આ મહિલા હોટલમાં કરતી હતી વેઈટરનું કામ…. હવે બની ભારતની કેબીનેટ પ્રધાન… જાણો કેવી રીતે બની કેબીનેટ પ્રધાન

આ મહિલા હોટલમાં કરતી હતી વેઈટરનું કામ…. હવે બની ભારતની કેબીનેટ પ્રધાન… જાણો કેવી રીતે બની કેબીનેટ પ્રધાન

મિત્રો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યાની સાથે અન્ય 58 નેતાઓએ પણ કેબિનેટ મંત્રી રૂપે પદ અને ગોપનીયતા જાળવી રાખવાના શપથ ગ્રહણ કર્યા હતા. મિત્રો તેમાંથી જ એક એવી મંત્રી પદની હકદાર મહિલા વિશે જણાવશું. મિત્રો બધા જ મંત્રીઓમાં એક એવી મહિલા મંત્રી છે બીજી વાર પણ કેબિનેટમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે. જી હા મિત્રો એ મંત્રીનું નામ છે સ્મૃતિ ઈરાની.

એક સમયની ટીવી એક્ટ્રેસ સ્મૃતિ ઈરાનીને આ વખતે પણ પીએમ નરેન્દ્ર મોદીની કેબિનેટમાં જગ્યા મળી ગઈ છે. પરંતુ મિત્રો આજે રાજનીતિમાં પોતાનું નામ ઉજ્જવળ કરનાર સ્મૃતિ ઈરાનીની રાજનીતિના સફર પહેલાની કહાની આમે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે ખુબ જ રોચક છે. આજે અમે સ્મૃતિ ઈરાની એક્ટ્રેસથી લઈને નેતા બની ત્યાં સુધીના સફરની દિલચસ્પ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. જે જાણીને તમે પણ દંગ રહી જશો.

ટીવીની દુનિયામાંથી રાજનીતિમાં પ્રવેશ કરનાર સ્મૃતિ ઈરાનીનો જન્મ 23 માર્ચ 1976 ના રોજ દિલ્લીમાં થયો હતો. સ્મૃતિ ઈરાની ત્રણ બહેનો માંથી સૌથી મોટી બહેન હતી. તેમણે 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ સ્કુલ ઓફ લર્નિંગ (પત્રાચાર), માટે દિલ્લી વિશ્વવિદ્યાલયમાં એડમીશન લીધું હતું. તેમના આ ઓછા અભ્યાસના કારણે જ જ્યારે સ્મૃતિ ઈરાની કેન્દ્રમાં માનવ સંશાધન મંત્રી બન્યા ત્યારે ઘણા લોકોએ તેની શિક્ષા પર વિવાદ ઉઠાવ્યો હતો.તમને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની સૌંદર્ય પ્રસાધનોના પ્રચારથી લઈને મિસ ઇન્ડિયાની સ્પર્ધા સુધી ભાગ લઇ ચુકી છે. વર્ષ 1998 માં સ્મૃતિએ મિસ ઇન્ડિયા પેજેન્ટ ફાયનાલીસ્ટમાં પોતાની જગ્યા બનાવી હતી. આ સમય દરમિયાન તે મીક્કા સિંહના એક આલ્બમ સોંગ “બોલીયા” માં પણ નજર આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે સ્મૃતિ ઈરાની મોડલિંગમાં આવ્યા પહેલા એક પ્રખ્યાત હોટલમાં વેઈટરનું કામ કરતી હતી.

ત્યાર બાદ વર્ષ 2000 માં સ્મૃતિએ “આતિશ” અને “હમ હે કલ, આજ ઓર કલ” જેવી નાની સીરીયલો દ્વારા ટીવીમાં એન્ટ્રી મેળવી હતી. ત્યાર બાદ તે એકતા કપૂરની પ્રખ્યાત સીરીયલ “ક્યુકી સાસ ભી કભી બહુ થી “ તુલસીનું મુખ્ય પાત્ર ભજવતી હતી. એ પાત્રએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી અને ત્યારે તે તુલસી વિરાનીના પાત્રને કારણે ખુબ જ પ્રખ્યાત બની ગઈ. તમને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીને એકતા કપૂરની ટીમે પહેલા આ સીરીયલ માટે રીજેક્ટ કરી દીધી હતી. તેમ છતાં પણ એકતા કપૂરે તેને સિલેક્ટ કરી હતી અને એકતાની પસંદગી આખરે રંગ પણ લાવી અને તે સમયે  તુલસીના પાત્રના કારણે “ક્યુકી સાસ ભી કભી બહુ થી” સીરીયલ ખુબ જ લોકપ્રિય બની ગઈ અને ઘરે ઘરે લોકો જોવા લાગ્યા. આ સીરીયલ માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા.ત્યાર બાદ સ્મૃતિએ ઘણી સીરીયલોમાં કામ કર્યું. વર્ષ 2001 માં સ્મૃતિએ એક પારસી એન્ટરપ્રેન્યોર જુબીન ઈરાની સાથે લગ્ન કરી લીધા. જુબીનની પહેલી પત્ની હતી મોના અને મોના સ્મૃતિની મિત્ર હતી. સ્મૃતિને એક દીકરી અને દીકરો પણ છે. આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીની એક સૌતેલી દીકરી પણ છે. જે જુબીન અને તેની પહેલી પત્ની મોનાની દીકરી છે.

વર્ષ 2003 માં સ્મૃતિ ઈરાનીએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. ત્યાર બાદ બીજા જ વર્ષે સ્મૃતિ ઈરાનીને મહારષ્ટ્રની યુથ વિંગની વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવી હતી. સ્મૃતિ ઈરાની મોદી સરકારમાં માનવ સંશાધન અને વિકાસ મંત્રી પણ રહી ચુકી છે. ત્યાર બાદ વર્ષ 2014 માં સ્મૃતિએ અમેઠીમાં રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ચૂંટણીમાં ઉભી હતી. ત્યારે રાહુલ ગાંધીને જીત મળી હતી. પરંતુ આ વખતે વર્ષ 2019 માં યોજાયેલ લોકસભાની ચુંટણીમાં ફરી પછી અમેઠીમાં જ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ઉભી રહી હતી અને આ વખતે તેણે રાહુલ ગાંધીને હરાવીને જીત મેળવી હતી. હવે તે ફરી પાછી મોદી સરકારની કેબિનેટની મંત્રી બનવા જઈ રહી છે.તો મિત્રો હાલ સ્મૃતિ ઈરાની ખુબ જ ઉચ્ચ હોદ્દા પર છે અને દેશના વિકાસમાં સહભાગી બને છે. એક સમયે તેણે હોટલમાં પણ કામ કરેલું છે. પરંતુ તેની મહેનત આજે તેને એક ચોક્કસ સમ્માનિત સ્થાન પણ લઇ ગઈ. તો મિત્રો તમારું શું કહેવું છે સ્મૃતિ ઈરાની વિશે કોમેન્ટ કરીને જાણવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment