મિત્રો તમે કદાચ કારમાં એરબેગ્સ વિશે જાણતા હશો. જે તમારી સેફટી માટે જરૂરી હોય છે. પણ સવાલ ત્યારે થા છે જયારે અમુક લોકો પાસે હજુ પણ જુના કારના મોડલ હોય છે. જેમાં એરબેગ્સ નથી હોતા. આ સમયે તમારે શું કરવું જોઈએ તેના માટે આ લેખ વાંચવો ખુબ જ જરૂરી છે.
દર વર્ષે માર્ગ અકસ્માતમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ભારતમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર કેસ દુનિયાના બાકી બધા કરતાં વધારે છે. આ જ કારણ છે કે ભારત સરકાર દેશમાં વેચાવનારી ગાડીઓને વધારે સુરક્ષિત બનાવવા પર જોર કરી રહી છે. આ બધી બાબતો વચ્ચે વધારે ચર્ચા છે એરબેગ્સની. સરકાર બધી જ ગાડીઓમાં છ એરબેગ્સ અનિવાર્ય બનાવવા જઇ રહી છે.વાસ્તવમાં, કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં એરબેગ્સ તરત જ ખૂલી જાય છે અને કારના ડ્રાઈવર સહિત બાકી લોકોનો પણ જીવ બચાવે છે. ટાટા સંસના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીની માર્ગ અકસ્માતમાં મૃત્યુ બાદ કાર સેફ્ટીને લઈને ચર્ચા વધી છે. તેની વચ્ચે ઘણા બધા લોકોના મનમાં એ સવાલ આવી રહ્યો છે કે, શું તેઓ પોતાની જૂની ગાડીઓમાં બહારથી એરબેગ્સ લગાવી શકે છે? જો પછીથી એરબેગ્સ લગાવી શકાતા હોય તો તેમાં કેટલો ખર્ચો આવે છે? આજે અમે તમારા આ જ સવાલોના જવાબ જણાવવા જય રહ્યા છીએ.
સૌથી પહેલા તમને એ જણાવીએ કે, એરબેગ્સ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા અને તે કેવી રીતે કામ કરે છે. એરબેગ્સ ડેવલપ કરવાની વાર્તામાં અમેરિકન જોન હેટ્રીક અને જર્મનીના વોલ્ટર લીંડરરનું નામ આવે છે. બંનેએ લગભગ એક જ સમયે એરબેગ્સનું ડેવલપમેન્ટ કર્યું. અમેરિકન ઇન્વેન્ટર હેટ્રીકે ઓગસ્ટ 1952માં પહેલા એરબેગની ડિઝાઇન તૈયાર કરી અને તેને ઓગસ્ટ 1953માં પેટન્ટ મળી ગયી. તેમજ જર્મન ઇન્વેન્ટર લીંડરરે ઓક્ટોબર 1951 માં જ પેટન્ટ માટે ફાઇલ કર્યું, પરંતુ તેમને નવેમ્બર 1953માં પેટન્ટ મળી શક્યું. લીંડરરની ડિઝાઇન મર્સિડિઝએ પોતાની લગ્ઝરી ગાડીઓમાં વાપરી. તેમજ હેટ્રીકથી પ્રેરિત હોકર ફોર્ડ અને ક્રાઇસલર જેવી કંપનીઓએ એરબેગ બનાવ્યા.આ રીતે કામ કરે છે એરબેગ્સ:- જ્યારે ગાડી ક્યાંક ભટકાય છે, તેની સ્પીડ ઝડપથી ઘટી જાય છે, એક્સેલેરોમિટર સ્પીડમાં અચાનક આવેલા આ બદલાવને ડિટેક્ટ કરે છે. ત્યાર બાદ એક્સેલેરોમિટર એરબેગ્સના સર્કિટમાં લાગેલા સેન્સરને એક્ટિવ કરી દે છે. એરબેગ્સ સર્કિટ સેન્સર એક્ટિવ થતાં જ એક હીટિંગ એલિમેંટ દ્વારા ઇલેક્ટ્રીક કરંટ આપે છે. તેનાથી એરબેગ્સની અંદર કેમિકલ વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ થતાં જ એરબેગ્સની અંદર અચાનક ગેસ ભરાવા લાગે છે, જેનાથી નાઇલોનનું બનેલ બેગ તરત ફૂલવા લાગે છે. આ બેગ ડ્રાઈવર અને ગાડીમાં સવાર લોકોને બોડી કે કોઈ સખ્ત વસ્તુથી ભટકાતાં અટકાવે છે. જોકે, એરબેગ્સ પણ ત્યારે જ સરખી રીતે બચાવ કરી શકે છે જ્યારે કાર ચાલક તેમજ બાકીના સવાર લોકો સિટબેલ્ટ ઓન રાખે છે.
એરબેગ્સમાં થાય છે કેમિકલનો ઉપયોગ:- શરૂઆતમાં એરબેગ્સમાં સોડિયમ એજાઈડ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભટકવાની સ્થિતિમાં ઇગ્નાઈટરમાં વીજળી દોડે છે અને તે ગરમ થઈ જતું હતું. ગરમીથી સોડિયમ એજાઈડ સોડિયમ મેટલ અને નાઇટ્રોજન ગેસમાં બદલાઈ જતું હતું. આ જ ગેસ એરબેગ્સને આખું ખોલી દેતા હતા. હવે કાર કંપનીઓ એરબેગ્સમાં અલગ કેમિકલનો ઉપયોગ કરી રહી છે, જે પહેલાની સરખામણી વધારે ઝડપથી ગેસ છોડે છે. એરબેગ્સમાં બનતા ગેસ પર એ વાતનું ધ્યાન આપવામાં આવે છે કે તે, યાત્રીઓ પર કોઈ ખરાબ અસર ન કરે. તે કારણે મુખ્ય રીતે નાઇટ્રોજનનો જ ઉપયોગ કરવામાં આવે છે.જટિલ કમ્પ્યુટરથી ઓછા નથી એરબેગ્સ:- એરબેગ્સની સંરચનાની વાત કરીએ તો તે પોતાનામાં એક જટિલ મશીન છે. જેમાં ઘણા સેન્સરની જરૂર પડે છે. તેના કોમ્પોનંટમાં ક્લોક સ્પ્રિંગ, ઇમ્પેક્ટ સેન્સર, ઇગ્નાઈટર, એસઆરએસ વોર્નિંગ લાઇટ, પેસેંજર સીટ સ્વિચ, પાઇરોટેક્નિક ઇન્ફલેટર અને સીટબેલ્ટ પ્રિટેન્શર્સ સમાવિષ્ટ છે. કમ્પોનન્ટની આટલી લિસ્ટ જોઈને એટલો તો અંદાજો આવી જ ગયો હશે કે, એરબેગ્સને કામ કરવામાં સેન્સર એટલે કે, કમ્પ્યુટરની જરૂર પડે છે.
બહારથી એરબેગ્સ લગાડવા જીવલેણ:- બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે, બધી જ કાર માટે એરબેગ્સના અલગ અલગ ડેવલપ અને ડિઝાઇન હોય છે. એરબેગ્સને જે ગાડીમાં લગાડવાના હોય, તે મોડેલને પહેલા ઘણી વખત ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. આ રીતે જાણ કરવામાં આવે છે કે, ભટકાવવાની સ્થિતિમાં અમુક ગાડીઓનો રિસ્પોન્સ શું છે. એ રિસ્પોન્સ મુજબ, એરબેગને કેલિબ્રેટ કરવામાં આવે છે. તમે કોઈ બીજા મોડેલનું એરબેગ અન્ય મોડલમાં લગાડી શકો નહીં. આમ કરવાથી એરબેગ સરખી રીતે કામ કરતાં નથી.કારથી વધારે કરવા પડે છે ખર્ચા:- આટલું બધુ જાણી લીધા પછી પણ તમે ઇચ્છતા હોય કે તમારી જૂની ગાડીમાં એરબેગ્સ લાગી જ જાય તો તેનો એક ઉપાય છે. તમે તમારી જૂની ગાડીમાં એરબેગ્સ લગાડી શકો છો, પરંતુ એવું પણ થઈ શકે છે કે, આ એક એરબેગ્સની કિંમત તમારી ગાડીની કિંમતથી પણ વધી જાય. તમે ગાડીના જૂના સ્ટિયરિંગને દૂર કરીને એવું સ્ટિયરિંગ લગાડી શકો છો, જેમાં એરબેગ્સ ફિટેડ હોય.
જોકે, તે અમુક ગાડીઓ માટે જ સંભવ છે. તેના ખર્ચાની વાત કરીએ તો તેના માટે તમારે 4 થી 5 લાખ રૂપિયા ખર્ચ કરવો પડી શકે છે. આટલો ભારેભરખમ ખર્ચ કર્યા પછી પણ તમને સેફ્ટીની ગેરેન્ટિ મળતી નથી, કારણ કે ઉપર અમે તમને જણાવી ચૂક્યા છીએ કે દરેક મોડેલ માટે એરબેગ્સને ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી