શા માટે કોલ સેન્ટરોમાં છોકરી વધારે નોકરી કરે છે… ? તેની પાછળ રહસ્ય હોય છે કંઈક આવું…

શા માટે કોલ સેન્ટરોમાં છોકરી વધારે નોકરી કરે છે… ? તેની પાછળ રહસ્ય હોય છે કંઈક આવું…

મિત્રો આજકાલ ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે અને લોકો આજકાલ ખુબ  જ તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. પરંતુ બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય પરંતુ તે ઘણી વાર ખરાબ પણ થઇ જતું હોય છે. અથવા તેના કોઈ પ્રોબ્લેમ પણ આવી રહ્યા હોય છે. જેમ કે આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છીએ તો તેમાં ઘણી વાર નેટવર્કના ઈશ્યુ આવતા હોય છે. તો આપણે તેને સોલ્વ કરવા માટે કંપનીમાં ફરિયાદ કરતા હોઈએ છીએ. જેમાંથી તે આપણને યોગ્ય માહિતી આપે છે.

તો મિત્રો આવી રીતે બધી મોટી મોટી કંપનીઓમાં ગ્રાહકો માટેની કસ્ટમર કોલ સેન્ટરનું સુવિધા રાખવામાં આવી હોય છે. જેમાં ગ્રાહક કોલ કરીને પોતાની સમસ્યાનું સમાધાન મેળવી શકે. તો મિત્રો આજે અમે તમને કોલ સેન્ટર સાથે જોડાયેલું એક રહસ્ય જણાવશું. જે દરેક લોકો માટે જાણવું જરૂરી છે.
મોટાભાગના કોલ સેન્ટરમાં મિત્રો આપણે કોલ કરીએ તો સામેથી છોકરીઓનો અવાજ સાંભળવા મળતો હોય. પુરુષો પણ કોલ સેન્ટરમાં નોકરી કરતા હોય છે. પરંતુ કોલ સેન્ટરમાં ખુબ જ ઓછા પુરુષો કામ કરવા માટે રાઝી હોય છે. તો આવું શા માટે તેનું રહસ્ય આજે અમે તમને જણાવશું.

મોટાભાગના કોલ સેન્ટરમાં છોકરીઓ અથવા તો યુવાન સ્ત્રીઓ જ કામ કરતી હોય છે. કેમ કે કોલ સેન્ટરમાં કામ કરવું ખુબ જ મુશ્કેલ હોય છે. દિવસના આઠ કલાકની જો નોકરી હોય તો આઠે આઠ કલાક સતત ફોન રીસીવ કરવા પડતા હોય છે. પરંતુ તેનાથી પણ વધારે જો કોઈ પડકાર હોય તો તે છે ગ્રાહકને સંતોષકારક જવાબો આપવા. કેમ કે ઘણી વાર અમુક લોકો પોતાનો સમય પસાર કરવા માટે પણ કોલ સેન્ટરમાં કોલ કરીને સામેના વ્યક્તિને પરેશાન કરતા હોય છે.

રોજ નવી નવી ગ્રાહકો દ્વારા કમ્પ્લેઇન આવતી હોય છે. જેનું સોલ્યુશન લાવવું ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે. છોકરાઓ જો આ નોકરી કરતા હોય તો તે માત્ર એક જ મહિનાની અંદર જોબ છોડી દેતા હોય છે. કેમ કે તે છોકરાઓ કસ્ટમર વિનમ્રતાથી જવાબ આપી શકતા નથી હોતા. પરંતુ છોકરીઓ તેના પ્રમાણમાં ખુબ જ વિનમ્ર થઈને ગ્રાહકને સંતોષકારક જવાબ આપવામાં સફળ રહે છે.

કોલ સેન્ટરમાં છોકરીઓ વધારે કામ કરતી હોય તેનું એક મહત્વનું અને મુખ્ય કારણ છે છોકરીની સહન કરવાની શક્તિ. કેમ કે ઘણી વાર લોકો આખો દિવસનો થાક અને ગુસ્સો કોઈ પણ કંપનીના કોલ સેન્ટરમાં કોલ કરીને ઉતરતા હોય છે. અને કોલ સેન્ટરમાં એ લોકો એવો ઉદ્દેશ્ય રાખતા હોય છે કે ગ્રાહકને વાત કરીને આપણી કંપનીથી સંતોષ થવો જોઈએ જેના પગલે કોલ સેન્ટરની એમ્પ્લોઇઝ ખુબ જ વિનમ્રતા સાથે વાત કરતી હોય છે. મેનેજર અને ટીમ લીડરનું પણ આખો દિવસ સાંભળવું પડતું હોય છે. જે માત્ર સ્ત્રીઓ જ સહન કરી શકે. પુરુષ ક્યારેય પણ આવી બાબતોને સહી ન શકે એટલા માટે તે કોલ સેન્ટરમાં ખુબ જ ઓછા નોકરી કરતા જોવા મળે છે.

આ કામમાં ખુબ જ તણાવ ભર્યો માહોલ રહેતો હોય છે. એટલા માટે છોકરી આ કામમાં વધારે જોડાય છે અને પુરુષો આ કામમાં ઓછા ટકતા હોય છે. છોકરીઓ પોતના કોઈ પણ કામમાં એડજસ્ટ તરત જ કરી લેતી હોય છે. અને તેની સહન શક્તિ છોકરાઓ કરતા ખુબ જ વધારે જોવા મળતી હોય છે.

સામાન્ય રીતે આપણે જોઈએ તો સ્કુલમાં અને કોલેજમાં જો કોઈ છોકરી કે છોકરો ભૂલ કરે તો બંનેને અલગ અલગ સજા આપવામાં આવી હોય છે. તેવી જ રીતે કોલ સેન્ટરમાં હોય છે. છોકરીઓને કોલ સેન્ટરમાં જો રજા જોઈએ તો ખુબ જ આસાનીથી મળી જાય છે. જ્યારે છોકરાઓને રજાઓ આસાનીથી નથી મળતી.

કોઈ ટીમ લીડર કે મેનેજર હોય તો છોકરાઓ પર તે ખુબ જ આસાનીથી ગુસ્સો કરી શકે છે અને કંઈ પણ સંભળાવી દેતા હોય છે. પરંતુ છોકરીઓને તે રીતે કહી નથી શકતા. જેના કારણે છોકરીઓ નોકરી કરવામાં ઓછી તકલીફ ઉભી થતી હોય છે. પરંતુ છોકરાઓ પર મેનેજર અથવા ટીમ લીડર ગુસ્સો કરે તો તેની સાથે ઝગડો થઇ જતો હોય છે. અને નોકરી છોડવી પડતી હોય છે.

પરંતુ છોકરી સાથે જો આવો વ્યવહાર કરવામાં આવે તો ઉપરી અધિકારીને પણ નોકરી છોડવી પડતી હોય છે. માટે કોલ સેન્ટરમાં છોકરીઓને કામ કરવા માટે ખુબ જ સાનુકૂળ વાતવરણ મળી રહે છે. જેના કારણે દરેક કોલ સેન્ટરમાં એમ્પ્લોઇઝમાં છોકરીની પહેલી પસંદગી થાય છે. તો મિત્રો તમારું શું કહેવું છે આ બાબતમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment