન સાથે અથડાશે તેથી હંમેશા ક્લચ દબાવતા પહેલા બ્રેક લગાવવી.
સ્ટેપ – 3 : ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં તમારે ગાડીને ન્યુટ્રલમાં લેવાની છે. ક્લચ અને પગની બ્રેક દબાવ્યાની સાથે જ ગાડીને ન્યુટ્રલમાં લઈ લેવી અને હેન્ડ બ્રેક પણ ખોલી દેવી. ધ્યાન રાખવું કે આ પ્રક્રિયાને ગાડીમાં ચાવી નાખતા પહેલા કરવાની છે.
સ્ટેપ – 4 : ચોથું સ્ટેપ એ આવશે કે તમારે હવે ગાડીમાં ચાવી નાખવાની છે ત્યારબાદ એક પગથી ક્લચ દબાવી રાખવો અને ચાવી વડે ગાડીને સ્ટાર્ટ કરવી. ક્લચ દબાવવાનું મુખ્ય કારણ એ છે કે, જો સ્ટેપ ત્રણ પ્રમાણે તમે ગાડીને ન્યુટ્રલમાં કરી હોય પરંતુ ભૂલથી ગાડી ફર્સ્ટ ગીયરમાં જ રહી હોય તો ગાડી શરૂ થતાની સાથે જ આચકો મારશે. અને ક્યારેક તેના નજીકના વાહન સાથે અથડાઈ શકે છે. તેથી ચાવી સ્ટાર્ટ કરતી વખતે ક્લચ દબાવવાનું ક્યારેય ન ભૂલવું.
સ્ટેપ – 5 : હવે ક્લચ દબાવીને ગાડી શરૂ કરીને ગાડીને ઉપાડતા પહેલા અને ક્લચ છોડતા પહેલા ગાડીના બધા કાચ માંથી જોઈ લેવું કે પાછળથી કોઈ આવતું ન હોય. અને જો તમે જોયા વગર જ ગાડી ચલાવશો અને કોઈ પાછળથી આવતું હશે તો ગાડી અથડાવવાની સંભાવના રહેશે.
સ્ટેપ – 6 : પાછળ કોઈ આવતું ન હોય અને રસ્તો સલામતી પૂર્વક લાગ્યા બાદ ગાડીને પહેલા ગિયરમાં કરીને આગળ જઈ શકો છો. આ ગાડીમાં બેસવાથી માંડીને તેને સ્ટાર્ટ કરીને ચલાવવા સુધીની એકદમ પરફેક્ટ પદ્ધતિ અને માહિતી છે. જો તમે નવું નવું ગાડી ચલાવવાનું શીખી રહ્યા હોવ અને આ મેથડ અપનાવશો તો તમને ગાડી ચલાવતા સમયે ખુબ જ સરળતા રહેશે અને તમારી સામે દુર્ઘટનાની સ્થિતિ ક્યારેય નહિ આવે.
ગાડી ઊભી રાખવાની અને પાર્કિંગ કરવાની પ્રોપર અને સાચી રીત નીચે મુજબ છે, સ્ટેપ બાય સ્ટેપ જાણો – સ્ટેપ – 1 : કારને ધીમી પાડ્યા બાદ ઉભી રાખતી વખતે પણ ક્લચ દબાવેલો જ રાખો અને કાર સ્ટોપ થાય એટલે ન્યુટ્રલમાં લઈ લો, ગાડી ન્યુટ્રલમાં આવ્યા બાદ જ ક્લચ છોડવો. જો ગાડીને ન્યુટ્રલમાં રાખ્યા વગર ફર્સ્ટ કે સેકન્ડ ગેરમાં ઉભી રાખશો તો ગિયર પર દબાણ વધે છે અને તેને લોડ પડે છે. તેથી જ્યારે પણ ગાડી ઉભી રાખો, હંમેશા ન્યુટ્રલમાં જ રાખવું. ગાડીને ન્યુટ્રલ કરતી વખતે જો ઢાળમાં હોય તો પગથી બ્રેકને દબાવી રાખવી.
સ્ટેપ – 2 : ગાડીને ન્યુટ્રલમાં કર્યા બાદ તેને હવે તેમાં હેન્ડબ્રેક લગાવો. કારણ કે હેન્ડબ્રેકથી ગાડી એકદમ સ્થિર થઈ જશે. સલામતી માટે હંમેશા હેન્ડ બ્રેક મારવાની આદત રાખવી.
સ્ટેપ – 3 : ઘણા લોકો ગાડીમાં હેન્ડબ્રેક કર્યા બાદ પણ તેને ક્લચ કરીને ફર્સ્ટ ગિયરમા રાખતા હોય છે. તેનાથી ગાડીને ડબલ બ્રેકની સુવિધા મળે છે. પરંતુ ઘણા લોકો આ રીતે ડબલ બ્રેક કરવાનું યોગ્ય નથી માનતા. તમે પણ જણાવો કે શું આ રીત સાચી છે ? શું હેન્ડ બ્રેક માર્યા બાદ ગાડીને ફર્સ્ટ ગિયરમાં રાખવી જોઈએ કે નહીં. જણાવો તમારા મત અને તેનાથી થતા ફાયદા અને નુકશાન.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી